જો તમને દરરોજ રહે છે સતત માથાનો દુઃખાવો તો આ કારણ જવાબદાર હોઈ શકે છે…

આપણને સૌને અવારનવાર માથાના દુઃખાવવાની સમસ્યા રહે છે. પણ શું તમે જાણો છો કે કયા કારણોથી માથામાં દુઃખાવો થતો હોય છે. નહીં ને. આ દુઃખાવો ક્યારેક તો એટલો અસહ્ય હોય છે કે તમને ભગવાન યાદ અપાવી દે છે. અનેક દવા અને ઉપાયો કરવા છતાં પણ તમને તેનાથી છૂટકારો મળતો હોતો નથી. આ એક એવી સમસ્યા છે જે આમ માણસ જાતે જ પોતાના શરીરમાં પેદા કરે છે. પુરુષોં કરતા મહિલાઓને માથામાં દુ:ખાવાની તકલીફનો અનુભવ વધારે થતો હોય છે.

image source

આની પાછળનું કારણ છે તમારી ટેન્શન ભરી જીદગી હોઈ શકે છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની શારીરિક શક્તિ ઓછી હોય છે. આજ કારણ છે કે નથી થતો હોતો. આના સિવાય બીજા પણ એવા કેટલાક કારણો છે જેને આપણે માથાના દુ:ખાવા માટે જવાબદાર હોય છે. જો કે તમે તેને જાણતા હોતા નથી. જો તમને તાવ આવતો હોય તો પણ તમારું માથું દુ:ખે અને જો તમારા શરીરના બીજા કોઇ ભાગમાં પણ દુ:ખાવો થતો હોય કે પછી કોઇ અન્ય બીમારી હોય. આજ કારણો છે કે જેથી તમારું માથું દુ:ખતું હોય છે.

કેમ દુ:ખે છે તમારું માથું?

1) ટેન્શન

image source

ખરેખર તો માથાનાં ક્યા ભાગમાં દર્દ થઇ રહ્યું છે તેનાથી તમારી મનની સ્થિતીની ખબર પડી શકે છે. જો તમારા માથાના બન્ને ભાગમાં દર્દ થઇ રહ્યું છે તો સમજો કે આ દર્દ ટેન્શનને લીઘે થઇ રહ્યું છે. શક્ય હોય ત્યાં સુધી રોજિંદા જીવનમાં ટેન્શનથી દૂર રહો. તેનાથી તમારી હેલ્થ સારી રહેશે અને માથાના દુઃખાવા સિવાય અન્ય તકલીફોમાં પણ રાહત મળશે.

2) મગજ

image source

જો તમને મગજ વાળા ભાગમાં દુ:ખે છે એટલે કે માથાની વચ્ચોં-વચ દુ:ખે તો સમજો કે આ કોઇ સામાન્ય દુ:ખાવો નથી. આ માઇગ્રેનનું દર્દ હોઇ શકે છે. આના માટે નર્વ જવાબદાર હોઇ શકે. જો તમને ક્યારે પણ આવું લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો. અને ત્યારબાદ જ તેની દવા કરો. આવા સમયે જાતે કોઈ પણ ઉપાયો કરવાનું હિતાવહ નથી.

3) પાચન તંત્ર

image source

કેટલીક વખત માથાના દુ:ખાવાનો સંબધ માથાથી નહી, પરંતુ પેટથી હોય છે. જો તમારું પાચન તંત્ર સરખું ન હોય તો પણ તમને માથામાં દુ:ખાવો થઇ શકે. જો તમને માથાનાં કોઇ એક ભાગમાં સતત લાંબા સમય સુધી દર્દ થઇ રહ્યું તો આ ડાયરીયાનું લક્ષણ પણ હોઇ શકે છે.

4) સેંસ

image source

કેટલી વખત તમને કોઇ વિચીત્ર અવાજ કાનમાં સંભળાયા કરતો હોય છે તે આ પણ માથાના દુ:ખાવાનું લક્ષણ છે. જો તમે લાંબા સમય સુધી ફોન પર વાત કરો તો પણ તમારું માથું દુ:ખી શકે તેવી શક્યતા છે. આ સિવાય ઘણી વાર કોઈ ખાસ પરફ્યુમની ગંધથી પણ આવું બની શકે. કહેવાનો સાર એટલો જ કે અલગ-અલગ સેંસની વખતથી માથામાં દર્દ થાય છે.

5) વધારે વાર વિચારવાથી

જ્યારે તમારા મગજ ઉપર બઉ બધી વાતોનો બોજ હોય તો પણ તમારું માથું દુ:ખી શકે. જો તમે કોઇ વાતથી બઉ ચિંતિત હોવ તો પણ તમારા માથામાં દુ:ખાવો થઇ શકે.

image source

6) હાર્મોન

માથાનાં દુ:ખાવાના પાછળ એક કારણ હાર્મોન ભી હોય શકે છે. હાર્મોનના કારણે તમારા હ્રદયની ગતી પણ વધુ વધી જતી હોય છે અને વધારે પરસેવો પણ આવા લાગે છે. આ તમામ બદલાવાને કારણ માથામાં દુ:ખાવા જેવી સમ્સ્યાઓ થતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત