નોકરી શોધતા લોકો માટે ખુશખબર, પેટીએમ મોટા પાયે કરવાનું છે ભરતી ,જાણો મળશે કેટલી સેલેરી

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેંટ સોલ્યૂશન કંપની પેટીએમ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અત્યાર સુધી આ ચર્ચા થઈ રહી હતી તેના આઈપીઓને લઈને પરંતુ હવે કંપની જે કામ કરવા જઈ રહી છે તેને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે. જાણવા મળતી માહતી અનુસાર પેટીએમ જે દેશની સૌથી મોટી ડિજિટલ પેમેંટ સોલ્યૂશન કંપની છે તે હજારો યુવાનોને રોજગારીની તક પુરી પાડશે. કંપનીના જણાવ્યાનુસાર તેઓ આઈપીઓ લોન્ચ પહેલા 20 હજાર જેટલા યુવાનોની ભરતી કરશે.

image source

કંપનીનો કારોબાર વધારવા માટે 20,000 યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સમાચાર નોકરીની શોધ કરતાં લોકો માટે સૌથી મોટા સમાચાર સાબિત થયા છે. ખાસ વાત એ છે કે કંપની અંડરગ્રેજ્યુએટ્સને રોજગારની તક આપી રહી છે. કંપની 20,000થી વધુ ફીલ્ડ સેલ્સ એક્ઝીક્યુટિવની નિયુક્તિ કરવાની યોજના બનાવી રહી છે. પેટીએમ અનુસાર તેમની કંપનીમાં જેની નિયુક્તિ થશે તે વ્યક્તિને દર મહિને 35,000 સાથે કમીશન તરીકે વધુ કમાણી કરવાની તક મળશે.

image source

એફએસઈ પેટીએમના પ્રોડક્ટની શ્રેણીને પ્રોત્સાહન આપવા માટે પેટીએમ ઓલ ઈન વન ક્યુઆર કોડ, પેટીએમ ઓલ ઈન વન પીઓએસ મશીન, પેટીએમ સાઉંડબોક્સ સાથે વોલેટ, યૂપીઆઈ, પેટીએમ, પોસ્ટપેડ, મર્ચેટ લોન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

કોણ કરી શકે નોકરી માટે અરજી ?

image source

આ નોકરી માટે કોઈપણ વ્યક્તિ જે 18 વર્ષથી વધુની વયની હોય તે અરજી કરી શકે છે. તેની અભ્યાસની લાયકાત ધોરણ 10 પાસ, 12 પાસ અને સ્નાતક રાખવામાં આવી છે. એટલે કે કોલેજ ન પણ કરી હોય તેવા લોકોને પણ નોકરી મળી શકે છે. નોકરી કરવા ઈચ્છુક વ્યક્તિ સ્માર્ટફોનથી પેટીએમનો ઉપયોગ કરી અને અરજી કરી શકે છે. તેમની પાસે ટુવ્હીલર હોવું જરૂરી છે. કંપની પેટ્રોલ અને બહાર જવાનો ખર્ચ પણ નોકરી કરનારને આપશે. જરૂરી એ છે કે નોકરી કરનારને સ્થાનીક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

image source

માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના પ્રતિસ્પર્ધી ફોન પે, ગૂગલ પે ને પણ ટક્કર આપવાના પ્લાનિંગમાં છે અને તેને લઈને કંપની બિઝનેસનો વિસ્તાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી ઓક્ટોબર માસમાં કંપની પોતાનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. પેટીએમનો આઈપીઓ 16,600 કરોડ રૂપિયાનો હશે તેવું અનુમાન છે. પેટીએમે ભારતીય પ્રતિભૂતિ તેમજ વિનિમય બોર્ડ એટલે કે સેબી પાસે 15 જુલાઈ આઈપીઓ માટેના દસ્તાવેજ જમા કરાવી દીધા છે. તેના પર સપ્ટેમ્બર સુધીમાં સેબીની પ્રતિક્રિયા મળશે ત્યારબાદ આ આઈપીઓ લોન્ચ થશે.