એક સમયે સરકારી યોજનામાંથી મળતી રકમ પર જીવન જીવતી મહિલા આજે મહિને કમાય છે 1 કરોડ, જાણો પુરી કહાની

દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ એમ બંને પ્રકારનો સમય આવે તે સનાતન સત્ય છે. એટલે જ તો કહેવાય છે કે ખરાબ સમયમાં હારી જવું નહીં અને સારા સમયમાં ઈશ્વરનો આભાર માનવાનું ભુલવું નહીં. કારણ કે જ્યારે સમસ્યાનું નિર્માણ થાય છે ત્યારથી જ તેનું સમાધાન શું હશે તે પણ નક્કી જ હોય છે.

image soucre

કોઈપણ વ્યક્તિના જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે. ત્યારે મહત્વનું એ થઈ જાય છે કે તમે તમારી જાતને મજબૂત રાખીને આગળ વધતા રહો. સતત આગળ વધતા રહેશો તો જીવનનો કપરો સમય ક્યારે પસાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે.

આવું જ કંઈક જોવા મળયું હતું બ્રિટનમાં. એલી બર્સકોગ બ્રિટનમાં રહે છે અને તે 3 બાળકોની માતા છે. એલી એક સમયે પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસારી થઈ ચુકી છે. ત્યાં સુધી કે તેને લોકો પાસે પૈસા માંગવા પડતા અને હવે તે વર્ષે 1 કરોડ રૂપિયા કમાઈ લે છે. તે પણ ખૂબ સરળતાથી.

image soucre

યુનાઇટેડ કિંગડમના લંકનશાયરની મૂળ વતની 35 વર્ષીય એલીનો વર્ષ 2010થી ખરાબ સમય શરુ થયો હતો. તેણે તેના જીવનના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેણે તેની મોટી પુત્રીને જન્મ આપ્યો. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં રહેતી વખતે તેમણે કેટલાંક મહિનાઓ સુધી રસ્તા પર જીવન પસાર કરવું પડ્યું. આ સમય એ હતો જ્યારે તેણે દાનમાં મળેલા પૈસામાંથી તેના બાળકોનો ઉછેર પણ કરવો પડતો હતો. પરંતુ તેમ છતાં તેણે સખત સંઘર્ષ કરીને પોતાની જાતને સ્થાપિત કરી. આજે તે સફળ છે અને મહિને કરોડો કમાય છે.

એલીએ તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો તે પહેલા તે કોલ સેન્ટરમાં કામ કરતી હતી. તેનો પાર્ટનર પોર્ટુગીઝ હોવાના કારણે ઓસ્ટ્રેલિયા આવીને નોકરી કરી શકતો ન હતો, પરંતુ તેની પાસે બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા હતા. જ્યારે તેમની બાળકીનો જન્મ થયો ત્યારે તેણે નોકરી છોડી દીધી હતી. જ્યારે બાળકી 6 મહિનાની હતી ત્યારે તે સરકારની ખોરાક અને કલ્યાણકારી યોજનાઓ માટે મળેલા નાણાંમાંથી જીવન ગુજરાન ચલાવતી હતી. કારણ કે તેની પાસે એક પણ રૂપિયો ન હતો. તેની હાલત ખૂબ જ દયનીય અને ખરાબ થઈ ગઈ હતી.

image soucre

જો કે ત્યારપછી તેણે પોતાના સંજોગો બદલવા માટે પર્સનલ ટ્રેનર બનવાનું નક્કી કર્યું અને સૌથી પહેલા તેના માટે જરૂરી બાબતો શીખી લીધી. તેણે સપ્ટેમ્બર 2010માં પાવર મમ્સ ફિટનેસ ક્લબ નામની ફિટનેસ ક્લબ શરુ કરી. તેણે પાર્કમાં માતાઓને કસરત કરાવવાનું શરૂ કર્યું. જ્યાં સુધી તે કામ કરતી હતી ત્યાં સુધી તેના બાળકોને બેબીસીટર સંભાળતા. જો કે એલીનો ફિટનેસ ક્લબનો આઈડિયા સફળ સાબિત થયો. હવે તે આ પ્રકારના અલગ અલગ ગૃપ ચલાવે છે અને વર્ષે 1 કરોડથી વધુ કમાઈ લે છે.