ના કરો મોબાઈલ ક્યારેય પણ ૧૦૦ ટકા ચાર્જ નહીતર થઇ શકે છે મોબાઈલમા આ તકલીફ…

મિત્રો, જો તમે પણ ફોનનો વધારે ઉપયોગ કરો છો તો તમારે તમારા ફોનની જિંદગી માટે ઘણી વસ્તુઓની કાળજી પણ લેવી જોઈએ જેથી, તમે તમારો ફોન લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો. સ્માર્ટફોન હવે લોકોની જરૂરિયાતમા જોડાયો છે. ઘણા લોકો છે કે, જેમના મોટાભાગના કામ ફક્ત મોબાઇલ પર જ આધાર રાખે છે.

image source

સ્માર્ટફોનમાં સૌથી પહેલી ફરિયાદ બેટરીથી શરૂ થાય છે, આવી સ્થિતિમાં તમારે બેટરીની વિશેષ કાળજી પણ લેવી જ જોઇએ. તમારા ફોનને ચાર્જ કરવાની ટેવ તમારા ફોનની બેટરીને સૌથી વધુ અસર કરે છે. ઘણા લોકો બેટરી ચાર્જિંગ વિશે જુદા-જુદા મંતવ્ય આપે છે પરંતુ, તેમા ઘણી વસ્તુઓ ખોટી પણ છે. આવી સ્થિતિમા તમારે એ વાત જાણવાની જરૂર છે કે, બેટરી ચાર્જ કરવાની સાચી રીત શું છે? ચાલો જાણીએ ફોનને ચાર્જ કરવાની સાચી રીત શું છે?

image source

તે મોટાભાગના લોકોના રૂટિનમા શામેલ છે કે, તેઓ દિવસ દરમિયાન ફોનનો ઉપયોગ કરે છે અને રાતોરાત ફોન ચાર્જ કરે છે. આ તેમની સૌથી ખરાબ ટેવ છે. બેટરી માટે લાંબા સમય સુધી ફોનને ચાર્જ કરવો તે સારુ નથી. તેથી જ્યારે તમે જાગતા હોવ ત્યારે તે જ સમયે ફોનને ચાર્જ કરવાની આદત કેળવો. જરૂરિયાત કરતા વધારે સમય માટે ક્યારેય ફોનને ચાર્જ ન થવા દો નહીં તો તમારે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

તમે જોયુ હશે અથવા તમે જાતે જ આ કરી રહ્યા છો કે, તમે ફોનને પૂર્ણ ચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. જો તમારે ક્યાક જવુ હોય તો તમે ફોનને ચાર્જ પર રાખો છો અને ફોનને ૧૦૦ ટકા ચાર્જ કરો છો. જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે, આમ કરવુ એ ફોનની બેટરી માટે સારુ નથી. તેથી જ્યારે પણ તમે ફોન ચાર્જ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તે સંપૂર્ણ ૧૦૦ ટકા ચાર્જ કરશો નહી. સંપૂર્ણ ફોન ચાર્જ કરતા થોડો ઓછો ચાર્જ કરવાનો પ્રયાસ કરો. તમારે હમેંશા ૮૦-૮૫ ટકા ફોન ચાર્જ કરવાની આદત કેળવવી જોઈએ.

image source

ફોનને ચાર્જ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે, ફોન ચાર્જ કરતી વખતે તમારે ફોનનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઇએ. આ ઉપરાંત શક્ય બને તો ફોનને હમેંશા બંધ કરીને જ ચાર્જ કરવો જોઈએ. જો તમે આમ કરી શકતા નથી તો ફોન ચાર્જ કરતી વખતે ફોન પર વાત ના કરવાનો પ્રયાસ કરો કે ના તો તે સમયે કોઈ વિડિઓ જોવો કે ના તો મોબાઈલમા કોઈ રમત રમશો. આમ, કરવાથી તમારા ફોનની બેટરીનુ જીવન પણ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત