જાણો આ ટોયલેટ વિશે, જેની કિંમત છે રૂ.174 કરોડ રૂપિયા, શું તમને ખબર છે આમાં શું છે ખાસ?

અંદાઝે ૧૭૪ કરોડ રૂપિયાનું ટોયલેટ બનાવવામાં આવ્યું છે, અંતરીક્ષના આ ખાસ ટોયલેટ વિશે જાણવા કલીક કરો

image source

અમેરિકાની અવકાશ એજન્સી નાસા દ્વારા અનેક વર્ષોથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનોમાં એટલે કે ISS પર જુના પ્રકારના ટોયલેટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો કે હવે એમણે એક નવા જ પ્રકારનું ટોયલેટ બનાવ્યું છે જેની કિંમત કરોડોમાં છે. આ ટોયલેટમાં એવું તો વળી શું છે, અથવા આટલા રૂપિયામાં તો અને ક ટોયલેટ બનાવી શકાય. જો એવો પ્રશ્ન તમને ઉદભવતો હોય તો અમે એનો જવાબ પણ તમને આપી દઈએ, કે આ ટોયલેટ ખાસ પ્રકારે સ્પેસ સ્ટેશન માટે બનાવવામાં આવ્યું છે. અને આ ટોયલેટની કિંમત ૨૩ મીલીયન ડોલર્સ છે એટલે કે અંદઝીત 174 કરોડ રૂપિયા.

યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ

image source

છેલ્લા ઘણા સમયથી મહિલાઓનું સ્પેસ સ્ટેશનમાં આવવા જવાનું પણ વધી રહ્યું છે. જો કે હાલ સુધી જે ટોયલેટ સ્પેસ સ્ટેશનોમાં લાગેલા હતા એ બધાનું નિર્માણ ખાસ કરીને પુરુષોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું હતું. જો કે હાલના સમયમાં મહિલા એસ્ટ્રોનોટ્સની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને આ નવા પ્રકારનું ટોયલેટ બનાવવામાં આવ્યું છે. કારણ કે જુના પ્રકારના ટોયલેટ મહિલાઓ માટે યોગ્ય ન હતા. જો કે આ ટોયલેટના નિર્માણમાં નાસાને 6 વર્ષનો સમય લાગ્યો છે.

image source

આ પ્રકારના ટોયલેટનો ઉપયોગ સામન રીતે મહિલાઓ અને પુરુષો બંને કરી શકશે. આ નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હવે સ્પેસને લગતા મિશનમાં મહિલાઓને પણ અમુક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો ન પડે. મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવેલા આ ટોયલેટનું નામ નાસાએ યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (UWMS) રાખ્યું છે.

6 વર્ષ અને ૧૭૪ કરોડ રૂપિયાનું રોકાણ

image source

નાસા ઘણા સમયથી આ ટોયલેટ નિર્માણ પર કામ કરી રહ્યું હતું જેમાં અંતે એને સફળતા મળી છે. જો કે આ ટોયલેટ બનાવવામાં નાસાને 6 વર્ષનો સમય લાગ્યો છે અને 174 કરોડ રૂપિયાનો ખર્ચ પણ ઉઠાવવો પડ્યો છે. આ ટોયલેટને નાસા સપ્ટેમ્બર મહિનામાં પોતાના સ્પેસ સ્ટેશનમાં પહોચાડશે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી નાસામાં જે ટોયલેટનો ઉપયોગ થતો હતો તેને માઇક્રોગ્રેવિટી ટોયલેટ કહેવાય છે, જે મળ ખેંચી તેને રિસાઇકલ કરી દેવાનું કામ કરતુ હતું. પણ હવે જે ટોયલેટ મોકલવામાં આવી રહ્યું છે તેમાં ફનન-ફંક્શન સિસ્ટમ પણ હશે, જેથી એસ્ટ્રોનોટ્સ ટોયલેટનો ઉપયોગ સુવીધાપુર્વક રીતે કરી શકશે.

ઓછી જગ્યામાં સરળતાથી આવી જશે

image source

જૂના ટોયલેટની સરખામણીએ નવા ટોયલેટ ઓછી જગ્યાનો ઉપયોગ કરશે. જો કે જુનાના પ્રમાણમાં એનું વજન પણ ઓછુ હશે અને ઉપયોગ પણ સરળ રહેશે. આ સાથે અંતરિક્ષયાત્રીઓને ટોયલેટ પર બેસીને પગ ફસાવવા માટેની જગ્યા પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલાના ટોયલેટમાં યૂરીન અને મળને અલગ કરવું ઘણું જટિલ હતું તેમજ એની રિસાઇકલ પ્રક્રિયા પણ એટલી જ જટીલ હતી. પણ નવા શોધાયેલા આ ટોયલેટમાં પેશાબ અને મળ બંને અલગ અલગ થઇ જશે તેમજ એની રિસાઇક્લિંગ પણ અલગ અલગ જ હશે.

image source

આપને જણાવી દઈએ કે સ્પેસ સ્ટેશન બાદ આ ટોયલેટનો ઉપયોગ રોકેટ અથવા સ્પેસ ક્રાફ્ટમાં પણ થઇ શકે છે, જેને નાસા વર્ષ 2024માં પોતાના મૂન મિશન માટે મોકલવાનું છે. જો કે આ મુન મિશનનું નામ અર્ટેમિસ મિશન રાખવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત