મે મહિનાના પહેલા અઠવાડિયામાં થશે શુક્રનું રાશિ પરિવર્તન, જાણો તમારા પર કેવી થશે અસર

શુક્રનો આ ગોચર 4 મે 2021ના રોજ મંગળવારે બપોરે 1.09 મિનિટે થશે. શુક્ર 28 મે 2021ના રોજ 11.44 મિનિટ સુધી વૃશભ રાશિમાં રહેશે. જો કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં છે તો તેનું જીવન વિલાસિતાથી ભરપૂર હોય છે. તેને સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં શુક્ર પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યું છે. શુક્ર મેષ રાશિથી પોતાની સ્વયંની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. શુક્રનો આ ગોચર 4 મે 2021ના રોજ મંગળવારે બપોરે 1.09 મિનિટે થશે. શુક્ર 28 મે 2021ના રોજ 11.44 મિનિટ સુધી વૃશભ રાશિમાં રહેશે. તો જાણી લો કઈ રાશિ પર શુક્રની કેવી અસર જોવા મળશે.

મેષ રાશિ

શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. આ સમયે આર્થિક પક્ષ મજબૂત બનશે અને સાથે ધનલાભ પણ થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને સાથે હેલ્થને લઈને સચેત રહેવાની જરૂર છે.

વૃષભ રાશિ

આ રાશિના લોકોને માટે શુક્રનો ગોચર સારો રહે છે. આ સમયે કોઈ નવા કામની શરૂઆત કરી શકાય છે. મહેનત અને લગનથી કામ કરશો તો તમને સફળતા અચૂક મળશે.

મિથુન રાશિ

પારિવારિક મતભેદ વધી શકે છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખો નહીં તો સંબંધમાં ખટાશ આવી શકે છે. ધનનો વ્યય વધારે થવાની આશંકા છે. વદારે ખર્ચથી બચો અને સાથે જ હેલ્થને માટે સજાગ રહો તે પણ જરૂરી છે.

કર્ક રાશિ

આ રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન શુભ રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. પરિવારમાં સંબંધ મધુર રહેશે. ઘરના લોકોનો સહયોગ મળશે. ધન લાભ થવાના યોગ છે. વ્યાપારનું વિસ્તરણ કરવા માટે સારો સમય છે. અવિવાહિત લોકો માટે વિવાહના યોગ પણ બની રહ્યા છે.

સિંહ રાશિ

આ રાશિના લોકોને વ્યાપારીઓ અને નોકરી પેશાના લોકો માટે આ શુક્રનો ગોચર શુભફળદાયી સાબિત થશે. નવું મકાન કે વાહન લેવાની યોજના છે તો સમય તમારા માટે અનુકૂળ બની રહ્યો છે. જમીન સાથેનો વિવાદ ઉકેલાઈ શકે છે.

કન્યા રાશિ

પરિવારમાં માંગલિક કાર્ય થશે. ધાર્મિક કાર્યોની યોજના બની શકે છે. અવિવાહિત લોકો માટે સમય સારો છે. વિવાહની વાત ક્યાંક બની શકે છે. દાન પુણ્યના અવસરમાં હંમેશા આગળ રહેશો.

તુલા રાશિ

તુલા રાશિના લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક ખર્ચામાં વધારો થશે અને સાથે કોઈ પણ વિવાદથી બચવું નહીં તો કોર્ટ કે કચેરીના આંટા મારવા પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે. કોઈની પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં.

વૃશ્વિક રાશિ

આ રાશિના લોકો માટે શુક્રનો ગોચર આ મહિના માટે સારો સાબિત થશે. આ રાશિના લોકોના દામ્પત્ય જીવનમાં મીઠાશ બની રહેશે. વ્યાપારમાં ઉન્નતિ આવશે અને પારિવારિક લોકો સાથેના સંબધો મધુર બનશે. લોકોને તેમની મહેનતનું ફળ મળી રહેશે.

ધન રાશિ

આ રાશિના લોકોને થોડા સચેત રહીને કામ કરવાની જરૂર છે. તેનાથી મિશ્રિત ફળ મળી શકે છે. હેલ્થને લઈને કેટલીક સમસ્યાઓ આવે તો સચેત રહેવાની જરૂર છે. આર્થિક લેન દેનમાં સતર્કતા રાખો. ખર્ચમાં ઘટાડો કરો નહીં તો આર્થિક સંકટ વધારે ઘેરું બની શકે છે.

મકર રાશિ

આ રાશિના લોકોન માટે આ શુક્રનો ગોચર શુભ ફળ આપનારો રહેશે. પતિ પત્નીની વચ્ચે પ્રેમ વધશે. ધાર્મિક કાર્યોમાં તમે આગળ વધીને ભાગ લેશો. શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. પરિવારના સભ્યો અને દોસ્તોના સંબંધો સારા થશે.

કુંભ રાશિ

આ રાશિના લોકોને સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર છે. સમાજમાં તેમનું કદ વધશે અને સાથે પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. સરકારી નોકરીના યોગ બનવાના કારણે પરિવારમાં ખુશી આવશે.

મીન રાશિ

મીન રાશિના લોકોને આ શુક્રના પરિવર્તનના શુભ ફળ મળશે, કેટલીક વાતમાં મિશ્રિત ફળ પણ મળી શકે છે. કોઈ કાર્યને મહેનતથી કરશો તો તેની ક્રેડિટ પમ મળશે. તમારી મહેનતના વખાણ થશે. પારિવારિક જીવનમાં મધુરતા આવી શકશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *