LPG ગેસ કનેક્શન હવે બધાને મફતમાં મળશે, જાણો સમગ્ર પ્રોસેસ અને સરકાર પણ કરશે 1600 રૂપિયાની મદદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 તારીખે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉજ્જવલા યોજના 2.0 (ઉજ્જવલા યોજના 2021) લોન્ચ કરી. મોદી સરકારે આર્થિક રીતે નબળા વર્ગ માટે રાંધણ ગેસની આ સુવિધા શરૂ કરી છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી અને સમગ્ર દેશને સંબોધિત કર્યો. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે.

image soucre

જ્યારે ઉજ્જવલા 1.0 વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે ગરીબી રેખા (BPL) ની નીચેની 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ (એલપીજી) જોડાણો પૂરા પાડે છે. આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. ઉજ્જવલા 2.0 હેઠળ, પ્રથમ રિફિલ અને હોટપ્લેટ લાભાર્થીઓને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન સાથે મફત આપવામાં આવશે. ઉપરાંત, નોંધણી માટે તેને ન્યૂનતમ કાગળની જરૂર પડશ.

આ સિવાય, બીપીએલ પરિવારોને એક એલપીજી કનેક્શન માટે 1600 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. જો કે, લાભાર્થીઓએ જાતે જ ચૂલો ખરીદવો પડશે. યોજના મુજબ, લાભાર્થીઓને 14.2 કિલો એલજીપી સિલિન્ડર આપવામાં આવે છે. તેની કિંમત લગભગ 3200 રૂપિયા છે. આના પર, 1600 રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે જ્યારે OMC ને એડવાન્સ તરીકે 1600 રૂપિયા મળે છે. ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર જોડાણ મેળવવા માટે, 18 વર્ષથી વધુ ઉંમરની મહિલા માટે ફરજિયાત છે. ઉપરાંત, તેમની પાસે બેંક ખાતું અને બીપીએલ કાર્ડ હોવું જોઈએ.

image soucre

આ સાથે જ બીજી વાત કરીએ તો નવું LPG Gas Connection લેવાનું હવે સરળ બન્યું છે. IOCએ આ માટે 8454955555 નંબર જાહેર કર્યો છે. આ નંબર પર મિસ્ડ કોલ કરી લેવાથી તમે ઘરે બેઠા નવું ગેસ કનેક્શન મેળવી શકો છો. ઈન્ડિયન ઓઈલે પોતાના ગ્રાહકોને ગેસ રિફિલ બુક કરાવવા માટે પણ આ નંબરની સુવિધા આપી છે. કંપનીએ ટ્વિટ કરીને ગ્રાહકોને કહ્યું કે નવા ઇન્ડેન એલપીજી કનેક્શનને માટે તમે ફક્ત એક મિસ્ડ કોલ જેટલા દૂર છો. તમે તેના માટે 8454955555 પર મિસ્ડ કોલ કરો અને તમારા દરવાજા પર એલપીજી કનેક્શન મળી જશે. હાલના ગ્રાહકો પોતાના રજિસ્ટર્ડ ફોન નંબરથી મિસ્ડ કોલ કરીને ગેસ રિફિલ બુકિંગની સુવિધા પણ મેળવી રહ્યા છે.