શું તમે જોયો Mahindra and Mahindra કંપનીએ 21 વર્ષ બાદ બદલાવેલો લોગો અને બ્રાન્ડ ફિલ્મ, જાણો તમામ વાતો

Mahindra and Mahindra એ તાજેતરમાં જ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો હતો. પરંતુ જ્યારથી આ બ્રાન્ડ ફિલ્મ લોન્ચ થઈ છે ત્યારથી લોકોમાં આ લોગોના અવાજ વિશે જાણવાની તાલાવેલી લાગી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ અવાજ પાછળની હકીકત જાણીશું.

image soucre

Mahindra and Mahindra એ પોતાના લોગો માટે જે બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી છે. તેમાં એક ખનકદાર અવાજ સંભળાય છે. આ અવાજ પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહનો છે. એટલું જ નહીં આ ફિલ્મમાં પોતાના અવાજમાં તેઓ કંપનીના નવા લોગો પાછળની વિચારધારા પણ રિવિલ કરે છે.

શું છે લોગો પાછળની વિચારધારા

image soucre

Mahindra and Mahindra ની લોગો રિવિલ ફિલ્મમાં અનેક અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર નવા લોગોને દેખાડવામાં આવ્યો છે. આ જગ્યાઓમાં રણપ્રદેશથી લઈને સ્પીતીમાં આકાશ ગંગા, બરફથી ઢંકાયેલ હિમાલય અને ગીચ જંગલના દ્રશ્યો શામેલ છે. ત્યારબાદ નસીરુદ્દીન શાહ જણાવે છે કે ” અમારું પ્રતીક છે, તમને અહીં લાવવા માટેનું ”

image soucre

ત્યારબાદ નસીરુદ્દીન શાહ જણાવે છે કે, તમે આ જગ્યાઓએ ક્યારેય નહિ આવ્યા હોય. ઓછામાં ઓછું ફોર વહીલ પર તો નહીં જ આવ્યા હોય. પરંતુ ટૂંક સમયમાં જ તમે આ બધી અસંભવ જગ્યાઓને એક્સપલોર કરી શકશો કારણ કે અમે આપના માટે એવી SUV લાવવાના છીએ. પરંતુ શું તમે એ જાણો છો કે આ લોગો પાછળ કેના મગજની કળા છે ? એ પણ જાણીએ.

લોગો પાછળ આ વ્યક્તિનું છે મગજ

image soucre

Mahindra and Mahindra ના નવા લોગોની ડિઝાઇન કંપનીના ચીફ ડિઝાઇન ઓફિસર પ્રતાપ બોસે તૈયાર કરી છે. તેઓએ આ પહેલા ટાટા મોટર્સમાં કામ કર્યું છે અને Mahindra and Mahindra માં કંપનીનો આ નવો લોગો તેનો પ્રથમ પ્રોજેકટ છે. કંપનીની આવનારી SUV XUV700 ને ડિઝાઇન કરવામાં પણ તેમનો ફાળો રહ્યો છે. આ લોગોને Mahindra Design Studio માં તૈયાર કરવામાં આવ્યો હતો.

image soucre

આ બ્રાન્ડ ફિલ્મની ખાસ વાત એ પણ છે કે ફિલ્મનું મ્યુઝિક પણ બોલીવુડની જાણીતી સંગીતકાર ત્રિપુટી શંકર, એહસાન, લોય એ તૈયાર કર્યું છે. નસીરુદ્દીન શાહ સાથે આ ત્રિપુટી આ પહેલા અમેઝોન પ્રાઇમ માટે પણ કામ કરી ચુકી છે.

કંપનીએ 21 વર્ષ બાદ બદલાવ્યો પોતાનો લોગો

image soucre

તમને એ જાણીને નવાઈ લાગશે કે મહિન્દ્રાએ પોતાના લોગોને 21 વર્ષ બાદ બદલાવ્યો છે. આ નવો લોગો સૌથી લહેલ તેની આવનારી નવી SUV ગાડી XUV700 પટ દેખાશે. કંપનીમાં હાલનો લોગો વર્ષ 2000 માં લોન્ચ થયો હતો અને સૌથી પહેલા 2002 માં Scorpio પર લગાવવામાં આવ્યો હતો.