ઘણા લોકો કહે છે કે દૂધમાં કંઈક ભેળસેળ છે, તમારી શંકા આ સરળ ઉપાયો દ્વારા દૂર કરો.

દરેક ગ્રાહકની ફરિયાદ હોય છે કે તેના દૂધમાં પાણી મિક્સ કરાયું છે. પેક્ડ દૂધમાં કેમિકલ હોય છે. લોકો આશા રાખે છે કે તંત્ર તેની તપાસ કરે. તમે ઇચ્છો તો ફક્ત 20-25 રૂપિયાનો ખર્ચ કરીને જાતે જ જાણી શકો છો. જો તમે તમારા સ્વાસ્થ્ય માટે સજાગ છો અને એક જાગૃત ગ્રાહક છો તો તમે દૂધને ચેક કરી શકો છો. દૂધમાં પાણી મિક્સ કરવાની વાત તો ઘણા લોકો પણ સ્વીકારે છે. તેઓ દૂધ અલગ અલગ ભાવે દૂધ વેચે છે. દૂધને લાંબા સમય સુધી ખરાબ થતું અટકાવવા પેક્ડ દૂધમા કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, આ કેમિકલ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક હોય છે.

image soucre

દૂધમાં યૂરિયા, અમોનિયા, નાઇટ્રેટ ફર્ટિલાઇઝર, શુગર,મીઠું અને સાથે જ ગ્લૂકોઝની મિલાવટ પણ હોય છે. દૂધના પ્રમાણની સાથે જ એસએનએફ અને ફેટ પણ વધે છે. ન્યૂટ્રલાઇઝર એટલે મિક્સ કરાય છે કે દૂધમાં ખટાશ ન આવે. આ સિવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ફોર્માલિન પણ મિક્સ કરાય છે જેથી દૂધ ખરાબ ન થાય. લોટ અને સ્ટાર્ચ મિક્સ કરવાનું કારણ અમોનિયા અને યૂરિયાના કારણે ખરાબ થયેલો ટેસ્ટ સુધારવાનું હોય છે. ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ 3.5 ટકા અને મિલ્ક સોલિડ નોન ફેટનું પ્રમાણ 8.5 ટકા હોવું જોઇએ. ભેંસના દૂધમાં ફેટ 5 ટકા અને મિલ્ક સોલિડ નોન ફેટનું પ્રમાણ 9.5 ટકા હોવું જોઇએ. જો તમારા મનમાં પણ એવી શંકા છે, કે તમારે ઘરે આવતું દૂધ મિલાવટી છે તો તમારી શંકા આ સરળ ઉપાયથી દૂર કરી શકો છો. તો ચાલો આ ઉપાય વિશે વિગતવાર જાણીએ.

ક્યાંક તમે પણ નથી પી રહ્યાને મિલાવટી દૂધ

આ રીતે ચેક કરો દૂધના કેમિકલ

દૂધમાં પાણીની મિલાવટની ખાતરી લેક્ટોમીટરથી કરી શકાય છે. લેક્ટોમીટરને દૂધમાં નાંખો અને સાથે તે 28 ડિગ્રી સુધી તેમાં ડૂબે છે તો સમજજો કે દૂધમાં પાણી મિક્સ કરાયું છે. લેક્ટોમીટર 20-25 રૂપિયામાં ખરીદી શકાય છે.

યૂરિયા

image soucre

બીકરમાં બે મિલિલિટર દૂધ અને બે મિલિલિટર યૂરિયા રિએજંટ નાંખો. પીળો રંગ દેખાય તો દૂધમાં યૂરિયા મિક્સ છે.

અમોનિયા

image soucre

બે મિલિલિટર દૂધ લો. તેમાં બે મિલિલિટર અમોનિયા રિએજંટ મિક્સ કરો. જો રંગ ભૂરો થાય તો દૂધમાં અમોનિયા ફર્ટિલાઇઝર મિક્સ છે.

નાઇટ્રેટ ફર્ટિલાઇઝર

બીકરમાં બે મિલિલિટર દૂધ લો. ટ્યૂબના કિનારે એક મિલિલિટર નાઇટ્રેટ પરીક્ષણ નાંખો. નાઇટ્રેટ ફર્ટિલાઇઝર હશે તો તેનો રંગ ભૂરો થશે.

સ્ટાર્ચ

5 મિલિ દૂધ ઉકાળો. ઠંડુ થાય ત્યારે સ્ટાર્ચ પરિક્ષણ રસાયણના કેટલાક ટીપાં નાંખો. જો દૂધનો રંગ ભૂરો થાય તો સમજજો કે દૂધમાં સ્ટાર્ચ છે.

ખાંડ

image soucre

એક મિલિલિટર દૂધમાં એક મિલિલિટર ખાંડ પરીક્ષણ રસાયણ નાંખો. 3-5 મિનિટ સુધી તેને ઉકળતા પાણીમાં નાંખો. જો દૂધનો રંગ લાલ થાય તો દૂધમાં ખાંડ મિક્સ છે.

ન્યૂટ્રલાઇઝર

પાંચ મિલિલિટર દૂધમાં પાંચ મિલિલિટર ન્યૂટ્રલાઇઝર રિએજંટ -1 અને રિએજંટ -2 મિક્સ કરો. ગુલાબી રંગ થાય તો ન્યૂટ્રલાઇઝર મિક્સ છે.

આ તો તમે જાણ્યું કે નકલી દૂધ કેવી રીતે તપાસવું, હવે જાણો કે આ દૂધ પીવાથી તમને શું નુકસાન થઈ શકે છે.

કિડની ખરાબ થાય છે

image soucre

પાણી મિક્સ કરેલું દૂધ બેસ્વાદ લાગે છે અને સાથે તે સ્વાસ્થ્યને પણ નુકશાન કરે છે. કેમિકલ વાળા દૂધથી કિડની, લિવર અને પેટને નુકશાન થાય છે.