નરગિસનો પહેલો પ્રેમ રાજ કપૂર પોતાને સિગરેટથી દજાડતો હતો, પછી થયા અલગ, સુનિલ સાથેની લવ સ્ટોરી પણ રસપ્રદ

હિન્દી સિનેમાની એક મહાન અભિનેત્રી નરગિસ દત્તે એક પછી એક સુપર હિટ ફિલ્મો આપી છે. તેનું અસલી નામ ફાતિમા રાશિદ હતું. 1 જૂન 1929માં જન્મેલા નરગિસે બાળ કલાકાર તરીકે પાંચ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. નરગિસે પોતાના શાનદાર અભિનયના આધારે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પરંતુ 1957માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં તેણે એક ગરીબ મહિલા રાધાની ભૂમિકા ભજવી હતી જેને પ્રેક્ષકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી હતી. આ સિવાય આ ફિલ્મને ઓસ્કર એવોર્ડમાં પણ પસંદ કરવામાં આવી હતી.

image source

આ પછી 1958માં નરગિસે તેના સહ અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા. નરગીસ જેને પણ ચાહ્યું તેનાં માટે તે સંપૂર્ણ રીતે સમર્પિત રહી. પહેલા તેના જીવનમાં અભિનેતા રાજ કપૂર અને પછી સુનીલ દત્ત હતાં. આજે નરગિસના જન્મદિવસના વિશેષ પ્રસંગે અમે તમને નરગિસ અને સુનીલ દત્તની વિશેષ લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે જ રાજ કપૂર અને નરગિસની અધૂરી લવ સ્ટોરી વિશે પણ વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અભિનેતા રાજ કપૂર અને નરગિસે ‘આવારા’, ‘શ્રી 420’ અને ‘બરસાત’ જેવી લગભગ 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમની જોડીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. રાજ કપૂર પ્રથમ નજરમાં નરગિસના પ્રેમમાં પડી ગયા હતા અને અભિનેત્રી પણ તેમના પ્રેમમાં પડી ગઈ હતી.

image source

આ સમયે સમસ્યા એ હતી કે રાજ કપૂરે લગ્ન કરી લીધા હતા અને તેના બાળકો પણ હતા છતાં રાજ કપૂરે નરગિસને ઘણી વાર કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે. જાણવા મળ્યું છે કે રાજ કપૂર પોતાને સિગારેટથી બાળતો હતો. રાજ કપૂર સાથે નવ વર્ષ લાંબી રિલેશનશિપ પછી નરગિસને લાગવા માંડ્યું કે હવે રાજ તેમની તરફ ધ્યાન આપી રહ્યો નથી અને રાજ કપૂર ન તો તેના લગ્ન તોડી શકે છે અને ન તો તેના પિતા વિરુદ્ધ જઈને લગ્ન કરી શકે છે. આવી સ્થિતિમાં નરગિસે તેની સાથેનો સંબંધ પર વિરામ મુક્યો.

image source

આ પછી જ્યારે રાજ કપૂરે જ્યારે સુનિલ દત્ત સાથે નરગિસના લગ્નના સમાચાર સાંભળ્યા ત્યારે તે સિગારેટથી પોતાને બાળતો હતો કારણ કે હવે જે સ્વપ્ન તેને જોયું તે ક્યારેય પૂરું થઈ શકશે નહી. નરગિસના જીવનચરિત્ર ટીજેએસ જ્યોર્જ લખે છે કે ત્યારથી રાજ કપૂરે ભારે દારૂ પીવાનું શરૂ કર્યું. આ સાથે વાત કરવામાં આવે નરગિસ પહેલી વખત સુનીલ દત્તને મળી તે વિશે તો જાણવા મળ્યું છે કે જ્યારે નરગિસ ટોચની અભિનેત્રીઓમાંની એક હતી અને સુનિલ દત્ત સિલોન રેડિયોમાં રેડિયો જોકી તરીકે કામ કરતો હતો. સુનીલ અને નરગિસની મુલાકાત આ પહેલી વાર હતી.

