જો કોરોનાથી મૃત્યુ થાય તો આધાર, પાન, પાસપોર્ટ જેવા જરૂરી ડોક્યુમેન્ટનું શું કરવુ જોઇએ, જાણો તમામ જરૂરી માહિતી એક ક્લિકે

કોરોનાથી નિધન બાદ આધાર, પાન, વોટર ID, પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો અહીં…

પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાયવિંગ લાયસન્સ આ તમામ સરકારી ઓળખ પત્ર તરીકે કામ આવે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ આ કાર્ડનું શું થાય છે. મૃતકના કાનૂની ઉત્તરાધિકારીને એ ખબર નથી હોતી કે તેઓને આ કાર્ડ અને ઓફિશિયલ ડોક્યુમેન્ટનું શું કરવું જોઈએ. તેને ક્યાં સુધી રાખવા જોઈએ અને શું તે કાર્ડને પરત આપી શકે છે કેમ?

Aadhaar: આધાર કાર્ડનો ઉપયોગ હવે લગભગ તમામ જરૂરી કામકાજ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેવામાં એક્સપર્ટની સલાહ અનુસાર, આધાર પોતાની પ્રકૃતિથી એક વિશિષ્ટ ઓળખ સંખ્યાના રૂપમાં હોય છે. પણ કાનૂની ઉત્તરાધિકારીઓ કે પરિવારના સભ્યોને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આધારનો દુરઉપયોગ ન થાય. UIDAIની પાસે મૃત વ્યક્તિના આધાર કાર્ડને કેન્સલ કરવાની કોઈ પ્રક્રિયા નથી અને આધાર ડેટા બેઝમાં ધારકની મૃત્યુ અંગે જાણકારીને અપડેટ કરવાનું પણ કોઈ પ્રાવધાન નથી.

Voter ID Card: મતદાતા ઓળખ પત્રના મામલે નિર્વાચક રજિસ્ટ્રેશન નિયમ, 1960 હેઠળ વ્યક્તિના મૃત્યુ થઈ જવા પર તેને કેન્સલ કરવાનું પ્રાવધાન છે. મૃતક વ્યક્તિના કાનૂની ઉત્તરાધિકારીને સ્થાનિક ચુંટણી કાર્યાલયમાં જવું જોઈએ. ચૂંટણી નિયમો હેઠળ એક વિશેષ ફોર્મ એટલે કે ફોર્મ નંબર 7ને ભરવું પડશે અને તેને રદ કરવા માટે મૃત્યુ પ્રમાણપત્રની સાથે જમા કરાવવું પડશે.

PAN: પાન કાર્ડનો ઉપયોગ બેંક, ડીમેટ, ઈન્કમ ટેક્સ વગેરે માટે ફરજિયાત છે. પાન કોઈપણ વ્યક્તિ માટે ત્યાં સુધી જ જરૂરી છે જ્યાં સુધી આ તમામ એકાઉન્ટ બંધ થઈ જતાં નથી, જ્યાં પાનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ITR દાખલ કરવાના મામલે પાનને ત્યાં સુધી રાખવું જોઈએ જ્યાં સુધી આયકર વિભાગ દ્વારા રિટર્ન દાખલ કરવાની પ્રોસેસ કરવામાં આવતી નથી. જ્યારે આયકર વિભાગથી જોડાયેલ તમામ કામ થઈ જાય તો ઉત્તરાધિકારીને એક વખત આયકર વિભાગમાં સંપર્ક કરીને પાન કાર્ડ સરેન્ડર કરી દેવું જોઈએ.

Passport: પાસપોર્ટના સંબંધમાં મૃત્યુ પર સરેન્ડર કે રદ કરવાનું કોઈ પ્રાવધાન નથી. આ ઉપરાંત અધિકારીઓને જાણકારી આપવાની પણ કોઈ પ્રક્રિયા નથી. જો કે એક વખત પાસપોર્ટની સમય સીમા સમાપ્ત થઈ ગયા બાદ તે આપોઆપ જ અમાન્ય થઈ જાય છે. જો કે આ ડોક્યુમેન્ટને મૃત્યુના બાદ ઉત્તરાધિકારીને તેને સંભાળીને રાખવું એક બુદ્ધિમાની ભર્યો નિર્ણય કર્યો છે કેમ કે મૃત્યુ બાદની આવનારી પરિસ્થિતિઓમાં ઓળખ પત્ર તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!