બીટ ના લાડુ – નાના મોટા દરેકને પસંદ આવશે આ હેલ્થી અને યમ્મી લાડુ

બીટ ના લાડુ

બીટ ના ફાયદાઓ તો અગણિત છે પણ બાળકો બીટ ખાવાનું ઓછું પસંદ કરે છે તો તેમના માટે આ લાડુ ની રેસીપી બેસ્ટ છે.જે બાળકો થી માંડી ને મોટાઓ ને પણ પસંદ આવશે.

સામગ્રી:-

  • 4 બીટ
  • 1/2 ચમચી એલચી નો પાવડર
  • 2 ચમચી ઘી
  • 1/2 વાટકી ટોપરનું છીણ
  • 10 નંગ કિસમિસ
  • 1 કપ દૂધ
  • 1 વાટકી ખાંડ

રીત:-

1:- સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકવું.

2:- હવે તેમાં છીણેલું બીટ ઉમેરો.

3:- દૂધ અને એલચી પાવડર ઉમેરી ધીમા તાપે દૂધ બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

4:- કિસમિસ ઉમેરો.

5:- દૂધ સાવ બળી જાય પછી ખાંડ ઉમેરો અને સરસ મિક્સ કરી તેને ઠંડુ કરી તેના નાના લાડુ વાળો અને ટોપરના છીણ માં રગદોળી લો.

રસોઈની રાણી : જ્યોતિ અડવાણી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.