જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે

*તારીખ ૧૬-૧૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- બારસ ૦૮:૦૪ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- રેવતી ૨૦:૧૬ સુધી.
  • *યોગ* :- સિદ્ધિ ૨૫:૪૮ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૧
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૬
  • *ચંદ્ર રાશિ* :- મીન ૨૦:૧૬ સુધી. મેષ
  • *સૂર્ય રાશિ* :-તુલા ૧૩:૦૪ સુધી. વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સંક્રાંતિ પુણ્યકાળ ૧૩:૦૪ સુધી.

*મેષ રાશિ*

અવિચારી ખર્ચ ટાળવા. ગૃહજીવનના કામ હાથ ધરી શકો. મતભેદ થી દૂર રહેવું.થોડી શાંતિ જાળવી લેવી.વ્યવસાયિક કાર્ય સફળ બને.

  • *શુભ રંગ* ગુલાબી
  • *શુભ અંક* ૨

*વૃષભ રાશી*

તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું પડે.વિવાદ ટાળવો.સ્નેહિ મિત્રોનો સહયોગ મળી રહે. મહત્વના કામકાજ સફળ બને.

  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

પારિવારિક સાનુકૂળ સમાચાર મળે.કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો.માનસિક ટેન્શન હળવું થાય.અગત્યની વ્યક્તિ ઉપયોગી બની શકે.

  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

સમસ્યાનું નિવારણ કરવા પ્રયત્નો કરવા.વ્યવસાયિક બાબતનો હલ મળે.નુકસાન ટાળવા પ્રયત્ન કરવા.ભરોસો ભારે પડી શકે. માનસિક ઉદ્વેગ જણાય.

  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

ગૃહજીવનની ગૂંચવણ દૂર થાય. મતભેદો ટાળવા.મનોવ્યથા ચિંતા યથાવત રહે.ધીરજથી ચિંતા હળવી બનતી જણાશે. પરેશાનીનો હલ મળી આવશે.

  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક* :-૯

*કન્યા રાશિ*

વાણી વર્તનમાં સંભાળવું.કૌટુંબિક સમસ્યાઓ હલ કરવી.સફળતા માટે પ્રયત્ન વધારવા.પ્રગતિની તક.સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાશે.

  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*તુલા રાશિ*

સ્વસ્થતા ટકાવવી.લાભની આશા ઠગારી નીવડે.વિવાદ દૂર કરવો. સંયમ જાળવવો.આર્થિક સમસ્યા રહે.ખર્ચ પર કાબૂ રાખવો.

  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

સંતાનની સમસ્યાનું સમાધાન મળતું જણાય. ખોટા ખર્ચ ટાળવા.મહત્ત્વના કામકાજો ધપાવી શકો.

  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બને.ચિંતા હળવી બનતી જણાય.અજંપો દૂર થાય.

  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

કૌટુંબિક સાનુકૂળતા બની રહે. વ્યાવસાયિક સાનુકૂળતા બને. પ્રગતિકારક સંજોગ સર્જાય. સાવધાની/જાગૃતિ રાખવી. પ્રતિકૂળતા દૂર થાય.

  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

ઉઘરાણી આવકના સંજોગ સુધરે.ભાગ્યનો સાથ મળે.લાભની તક.મહત્ત્વની મુલાકાત સંભવ રહે.

  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:-૫

*મીન રાશિ*

સુમેળ ભર્યું વાતાવરણ જણાય. સંતાનના પ્રશ્ને સાનુકૂળતા રહે. ગૃહજીવનના કામ હાથ ધરી શકો. લાભદાયી તક સર્જાય.

  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