ઓસ્ટ્રેલિયામાં થઇ રહ્યો છે એક એવો પ્રયોગ, જે છેલ્લા અનેક વર્ષોથી છે દેખરેખ હેઠળ

વૈજ્ઞાનિકો અવાર નવાર પોતાની શોધ કરતા હોય છે જે પૈકી અમુક શોધ સફળ થાય તો અમુક શોધના પ્રયોગ નિષ્ફળ પણ જતા હોય છે.

image source

ટૂંકમાં શોધ કરવા પહેલા પ્રયોગ કરવો અનિવાર્ય છે અને પ્રયોગ કરતા અમુક દિવસો પણ લાગે અને અમુક વર્ષો પણ. આવો જ એક પ્રયોગ ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 93 વર્ષથી કરવામાં આવી રહ્યો છે. જેને દુનિયાનો સૌથી લાંબો સમય ચાલનારો પ્રયોગ ગણવામાં આવે છે અને આ કારણે આ પ્રયોગને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.

image source

આ પ્રયોગનું નામ છે ” પીચ ડ્રોપ ” અને તેની શરૂઆત વર્ષ 1927 માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતે કરવામાં આવી હતી. પ્રયોગ શરુ કરનાર થોમસ પર્નેલ નામક વૈજ્ઞાનિક હતા જે તે સમયે કવિસલેન્ડ યુનિવર્સીટીના ભૌતિકશાસ્ત્રના પ્રથમ પ્રોફેસર પણ હતા. 1 સપ્ટેમ્બર 1948 માં તેમનું મૃત્યુ થયું પણ તેમણે શરુ કરેલો આ પ્રયોગ હજુ ચાલુ છે.

image source

આ પ્રયોગમાં તાર પીચ નામના એક પ્રવાહી પદાર્થને એક ફ્લાસ્કમાં ગોઠવવામાં આવ્યું છે અને તેને ટીપા પડવા માટે મૂકી દેવામાં આવ્યું છે. પીચ અસલમાં એક એવી વસ્તુ છે જે દેખાવમાં સખત દેખાય છે પરંતુ અસલમાં તે એક પ્રકારનું પ્રવાહી છે. અને તે લગભગ કોલતાર જેવો જ ગુણધર્મ ધરાવે છે.

આ પ્રયોગ કરવા પાછળ શોધકર્તાઓનો હેતુ એ જાણવાનો હતો કે આખરે તાર પિચનું એક ટીપું જથ્થાને છોડી નીચે પડતા કેટલો સમય લાગે છે. વ્ર્સષ 1927 થી અત્યારસુધીમાં એટલે કે 93 વર્ષમાં આ પ્રવાહીના માત્ર નવ ટીપા જ નીચે પડ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ નવ ટીપા પડતા હોય એવું કોઈએ નજરે નથી નિહાળ્યું. એક વેળા તો આ ઘટનાને કેદ કરવા વેબ કેમેરો પણ ગોઠવવામાં આવ્યો પરંતુ અણીના સમયે કેમેરો જ ખરાબ થઇ ગયો.

image source

ડિસેમ્બર 1938 માં આ તાર પીચનું પહેલું ટીપું ફ્લાસ્કની નીચે પડ્યું હતું. ત્યાર બાદ બીજું ફેબ્રુઆરી 1947 માં, ત્રીજું એપ્રિલ 1954 માં, ચોથું 1962 માં, પાંચમું ઓગષ્ટ 1970 માં, છઠ્ઠું 1979 માં, સાતમું જુલાઈ 1988 માં, આઠમું નવેમ્બર 2000 માં જયારે નવમું એપ્રિલ 2014 માં પડ્યું હતું. અને ફ્લાસ્કમાં હજુ એટલું તાર પીચ પડ્યું છે કે આ પ્રયોગ હજુ ઓછામાં ઓછો 100 વર્ષ ચાલુ રાખી શકાય.

image source

કવિસલેન્ડ યુનિવર્સીટી સિવાય આયર્લેન્ડની ત્રિનિટી કોલેજમાં પણ આ પ્રકારનો જ એક પ્રયોગ ઓક્ટોબર 1944 માં શરુ કરાયો હતો અને એ પ્રયોગ પણ હજુ ચાલુ છે. તેના તાર પીચનું ટીપું 11 જુલાઈ 2013 માં સાંજે પાંચ વાગ્યે ફ્લાસ્કની નીચે પડ્યું હતું જેને કેમેરામાં પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. અને આ પ્રથમ વખત બનાવ બન્યો હતો કે તાર પીચના ટીપાને નીચે પડતા કેમેરામાં રેકોર્ડ કરાયું હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત