શું તમે જાણો છો નવરાત્રીનો થાય છે આ દિવસથી પ્રારંભ..? વાંચો આ લેખ અને જાણો ઘટ સ્થાપનાની વિધિ…

માતા શક્તિની ઉપાસના માટેનો તહેવાર નવરાત્રિ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. જો કે, નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ, આ તહેવારની સૌથી મોટી ઉજવણી અશ્વિન માસની નવરાત્રિમાં જોવા મળે છે કારણકે, આ સમયે શક્તિની ઉપાસના સાથે વિશેષ રીતે પર્વની પણ ઉજવણી કરવામા આવે છે.

image source

માતા દેવીની મૂર્તિ જુદા-જુદા સ્થળોએ સ્થાપિત થયેલ છે અને તેમનો ભવ્ય શણગાર પણ કરવામા આવેલો હોય છે અને ત્યારબાદ દશેરાના દિવસે માતા પૂરેપૂરી ભકિતમયી થઇ જાય છે અને તેમા ડૂબી જાય છે. આ સાથે જ માતાના આગમનની રાહ આગામી વર્ષે ફરી શરૂ થાય છે.

image soucre

આ વર્ષની નવરાત્રી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ થી શરૂ થઈ રહી છે કે, જે ૧૫ ઓક્ટોબર સુધી ચાલશે. ચૈત્ર નવરાત્રિની જેમ અશ્વિન મહિનાની નવરાત્રિ દરમિયાન પણ ઘરમા ઘટસ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે ઘટ સ્થાપના માટેનો શુભ સમય વહેલી સવારે ૦૬:૧૭ થી ૧૦:૧૧ સુધીનો રહેશે. આ જ સમયે અભિજિત મુહૂર્ત ૧૧:૪૬ થી ૧૨:૩૨ સુધીનો રહેશે. જે લોકો આ નવ દિવસો દરમિયાન ઉપવાસ કરી રહ્યા છે તેમના માટે પરાણાનું મહુરત ૧૫ ઓક્ટોબરના રોજ સાંજે ૦૬:૨૨ વાગ્યા પછી રહેશે.

image source

આ વર્ષે દેવી માતા નવરાત્રીના નવ દિવસોડો લીમાં આવી રહ્યા છે, તે માતા દેવીના નવ સ્વરૂપોને સમર્પિત છે. દરેક દિવસ એક-એક સ્વરૂપ માટે સમર્પિત છે. આ વર્ષે નવરાત્રિ પર માતા દેવી ડોલી પર સવારી કરીને આવી રહ્યા છે. એવું કહેવામા આવી રહ્યુ છે કે, માતાનુ ડોલીમાં સવાર થઈને આવવું ખૂબ જ શુભ છે. ગુરુવાર કે શુક્રવારના રોજ નવરાત્રિ શરૂ થાય છે ત્યારે માતા ડોલી પર સવારી કરવા આવે છે. આ વર્ષે અશ્વિન મહિનાની નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે.

image soucre

આ રીતે ઘટ સ્થાપન માટે માટીના વાસણમાં સાત પ્રકારના અનાજ રાખો. ત્યારબાદ કલશમાં પાણી ભરો અને તેને માટીના વાસણ પર રાખો. ત્યારબાદ ફૂલદાનીની ઉપર પાંદડા મૂકો અને લાલ કપડામાં નાળિયેર બાંધો. ત્યારબાદ ગણપતિબાપાની પૂજા કરો અને કલશની પૂજા કરો અને દેવીનું આહવાન કરો.