માથાનો ખોડો, ખંજવાળ તેમજ ખરતા વાળની તકલીફને દૂર કરે છે મધ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

મધ આપણા આરોગ્ય માટે ખુબ જ અસરકારક સાબિત થયુ છે. તે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકેનુ કામ કરે છે. આ આપણી ચામડી માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ ચામડીને મુલાયમ બનાવે છે. આ ચામદીની સાથે સાથે આપણા વાળ માટે પણ ખુબ જ અસરકારક છે.

image source

આ આપણા ચહેરા પરથી ખીલ, ખીલના ડાઘ, ટોનિક અને કાળશને દુર કરે છે. આનાથી આપણા વાળની પણ બધી જ સમસ્યાઓ દુર થાય છે. આનાથી વાળમા રહેલ ખોળો, ખરતા વાળ સુકા વાલને દુર કરે છે. આમા એંટીઓક્સીડંટ, એંટીબેક્ટેરિયલ, એંટીએંટીશેપ્ટીક અને એંટીઇંફ્લેમેટરી જેવા ગુણ ખુબ વધારે માત્રામા હોય છે. આનો ઉપયોગ ઘણી દવામા પણ કરવામા આવે છે. આ આપણા વાળ માટે ક્યા કારણે સારુ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.

વાળને કંડીશનર કરવા :

image source

અડધો વાટકો મધ લેવુ તેમા એલિવ ઓઇલ અને પાકેલ કેળાનો પલ્પ સારી રીતે ભેળવવો જોઇએ. ત્યારબાદ આને સારી રીતે વાળ પર લગાવુ જોઇએ. આને અડધી કલાક માટે લગાવી રાખવુ જોઇએ. ત્યારબાદ સાદા પાણીથી આને ધોઇ લેવુ જોઇએ. આમ કરવાથી વાળ કુદરતી રીતે કંડીશનિંગ થશે. આનાથી તેની ચમજ્ક વધશે અને તે મુલાયમ બનશે.

ભરાવદાર વાળ માટે :

image source

જૈતુનના તેલને હળવુ ગરમ કરી લેવુ જોઇએ. તેમા ત્રણ ચમચી મધ ભેળવવુ જોઇએ. ત્યારપછી આને હાથથી વાળમા માલિસ કરવી જોઇએ. આ તેલને વાળમા ૧૫ મિનિટ માટે લગાવીને રાખવુ જોઇએ. ત્યાર પછી આને શેમ્પુથી ધોઇ લેવુ જોઇએ. આમ કરવાથી વાળના ફોલિકલ્સ વધે છે અને વાળને સારુ એવુ પોષણ મળે છે. આનાથી તે એકદમ કુણા બનશે. તેથી વાળનો વિકાસ વધવા લાગશે અને તે ભરાવદાર બનવા લાગે છે.

તાળવામા ખંજવાળ આવતી હોય તેના માટે :

image source

થોડુક પાની લેવુ જોઇએ. તેને હળવુ ગરમ કરી લેવુ જોઇએ. તેમ ત્રણ થી ચાર ચમચી મધ ભેળવવુ જોઇએ. આનાથી વાળ પર માલિસ કરીને લગાવી જોઇએ. આને દસ થી વીસ મિનિટ રાખવુ જોઇએ. ત્યારબાદ સાદા પાણીથી ધોવુ જોઇએ. એક સપ્તાહમા આમ બે થી ત્રણ વખત કરવુ જોઇએ. આમ કરવાથી ખંજવાળની તકલિફ દુર થશે.

ખોડાની તકલિફ માટે :

image source

એક વાટકો ખાટુ દહીં લેવુ જોઇએ. તેમા અડધો વાટકો મધ ઉમેરવુ જોઇએ. આને વાળમા લગાવુ જોઇએ. દહીંમા સાઇટ્રીક એસીડ અને મધમા રહેલ હાઇડ્રેટના ગુણથી તે ખોડાને દુર થાય છે. આણતાહી તમારા વાળ મુલાયમ પણ બને છે.

વાળને મજબુત બનાવા માટે :

image source

નારીયેળ તેલમા મધ ભેળવવુ જોઇએ. આ મિશ્રણને વાળમા પાથીએ પાથીએ લગાવીને માલિસ કરવી જોઇએ. આને વીસ થી ત્રીસ મિનિટ સુધી વાળમા લગાવી રાખવુ જોઇએ. ત્યારબાદ શેમ્પુની મદદ થી આને ધોઇ લેવુ જોઇએ. એકવાતનુ ધ્યાન રાખવુ જોઇએ કે શેમ્પુ વધારે સ્ટ્રોંગ ન વાપરવુ જોઇએ. મધમા રહેલ પોષણ તત્વો વાળને જોઇતુ પોષણ આપે છે. આનાથી તે મજબુત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત