વ્લાદિમીર પુતિન સામે આ મહિલા એન્કરે આવું કંઈક કર્યું, આખા દેશમાં હંગામો મચી ગયો

રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીતમાં અમેરિકન એન્કર હેડલી ગેમ્બલે કેટલાક એવા કામો કર્યા કે હંગામો મચી ગયો. સ્થાનિક મીડિયાએ હેડલી ની ટીકા કરી હતી અને તેની નિંદા કરી હતી. આ સાથે જ રાષ્ટ્રપતિ ના નજીકના લોકોએ પણ એન્કર પર નિશાન સાધ્યું છે.

એક અમેરિકન મહિલા એન્કર રશિયામાં ચર્ચા નો વિષય બની છે. તેનું કારણ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત દરમિયાન તેની ક્રિયાઓ છે. સ્થાનિક મીડિયા તો ત્યાં સુધી કહે છે કે એન્કરે પોતાને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજૂ કરી હતી. હકીકતમાં, સીએનબીસીના હેડલી ગેમ્બલ મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં મધ્યસ્થી તરીકે તે હાજર હતી. આ દરમિયાન તે પુતિન ને સવાલ કરતી વખતે વિચિત્ર હરકતો કરી રહી હતી.

સીધા વ્લાદિમીર પુતિન તરફ પગ કર્યા

image soucre

ડેઈલી મેઈલે અહેવાલ આપ્યો હતો કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ એનર્જી ફોરમમાં એક કાર્યક્રમમાં હાજર હતા. તે દરમિયાન સીએનબીસી ના હેડલી ગેમ્બલ એ રાષ્ટ્રપતિની પૂછપરછ કરી હતી. જ્યારે પુતિન બોલી રહ્યા હતા ત્યારે ગેમ્બલે વિચિત્ર રીતે પોતાના પગ હલાવ્યા હતા. કેટલીક વાર તેઓ એ સીધા રાષ્ટ્રપતિ તરફ પગ કર્યા હતા. એટલું જ નહીં, તેણે પોતાની જીભ બહાર કાઢીને પણ ઇશારો કર્યો હતો, જેને અભદ્ર માનવામાં આવે છે. રશિયન મીડિયાનું કહેવું છે કે યુ.એસ. એન્કરે પોતાને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

‘રાષ્ટ્રપતિનું ધ્યાન હટવાનો પ્રયાસ કર્યો ’

image soucre

તે જ સમયે, પુતિનના પ્રચારક વ્લાદિમીર સોલોવ્યોવે સ્થાનિક મીડિયા ને જણાવ્યું હતું કે સીએનબીસીના હેડલી ગેમ્બલએ રાષ્ટ્રપતિનું ધ્યાન હટાવવા નો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, ” હેડલીનું વર્તન અસ્વીકાર્ય છે. તેણીની ક્રિયાઓ જોઈને એવું લાગતું હતું, કે તે રાષ્ટ્રપતિ સમક્ષ પોતાની જાતને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજૂ કરી રહી છે. તેને ડર પણ નહોતો કે આ ક્રિયાઓ માટે તેની ટીકા થઈ શકે છે. આ મામલે સીએનબીસી અને હેડલી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ગેમ્બલ કહે છે, ‘માય બેસ્ટ એંગલ’

જોકે, હેડલી ગેમ્બેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અખબારમાં છપાયેલ પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે, જે તેની વિચિત્ર હરકતો દર્શાવે છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘માય બેસ્ટ એંગલ’. હેડલીએ પુતિન ને યુરોપ ગેસ સંકટ અંગે પ્રશ્ન કર્યો હતો. જ્યારે તેણે આ અંગે બોલવાનું શરૂ કર્યું ત્યારે હેડલીએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું. ક્યારેક તેણી તેના પગ ખસેડતી, તો ક્યારેક તે વિચિત્ર એક્સપ્રેશન આપતી. આ અંગે હવે રશિયામાં હંગામો મચ્યો છે.