ઇંધણના વધેલા ભાવે જન જીવન ખોરવી નાંખ્યું… તહેવારો કેવી રીતે મનાવવા તેની અવઢવ

મોંઘવારી.. મોંઘવારી.. અને મોંઘવારી.. બજારમાં હાલ એકમાત્ર ચર્ચા છે.. ઓફિસ હોય, ક્લબ હોય, રસ્તો હોય.. કે પછી ઘર.. નવરાત્રિમાં પણ ગરબે ઘૂમતા ખેલૈયાઓ મોંઘવારીના ગરબા ગાઇ રહ્યા છે.. ત્યાં સુધી કે રાજકોટમાં તો મહિલા કોંગ્રેસે ગરબા ગાઇને મોંઘવારીનો વિરોધ વ્યક્ત કર્યો.. જો કે મોંઘવારીનો વિષય એવો છે કે અજાણ્યા સાથે પણ તમે કલાકો સુધી ચર્ચા કરી શકો.. કારણ કે આ માત્ર એક વિષય નહીં પરંતુ કરમની કઠણાઇ છે.. અને હાલ લોકોને ચિંતા એ છે કે આ મોંઘવારીના સમયમાં તહેવારોની ઉજવણી કેવીરીતે કરવી..? કારણ કે અનેક ચીજ વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે..

image source

પેટ્રોલ, ડિઝલ, દૂધ, તેલ સહિતની ચીજવસ્તુમાં થયેલ ભાવ વધારાની અસર લોકોના જનજીવન પર પડી રહી છે.. અને મોંઘવારીના માર ઉપર બેવડો માર મધ્યમ-ગરીબ પરીવારોને મીઠાઈથી પણ દૂર કરી રહ્યો છે.. હાલ મીઠાઈનો ભાવ ૪૮૦થી ૧૨૦૦ રૂપિયાની વચ્ચે છે.. આ વર્ષે માત્ર એકાદ શહેરની વાત કરીએ તો રાજકોટવાસીઓ ઉપર મીઠાઈ ખરીદીમાં રૂા.૩૦ લાખનો અને ફરસાણમાં રૂા.૧૦ લાખનો વધારાનો બોજ પડશે

દશેરાએ મોંઘવારીનો ‘રાવણ’ આ વખતે ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારોના ઘરનું બજેટ ઉપર તરાપ મારનાર છે વિજ્યાદશમીના પર્વની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરતું આ વખતે તહેવારને મોંઘવારીનો બેવડો માર પડયો છે. દૂધ, તેલ, પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારાના કારણે મીઠાઈમાં કિલોએ રૂા.૫૦ અને ફરસાણમાં કિલોએ રૂા. ૪૦નો વધારો કરવામાં આવ્યો છે.

image socure

રાજકોટમાં હોલસેલ મીઠાઈ બનાવનાર ડેરીના સંચાલક જગદીશ અકબરીએ જણાવ્યું હતું કે દૂધ, તેલ, લોટના ભાવમાં વધારો થતા આ વખતે મીઠાઈ મોંઘી બની ગઈ છે દશેરાના તહેવાર ઉપર રાજકોટમાં ૬૦ હજાર કિલો મીઠાઈનું વેંચાણ થાય છે ગત વર્ષે શહેરમાં મીઠાઈના ભાવ ૪૪૦ આસપાસ હતો તેમાં આ વર્ષે રૂા.૪૦-૫૦નો વધારો થયો છે. જયારે ફરસાણનું ૨૫૦૦૦ કિલો આસપાસ વેંચાણ થાય છે વિવિધ કઠોળના ભાવમાં વધારો થતા લોટના ભાવ વધ્યા છે આ વખતે ફરસાણમાં કિલોએ રૂા.૪૦નો વધારો થયો છે.

image socure

અન્ય એક ડેરીના સંચાલક ભરતભાઈના જણાવ્યા પ્રમાણે દશેરાએ સૌથી વધુ મીઠા સાટા અને ઘારીનું વેંચાણ થાય છે ગત વર્ષે મીઠા સાટના ભાવ ૪૦૦થી ૪૩૦ સુધીના હતા તે આ વખતે રૂા.૪૮૦ થઈ ગયા છેે જયારે ઘારીના ભાવ ૯૦૦ રૂપિયા થઈ ગયા છે આમ મીઠાઈમાં આ સાલ ૧૦થી૧૫ ટકા સુધીનો વધારો થયો છે. જયારે ફરસાણમાં ગત વર્ષે ગાઠીયા, ચેવડો, ચવાણુના ભાવ ૨૦૦થી૨૫૦ સુધીનો ભાવ હતો તેમાં હવે રૂા. ૪૦ સુધીનો વધારો થયો છે.

image soucre

આમ દશેરાના તહેવારમાં મીઠાઈના ભાવમાં વધારો થતા ઓણસાલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મીઠાઈ ખાવા નહી પણ જોવા મળશે કરાણે કિલો મીઠાઈના ૫૦૦થી વધુ ભાવ હોવાના કારણે દશેરા પર્વની ઉજવણી કરવી કઠીન બની ગઈ છે તેના કારણે અનેક પરીવારના બજેટ અસ્તવ્યસ્ત બની ગયા છે.

એક દિવસમાં ૮થી ૧૦ કરોડની મીઠાઈ વેચાશે

image socure

દશેરાના તહેવારમાં રાજકોટમાં એક જ દિવસમાં રૂા.૮થી૧૦ કરોડની મીઠાઈનું વેંચાણ થવાનો અંદાજ છે.ચાલુ વર્ષે મીઠાઈના ભાવમાં વધારો થતા આ વર્ષે રાજકોટવાસીઓ ઉપર મીઠાઈ ખરીદીમાં રૂા.૩૦ લાખનો અને ફરસાણમાં રૂા.૧૦ લાખનો વધારાનો બોજ પડનાર હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

કઈ મીઠાઈના કેટલા ભાવ ?

  • મીઠાઈ ભાવ કિલોમાં
  • દુધની મીઠાઈ ૪૦૦થી૫૦૦
  • માવાની મીઠાઈ ૪૦૦થી૫૦૦
  • કાજૂકતરી ૮૪૦થી ૧૦૦૦
  • મીકસમીઠાઈ ૪૮૦થી૬૦૦
  • ઓરેન્જ લાડુ ૫૬૦
  • મહારાજા હલવો ૯૦૦૦
  • ડ્રાયફ્રુટ મીઠાઈ ૧૦૦૦થી ૧૨૦૦