ગરીબીના ઓથાર હેઠળ જીવી રહી છે બિલ ગેટ્સની દીકરી, ભણવા જવું પણ પૈસા નથી, વાંચવાના પણ છે ફાંફાં

વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એવા અમેરિકાના બિલ ગેટ્સ વર્ષ 2011માં બિહારની મુલાકાતે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ માઇક્રોસોફટના સ્થાપક બિલ ગેટ્સ તેની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે પટના નજીક જમસૌત મુસહરી ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારની આ વાત છે. અહીં આવીને તેણે એક વર્ષની બાળકીને તેના ખોળામાં બેસાડી હતી, જેનુ નામ હતુ રાની. તેમના રાની સાથેના ફોટો પણ વાઇરલ થયા હતા. આ અંગે ત્યારે બિલ ગેટ્સે જણાવ્યુ હતુ કે, આ બાળકી તેની દિકરી છે અને તેને ઘણો વ્હાલ કરતા જોવા મળ્યા હતા.

image source

આજ ઘણા સમય પછી આ બાળકીની પરિસ્થિતિ સામે આવતા સૌ નવાઇ પામ્યા છે. આ એક વર્ષની છોકરી રાની હવે 11 વર્ષની થઇ ગઇ છે, પરંતુ આજે પણ ગામની હાલની પરિસ્થિતિને કારણે રાનીનો પરિવાર તેને શાળાએ પણ મોકલી શક્યો નથી. આ બાબતે રાનીના મંતવ્ય જાણવા મળ્યા હતા કે, જ્યારે પણ રાની પાસેથી શાળા વિશે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તે હસતા હસતા જવાબ આપે છે કે, તે ભણવા માંગે છે પરંતુ મજબૂરીને કારણે તે સરખી રીતે વાંચી પણ શકતી નથી.

image source

મળતી માહિતી મુજબ, આજના આધુનિક સમયમાં પણ બિહારના આ મુશારી ગામના મોટાભાગના લોકો અભણ જ છે. આ ગામમાં રહેતા બાળકો માટે એક જ સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર આવેલ છે. ગામના લોકોએ જણાવ્યું હતુ કે, 23 માર્ચ, 2011ના રોજ બિલ ગેટ્સ તેની પત્ની સાથે અહીં આવ્યા હતા અને ત્યારે તેમણે મુશારી ગામનો વિકાસ કરવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ તે દિવસથી બિલ ગેટ્સ તો દુરની વાત છે પણ તેમની સંસ્થાનો કોઈ અધિકારી પણ આ ગામની મુલકાત માટે આવ્યો નથી. મુશારી ગામમાં રહેતા રાનીના પરિવારની જેમ બાકીના પરિવારમાં પણ ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે, મેલિન્ડા ગેટ્સે તે સમયે 1 વર્ષની રાનીને પોતાના ખોળામા બેસાડીને પણ ખવડાવ્યુ હતુ, છતાં આજે રાનીનુ મન હોવા છતા તે હજી પણ સ્કૂલ જઇ શકી નથી.

image source

આ અંગે વધારે મળતી માહિતી મુજબ, બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2010માં બિહાર સરકાર સાથે આરોગ્ય સુધારણા માટે એક કરાર કરવામાં પણ આવ્યો હતો. આ ઘટના બાદ આજ સુધી રાનીનું મુશારી ગામ હજી ઘણી આશા રાખીને તેમના ગામના વિકાસના સપના જોઇ રહ્યુ છે. આજે આ વાતના લગભગ 10 વર્ષ જતા રહ્યા છે. કારણ કે 23 માર્ચ, 2011થી રાની આજ સુધી બિલ ગેટ્સ કે તેમની સંસ્થાના કોઈ અધિકારી આવશે અને તે શાળાએ જઇ શકશે અને પોતના ગામનો વિકાસ જોઇ શકશે તેવી આશામા દિવસો પસાર કરી રહી છે.

image source

૨૦૧૯માં માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ 2 વર્ષ પછી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. નેટવર્થ બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ પ્રમાણે હાલમાં ગેટ્સની કુલ નેટવર્થ 7.89 લાખ કરોડ રૂપિયા એટલે કે 110 અબજ ડોલર થઈ ગઈ હતી. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ 64 વર્ષની ઉંમરે બે વર્ષ પછી ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ઓક્ટોબર 2017માં ગેટ્સને પાછળ પાડનાર જેફ બેજોસ શુક્રવારે બીજા નંબરે આવી ગયા હતા. રિપોર્ટ અનુસાર હાલમાં ગેટ્સની નેટવર્થ 110 અબજ ડોલર (7.89 લાખ કરોડ રૂપિયા) છે જ્યારે બેજોસની નેટવર્થ 109 અબજ ડોલર (7.82 લાખ કરોડ રૂપિયા) છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!