image source

તે સમયે નરગિસ પણ ત્યાં જ એક ઇન્ટરવ્યુ આપવા માટે આવી હતી. સુનીલ દત્તે જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ કર્યો ત્યારે તે નરગિસને જોઈને એટલો ગભરાઈ ગયો હતો કે તે અભિનેત્રી ને કઈ પૂછી જ શક્યો ન હતો. આ પછી, ‘દો બિઘા જમીન’ ફિલ્મના સેટ પર બંને બીજી વખત મળ્યા. નરગિસ બિમલ રોયને મળવા ત્યાં આવી હતી અને સુનિલ દત્ત ત્યાં કામની શોધમાં પહોંચ્યો હતો. નરગિસને સુનીલને જોવાની છેલ્લી ઘટના યાદ આવી. તે તેને જોઈને હસ્યો અને આગળ વધ્યો. આ પછી સુનિલ દત્તને મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં નરગિસના પુત્રની ભૂમિકા મળી હતી. આ શૂટિંગ દરમિયાન સુનીલ ફરીવાર નરગિસ સામે નર્વસ થતો હતો અને તે એક્ટિંગ પણ કરી શક્યો ન હતો.

image source

આ પછી નરગિસે આ સમય દરમિયાન તેને ખૂબ મદદ કરી જેથી તે સરળતાથી એક્ટિંગ કરી શકે. નરગિસની ઉદારતા સુનીલ દત્તને ખૂબ ગમી ગઈ હતી. ત્યારબાદ એક ઘટના બની જેના કરણે સુનીલ દત્ત અને નરગિસને કાયમ માટે નજીક લાવી. મળતી માહિતી મુજબ બિલીમોર ગામમાં ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ સેટ લાગ્યો હતો. ત્યાં કોઈ સીન કરવા માટે ચારે બાજુ સ્ટ્રો ફેલાવવામાં આવી હતી. આ દ્રશ્યને શૂટ કરવા માટે સ્ટ્રોને આગ ચાંપી દેવામાં આવી હતી અને આગ ચારે તરફ ફેલાઈ ગઈ. નરગિસ આ શૂટિંગ કરતી વખતે આગમાં ફસાઈ ગઈ હતી. આ સમયે સુનિલ દત્તે પોતાનું જીવનું જોખમ લઈને નરગિસને બચાવવા આગમાં કૂદી પડ્યો હતો.

જાણવા મળ્યું છે કે તેણે નરગિસને બચાવી લીધી પરંતુ તે પોતે જ દાઝી ગયો હતો. તે એટલો બળી ગયો હતો કે તે વારંવાર બેહોશ થઈ રહ્યો હતો. તેની હાલત વધારે ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી નરગિસ દરરોજ હોસ્પિટલમાં જઈને તેની સંભાળ લેતી હતી. સુનીલ દત્ત પહેલાથી જ નરગિસને ચાહતો હતો પરંતુ આ ઘટના પછી તેણે નક્કી કર્યું કે તે તેને જીવનસાથી બનાવવા માંગે છે. આ પછી તે નરગિસના આ માટે પ્રપોઝ કરી દીધું અને અભિનેત્રીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. મળતી માહિતી મુજબ બંનેએ માર્ચ 1958માં ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. આ પછી વર્ષ 1959માં બંનેએ ઔપચારિક રીતે લોકોને તેમના લગ્ન વિશે જણાવ્યું અને લગ્નનું રિસેપ્શન પણ આપ્યું હતું.

image source

જાણવા મળ્યું છે કે નરગિસ કેન્સરથી પીડાઈ રહી હતી. તેના આખા શરીરમાં દુખાવો થતો હતો. ડોક્ટરોએ સુનિલ દત્તને નરગિસની લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવાની સલાહ આપી હતી પરંતુ સુનીલ દત્તે આવું કરવાનો ઇનકાર કર્યો હતો. મે 1981માં સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’ રિલીઝ થવાની હતી. નરગિસ તે સમયે ખૂબ બીમાર હતી.પરંતુ તે પુત્રની ફિલ્મ જોવા માટે બેચેન હતી અને સંજુને કહેતી હતી કે તેની તબિયત કેટલી પણ ખરાબ હોય અને જો તેને સ્ટ્રેચર પર રાખવું પડે તો પણ તે આ ફિલ્મ જરૂર જોશે. આ ફિલ્મ 8 મેના રોજ રીલિઝ થવાની હતી પરંતુ નરગિસનું 3 મેના રોજ અવસાન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *