જે કંપનીની વિવિધ દેશોમાં ટોટલ 141 જેટલી પેટા કંપનીઓ છે એના વિશે થયો ઘટસ્ફોટ, આપી રહી છે તમને ધીમું ઝેર

‘આજીનોમોટો કંપનીની વાત કરવામાં આવે તો, આજદિન સુધીમાં ‘આજીનોમોટો’ કંપનીની સ્થપાઈ ચૂકી છે. તેઓ 35 દેશોમાં માલ સપ્લાય કરે છે. ‘આજીનોમોટો’ નો વપરાશ વધારવામાં તેમની વિયેતનામ ખાતેની કંપનીનો મોટો ફાળો છે. અત્યારે આ કંપની ખૂબ મોટા પ્રમાણમા એમ.એસ.જી. નું ઉત્પાદન કરી રહી છે અને એશિયાના ઘણા દેશોમાં લગભગ તમામ ખાણીપીણીની લારીઓથી લઈને મોટાભાગના રેસ્ટોરન્ટ, ધાબાઓ સહિત ફાઇવસ્ટાર હોટેલ્સમાં અને કેટરિંગ સર્વિસમાં પણ ફૂડને ટેસ્ટી બનાવવા માટે આ કેમિકલ વાપરવામાં આવે છે.

મોટેભાગે તેનું ઉત્પાદન શેરડીમાથી થાય એવું તારણ

image source

આ પહેલાં જણાવ્યા મુજબ આ કેમિકલનું રસાયણિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ (એમ.એસ.જી.) છે પરંતુ ભારતમાં આપણે એને કંપનીના નામ ‘આજીનોમોટો’ થી જ ઓળખીએ છીએ. પરંતુ આ ‘આજીનોમોટો’ નું ઉત્પાદન વિવાદાસ્પદ છે. મોટેભાગે તેનું ઉત્પાદન શેરડીમાથી થતું હોવાના કેટલાક વિડિઓઝ કંપની કે પેટા કંપનીઓ દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલ છે. તેઓ તો વિડિયોમાં એવું પણ જણાવે છે કે ‘આજીનોમોટો’ નો ખોરાકમાં ઉપયોગ કરવાથી આપનું આરોગ્ય ખૂબ સારું રહે છે. પરંતુ હકીકત કઈક અલગ જ છે. કે જેના વિશે આજે અમે તમને જણાવવાના છીએ અને જે જાણીને તમે ચોંકી જશો.

આ પ્રોડક્ટ વિશેની હકીકત કંઈક એવી છે કે, જ્યારે વીડિયો ઇન્ટરનેટ પર મૂકીને માત્ર આ પ્રોડકટનું વેંચાણ વધારવાનો હેતુ રહેલો છે. હકીકતે ‘આજીનોમોટો’ બનાવવામાં સમુદ્રી વનસ્પતિઓ, માછલી તથા અન્ય પ્રાણીઓના માંસનો ઉપયોગ કરવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ સાંભળવા મળે છે. ટૂંકમાં ‘આજીનોમોટો’ એ શુદ્ધ શાકાહારી મસાલો ન કહી શકાય. મોટાભાગે દરેક રેસ્ટોરન્ટમાં પંજાબી અને ચાઇનિઝ ફૂડને ટેસ્ટી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો પદાર્થ ‘આજીનોમોટો’ અત્યંત હાનિકારક છે. તેને ધીમું ઝેર કહેવામા આવે છે. કારણકે ‘આજીનોમોટો’ ઉપયોગ કરવાથી એક પ્રકારનો ચટાકેદાર સ્વાદ જન્મે છે.

