વિમાન પણ નથી પહોંચી શકતું આ નો ફ્લાય ઝોનમાં, જાણો શું છે ચોંકાવનારું કારણ

ફ્રેંચ પાયલટ ડીડીએર ડેલસલાએ જો પ્રયત્ન કરી અને તેઓ હેલીકોપ્ટરને ઉતારી શક્ય તો એની પાછળ કેટલાક વર્ષોની ટ્રેનીંગ અને ઉડાનનો અભ્યાસ સામેલ છે. કેટલાક વર્ષોની પ્લાનિંગ અને એવરેસ્ટના ઋતુગત બદલાવોનો પુરેપુરો અભ્યાસ કર્યા બાદ જ તેઓ સફળ થઈ શક્યા હતા.

image source

આ પ્રશ્ન આપના દિમાગમાં પણ થઈ રહ્યો હશે. દુનિયાના સૌથી ઊંચા પર્વત પર ચઢવાની લોકો મહંત કેમ કરે છે? આમ પણ તો થઈ શકે છે કે, કોઈ વ્યક્તિ આરામથી પ્લેન ઉડાવીને જાય અને માઉન્ટ એવરેસ્ટ પર લેંડ કરી જશે. આ સૌથી સરળ કામ છે, પરંતુ એવું કેમ નથી કરતા? ફ્રાંસની એક વ્યક્તિને છોડી દઈએ તો આજ સુધી આવો પ્રયોગ કોઈએ નથી કર્યો કે, જે વિમાન ઉડાવીને જશે અને સીધો માઉન્ટ એવરેસ્ટ પર ઉતરે.

image source

તા. ૧૪ મે, ૨૦૦૫ના રોજ ફ્રાંસના ટેસ્ટ હેલીકોપ્ટર પાયલટ ડીડીએર ડેલસલા એવા પ્રયત્નો કર્યા હતા. ત્યાર બાદ આજ સુધી કોઈએ આ કામ કરવાનું સાહસ કર્યું નથી કેમ કે, તેમને ખબર છે કે, સફળતાના નામે તેમને કઈ જ મળશે નહી. ફ્રેંચ પાયલટ ડીડીએર ડેલસલાએ જો પ્રયત્ન કર્યા અને તેઓ હેલીકોપ્ટર ઉતારી શક્યા તો એની પાછળ કેટલાક વર્ષોની ટ્રેનીંગ અને ઉડાનનો અભ્યાસ સામેલ છે. કેટલાક વર્ષોની પ્લાનિંગ અને એવરેસ્ટના ઋતુગત ફરફારોનો પૂરો અભ્યાસ કર્યા બાદ જ તેઓ સફળ થઈ શક્યા હતા.

પરિણામ ખુબ જ ભયાનક હોઈ શકે છે.

image source

એક્સપર્ટ જણાવે છે કે, દુનિયાની સૌથી ઉંચી ચોટી સુધી વિમાન નહી ઉડવાની પાછળ કેટલાક કારણો છે. સૌથી મોટું કારણ માઉન્ટ એવરેસ્ટનું ખુબ જ ખરાબ વાતાવરણ છે. તોફાની હવાઓ હંમેશા ચાલે છે અને હવાનું તાપમાન શરીર ગળાવી દે તેવું હોય છે. માઉન્ટ એવરેસ્ટનું તાપમાન ઝીરો કરતા ખુબ જ નીચું ચાલ્યું જાય છે. એવામાં કોઈ વિમાન કે પછી તેનો પાયલટ કેવી રીતે ટકી શકે. લોકો ઇચ્છીને પણ પ્રયત્ન નથી કરતા કે, શું ખબર તેઓ પાછા ફરીને આવશે કે પછી નહી. દુનિયામાં કોર્મશિયલ જેટ ઉડાવનાર મોટા મોટા દિગ્ગજ પાયલટ પણ માઉન્ટ એવરેસ્ટ પર વિમાન લઈ જવાની હિમ્મત નથી કરતા. આ પાયલટસને જાણ હોય છે કે, આટલી ઊંચાઈ અને ખુબ જ ખતરનાક ચોટીઓ સુધી વિમાન ઉડાવવાનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે.

શું છે કારણ?

image source

ટિમ મોર્ગન નામના એક કોર્મશિયલ પાયલટએ ‘ક્વોરા’ પર લખ્યું છે કે, કોઈપણ વિમાન ૪૦ હજાર ફૂટ કરતા ઉપર ઉડાન ભરી શકે છે. આ મુજબ, જોવા જઈએ તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૨૯,૦૩૧.૬૯ ફૂટ છે. એવામાં વિમાન સરળતાથી માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડી શકે છે. પરંતુ એવરેસ્ટ માટે ફ્લાઈટ રૂટ એટલો ખતરનાક છે, ઋતુમાં એટલા ઝડપથી ફેરફાર થાય છે, જળવાયું એટલી જ ઘાતક છે કે, ફ્લાઈટને ત્યાં સુધી લઈ જવાનું શક્ય માનવામાં આવતું નથી. જેમ્સ ડુર્ડેન જણાવે છે કે, આ રૂટ પર વિમાન લઈ જવા માટે ટેકનીકલ કુશળતા જોઈએ. આ રૂટ માઉન્ટ એવરેસ્ટના ક્ષેત્રને પાર કરે છે.

પ્લેન ક્રેશ હશે અંતિમ વિકલ્પ.

image source

‘ક્વોરા’ પર ડુર્ડેન લખે છે કે, અચાનક એક એન્જીન ખરાબ થઈ જાય છે તો વિમાન ઝડપથી નીચે આવશે કેમ કે, મોટાભાગના પ્લેન એક એન્જીન પર વધારે ઊંચાઈ સુધી ઉડી શકતા છે નહી. એવામાં વિમાન ૩૦ થી ૪૦ સેકેંડમાં જ ૨૫ હજાર ફૂટ સુધી નીચે આવી જશે. હિમાલયી ક્ષેત્રમાં મોટાભાગની ચોટીઓ ૨૫ હજાર ફૂટ કરતા ઉંચી છે. એવામાં પાયલટને સુરક્ષિત રીતે વિમાનને ઉતારી લેવાની ક્ષમતા હોવી જોઈએ અને એ મુજબ રણનીતિ બનાવવી જોઈએ. એક એન્જીન ખરાબ થઈ જશે તો વિમાન નીચે આવશે અને શક્ય છે કે, તે L888 રૂટથી બહાર થઈ જશે.

image source

એરક્રાફ્ટમાં ૨૦ મીનીટનો ઓક્સિજન હોય છે. જો પ્લેનના કેબિનનું પ્રેશર નીચું ચાલ્યું જશે તો વિમાનને તે ઊંચાઈ પર લઈ જવું પડશે જ્યાં શ્વાસ લેવા લાયક ઓક્સિજન મળી શકે. એને ડ્રીફ્ટ ડાઉન પ્રોસીજર કહે છે. આવું ત્યારે થશે જયારે વિમાનને કોઈ નજીકના પહાડોની ચોટી પર ક્રેશ કરાવવામાં આવે. આ કોઈપણ પ્રકારે યોગ્ય નિર્ણય હોઈ શકે નહી.