image source

આવું શા માટે કરવામાં આવે છે એના વિશે જો વાત કરવામાં આવે તો આવું કરવાના કારણે ખાણીપીણીના શોખીનોને આવા સ્વાદની લત લાગી જાય છે. વારંવાર બહારનું આવું કેમિકલયુકત ફૂડ ખાવાથી આધાશીશી, માથાનો અસહ્ય દુ:ખાવો, સખત પરસેવો થવો, ચક્કર આવવા જેવા રોગો થઈ શકે છે. આ સિવાય હોજરીમાં ચાંદા પડવા, ગંભીર એસિડિટી થવી, આંતરડાનું કેન્સર જેવી અતિગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. ખટાશ સાથે ‘આજીનોમોટો’ ખાવામાં આવી જાય તો શરીર પર તિવ્ર ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે. મોઢા પર સોજો અને ત્વચા ખેંચાવી જેવી કેટલીક આડઅસરો થઈ શકે છે.

image source

વધારે મળતી વિગત પ્રમાણે વધુ ઉપયોગ ધીમે ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ સમસ્યાઓ, અને આળસનુ પણ કારણ બની શકે છે. તે ઉપરાંત શરદી ખાસી અને થાક પણ મેહસૂસ થાય છે. પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી સામાન્ય આડઅસરો થાય છે. ‘આજીનોમોટો’ તમારા પગની માંસપેશી અને ઘુંટણમાં દુખાવો ઉભો કરે છે. હાડકાને નબળા કરીને શરીરમાથી કેલ્શિયમ ઓછુ કરી નાખે છે. એ સિવાય એક માહિતી એવી પણ છે કે, ‘આજીનોમોટો’ બાળકો માટે ખૂબ જ હાનિકારક છે. તેના લીધે કેટલાય બાળકો માથાના દુખાવાના શિકાર બની રહ્યા છે.

image source

એક ચિસર્સ એવું કહે છે કે, ખોરાકમાં ‘આજીનોમોટો’ નો ઉપયોગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પાડે છે, કેટલાક અભ્યાસો પરથી પૂરવાર થયુ છે કે આવો ખોરાક ખાવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે તે સિવાય બાળકને ભોજન પ્રત્યે અતિસંવેદનશીલ બનાવી શકે છે. ડોક્ટરોના કહેવા મુજબ ‘આજીનોમોટો’ નું વધુ પડતું સેવન નાની ઉંમરે હ્રદયરોગ લાવે છે. ટૂંકમા કહીએ તો સફેદ રંગનો ચમકતો પદાર્થ ‘મૉનોસૉડિયમ ગ્લુટામેટ’ ઍટલે કે ‘આજીનોમોટો’ ઍક સોડીયમ્ ક્ષાર છે. ચાઇનિઝ-પંજાબી વાનગીઑમાં આ પદાર્થ ઍક મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ સ્વાદ વધારવા વાળો પદાર્થ વાસ્તવમાં આપણી સ્વાદગ્રંથીની ક્રીયા ધીમી કરી નાખે છે. જેથી તમને ખોરાકના ખરાબ સ્વાદની ખબર જ ન પડે.

આ લોકો એવી મોનોપોલિ સાથે કામ કરે છે કે, મુળભુત રીતે ખોરાકની નબળી ગુણવત્તા છુપાવવા માટે ‘આજીનોમોટો’ વાપરવામા આવે છે. આવો હલકી ગુણવત્તા ધરાવતો, કેમિકલ વાળો અને માત્ર કહેવાતો ટેસ્ટી ખોરાક ખાઈને આપણા આરોગ્યને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છીએ. જાણીને નવાઈ લાગશે કે હમણાં નજીકના ભૂતકાળમા એક જાગૃત નાગરિક દ્વારા ‘આજીનોમોટો’ ના ઉપયોગ સબંધી તપાસ કરાતા અમદાવાદનાં જે-તે સમયના ફૂડ ઈન્સ્પેકટરોએ માહિતી આપી શકાય એમ નથી એવું પણ જણાવ્યુ હતું. ત્યારબાદ તેમણે ફૂડ વિભાગમાં આર.ટી.આઈ. મારફતે માહિતી માંગેલ. જેના પ્રત્યુત્તર સ્વરૂપે એવું જાણવા મળ્યું કે ખુદ ફૂડ વિભાગ પાસે પણ પુખ્તા માહિતીનો અભાવ છે.

image source

પરંતુ હવેની પરિસ્થિતીને જોતા એવું લાગી રહ્યું છે કે નાગરિકોએ જ જાગૃત થવું પડશે. ગ્રાહકોને રસોડામાં પ્રતિબંધ ફરમાવતી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું ટાળવું જોઈએ. આરોગ્યતંત્રના દરોડા બાબતે છાશવારે સમાચારોમાં પણ સાંભળવા અને વાંચવા મળે છે. વાસી અને અખાદ્ય ખોરાકનો પુષ્કળ જથ્થો પકડાય છે. જેનો નાશ કર્યાના સમાચારો છ્પાઈ છે પરંતુ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં આવા રેસ્ટોરન્ટને કાયમ માટે સીલ માર્યાના સમાચારો લગભગ ધ્યાને આવતા નથી. થાય છે એવું કે વારે-તહેવારે કામગીરી બતાવવાના ભાગરૂપે તપાસણી કરવામાં આવે છે અને થોડોઘણો દંડ ભરપાઈ કરાવીને અને સરકારી પધ્ધતિ મુજબ લેવડ-દેવડની પ્રક્રિયાઓ બાદ સંકેલો કરી લેવામાં આવતો હોય છે.

આજીનોમોટો કંપનીની શરૂઆત કંઈક આ રીતે થઈ

image source

વર્ષ 1908 ની આ વાત છે. ડો.કિકુનાઇ ઇકેડી નામના એક વૈજ્ઞાનિક રાતનું ભોજન લઈ રહ્યા હતા. ભોજનમાં સુપનો સ્વાદ આજે એમને કઈક અલગ જ લાગ્યો. વૈજ્ઞાનિક હોવાથી એમને આ બાબતે થોડું આગળ જાણવાની ઇચ્છા થઈ આવતા થોડી તપાસના અંતે તેમને જાણવા મળ્યું કે એક સામુદ્રિક વનસ્પતિના રસમાથી એ સૂપ બનાવવામાં આવેલ. સામાન્ય રીતે આપણા ખોરાકમાં મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદ રહેલા હોય છે. ગળ્યો, ખાટો, કડવો અને ખારો. પરંતુ 1908 પછી ડો.ઇકેડીએ કરેલા સંશોધન બાદ બેઝીક ટેસ્ટમાં એક વધારાનો ટેસ્ટ ઉમેરાયો કે જેને ડો.ઇકેડી દ્વારા ‘ઉમામી’ નામ આપવામાં આવ્યું.

image source

શુદ્ધ ગુજરાતીમાં ‘ઉમામી’ ને આપણે ‘ચટાકેદાર’ તરીકે ઓળખી શકીએ. આમ આ ચોથા પ્રકારનો સ્વાદ કુદરતી નથી પરંતુ લેબોરેટરીમાં કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવેલ છે. ડો.ઇકેડીએ જાપાનમાં પોતાની જ લેબોરેટરીમાં ‘મોનોસોડિયમ ગ્લુટામેટ’ (એમ.એસ.જી.) નામથી એક કેમિકલ બનાવ્યું. રસોડામાં તૈયાર કરેલા ખોરાકમાં જો આ કેમિકલ ખૂબ જ થોડી માત્રામાં પણ ઉમેરવામાં આવે તો પણ બિલકુલ ફીકા લાગતાં ખોરાકનો પણ લ્હેજતદાર સ્વાદ અનુભવાય. તદ્દન નવો જ ટેસ્ટ ડિસ્કવર કરનાર ડો.ઇકેડીએ થોડા વર્ષો પછી સુઝુકી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના માલિક એસ.સુઝુકી સાથે કરાર કરીને તેમને એમ.એસ.જી. ના ઉત્પાદન અને વેંચાણના હકો સોંપ્યા. એસ.સુઝુકીએ મોનોસોડિયમ ગ્લુટામેટનું ઉત્પાદન કરવાના હેતુથી જાપાનના ટોકિયો શહેરમાં ‘આજીનોમોટો’ નામથી એક કંપનીની સ્થાપના કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત