આજથી શરુ થતા નવા વર્ષમાં કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ અને કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય..

મેષ રાશિ:

મેષ રાશિના જાતકો માટે આ વર્ષ શનિ દેવ મેષ રાશિના દશમ ભાવમાં વિરાજમાન રહેશે. વર્ષના મધ્યથી અંત સુધી બૃહસ્પતિ ગ્રહનું ગોચર પણ આપની રાશિના અગિયારમા ભાવમાં રહેશે. આ સાથે જ છાયા ગ્રહ રાહુ આપના બીજા ભાવમાં છે તો, ત્યાં જ કેતુ ગ્રહ મેષ રાશિના અષ્ટમ ભાવને પ્રભાવિત કરશે. લાલ ગ્રહ મંગળ વર્ષની શરુઆતમાં આપની જ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આપના લગ્ન ભાવમાં સક્રિય થશે. ભૌતિક સુખોના દેવતા પણ, બીજા મહિનામાં બૃહસ્પતિ ગ્રહની સાથે યુતિ કર્યા પછી, આપને અગિયારમા ભાવમાં પ્રસ્થાન કરી જશે.

એના પરિણામ સ્વરૂપ જ્યાં આપને પોતાના કરિયરમાં સારા ફળોની પ્રાપ્તિ થશે તો ત્યાં જ આપને પોતાના આર્થિક જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં આપને શરુઆતના દિવસોમાં પ્રતિકુળ ફળ પ્રાપ્ત થશે, પરંતુ જાન્યુઆરીથી ફેબ્રુઆરીના મધ્યના સમય, નોકરિયાત જાતકો માટે ખાસ સાવધાની રાખવાની રહેશે કેમ કે, આ સમયમાં આપના કર્મ ભાવના સ્વામી શનિદેવ અસ્ત રહેશે. જો કે, વેપાર કરનાર જાતકો માટે સમય સારો રહેશે. તેમણે પોતાની આવકને વધારવાના અવસર મળશે. આ સાથે જ વિદેશોથી આવક પ્રાપ્ત કરવામાં પણ અપાર સફળતા મળશે.

આની સાથે જ આ વર્ષ, દશમ ભાવમાં રહેલ શનિદેવ અને પ્રથમ ભાવમાં મંગળ ગ્રહના કારણે આપના માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હેરાન કરશે, જેની પર આપનું ઘણો ખર્ચ થશે. ખાસ કરીને સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આપને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે કેમકે, તેમના માટે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ અને નવેમ્બરનો સમય જ્યાં ઘણો અનુકુળ રહેશે, ત્યાં જ ફેબ્રુઆરી, એપ્રિલ, જુન, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડીસેમ્બરનો સમય આપના માટે સતર્કતા રહેવાનો સાબિત થશે.

પારિવારિક જીવનમાં શનિ ગ્રહ અને મંગળ ગ્રહ આપને ઘણા પડકાર આપી શકે છે, જેનાથી આપને પારિવારિક સહયોગ મળવામાં મુશ્કેલી આવશે. જો કે, સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો સમય પારિવારિક જીવન માટે સારું રહેશે. જો આપ વિવાહિત છો તો, આપના માટે શનિ ગ્રહની દ્રષ્ટિ તકલીફોનો સબક બનશે, જેનાથી આપના અને જીવનસાથીની વચ્ચે વિવાદ ઉભો થઈ શકે છે.

સંતાન પક્ષ માટે સમય સારો રહેશે અને તેમણે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે, જેનાથી તેઓ ઉન્નતિ કરવામાં સફળ થશે. જો આપ કોઈને પ્રેમ કરો છો તો આપના માટે નવું વર્ષ ઘણું સારું રહેશે. સંભાવના છે કે, આપ પોતાના પ્રેમી સાથે પ્રેમ વિવાહમાં બંધાશો. સ્વાસ્થ્ય જીવનને જોઈએ તો, તેમાં આપને સામાન્ય રીતે સારા રીનામ મળશે. જો કે, થાક અને નાની- મોટી સમસ્યાઓ બનેલ રહેશે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના જાતકો માટે નવા વર્ષમાં જ શનિ ગ્રહ આપના નવમા ભાવમાં વિરાજમાન રહેશે. આની સાથે જ રાહુ ગ્રહ- કેતુ ગ્રહ ક્રમશ: આપના પ્રથમ અને સપ્તમ ભાવમાં ઉપસ્થિત રહેશે. ત્યાં જ વર્ષની શરુઆતમાં લાલ ગ્રહ મંગળ પણ આપના બારમા ભાવમાં રહેશે. જે તા. ૨ જુનથી ૬ સપ્ટેમ્બરની મધ્યે પોતાનું ગોચર કરતા આપના ત્રીજા અને ચતુર્થ ભાવને પ્રભાવિત કરશે. એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી મધ્ય સપ્ટેમ્બરની દરમિયાન બૃહસ્પતિ ગ્રહનું ગોચર થવાથી આપના ચતુર્થ ભાવ પર ગુરુ ગ્રહની દ્રષ્ટિ રહેશે. આની સાથે જ તા. ૪ મેથી તા. ૨૮ મે દરમિયાન શુક્ર ગ્રહનું ગોચર આપની જ રાશિમાં રહેશે, જેનાથી આપના પ્રથમ ભાવને પ્રભાવિત કરશે. આની સાથે જ સૂર્ય અને બુધ ગ્રહ પણ આ વર્ષે પોતાની ગોચરીય પ્રક્રિયા કરતા, આપની રાશિના અલગ અલગ ભાવોને સક્રિય કરશે જેના લીધે આપને પોતાના કરિયરમાં ભાગ્યનો સાથ મળશે.

આપની પદોન્નતિ અને પ્રગતિ થશે. વેપારી જાતકોને પણ પોતાની મહેનત મુજબ સારા ફળોની પ્રાપ્તિ થશે. જો કે, આર્થિક જીવનમાં પરિણામ થોડા ઓછા સારા પ્રાપ્ત થશે, કેમ કે અ વર્ષ આપને આર્થિક તંગી થઈ શકે છે. જો કે, વચ્ચે વચ્ચે આપના માટે ધન પ્રાપ્તિ અલગ અલગ યોગ નિર્ધારિત થતા રહેશે, જેનો લાભ ઉઠાવીને આપ પોતાની આર્થિક તંગીને દુર કરી શકો છો. ગ્રહોની સ્થિતિ સંકેત કરે છે કે, વિદ્યાર્થીઓ માટે સમય થોડો મહેનત કરવાનો રહેશે.

વર્ષની શરુઆતમાં, શિક્ષામાં સારા ફળ પ્રાપ્ત કરવા માટે ખુબ જ મહેનત કરવી પડશે, પરંતુ ધીરે ધીરે સ્થિતિઓમાં પરિવર્તન જોવા મળશે જેનાથી વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થશે. પ્રવારિક સુખમાં કમી આવશે, પરંતુ પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમ આયોજન થવાથી વાતાવરણ ખુશહાલ જોવા મળશે. આ વર્ષે વૈવાહિક જીવનમાં સાથી સાથે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, જેનાથી પાને માનસિક તણાવ વધશે.

જો આપ કોઈને પ્રેમ કરો છો તો આપના માટે આ સમય સારો છે. આ સમય આપના પ્રેમીને ભરપુર સહયોગ પ્રાપ્ત થવાથી, કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાનો અવસર મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો ચિંતાજનક છે કેમ કે, રાહુ ગ્રહ- કેતુ ગ્રહની ઉપસ્થિતિ આપના સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે છે.

મિથુન રાશિ:

મિથુન રાશિના જાતકો માટે આ વર્ષની શરુઆતમાં આપની રાશિના દશમ ભાવના સ્વામી, બૃહસ્પતિ ગ્રહ વર્ષના પહેલા મહિનામાં આપના અષ્ટમ ભાવમાં વિરાજમાન રહેશે, જ્યાર પછી તેઓ ગોચર કરીને એપ્રિલના મહિનામાં આપના નવમ ભાવને પ્રભાવિત કરશે. શનિદેવ પણ આ પુરા વર્ષ આપના અષ્ટમ ભાવમાં વિરાજમાન રહેવાના છે. ત્યાં જ છાયા ગ્રહ કેતુ અને રાહુ ગ્રહ ક્રમશ: આપના છઠ્ઠા અને બીજા ભાવમાં આખું વર્ષ ઉપસ્થિત રહેશે. મંગળ ગ્રહ પણ તા. ૬ સપ્ટેમ્બરથી તા. ૫ ડીસેમ્બરની વચ્ચે આપના ચતુર્થ અને પંચમ ભાવને સક્રિય કરશે. જયારે વર્ષની શરુઆતમાં સૂર્ય અને બુધ આપના સપ્તમ ભાવથી થતા આપની રાશિના અલગ અલગ ભાવોને આખું વર્ષ પ્રભાવિત કરશે.

આવામાં ગ્રહોની આ સ્થીતીઓના લીધે આપના પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન નોકરિયાત વ્યક્તિઓને પોતાના સહકર્મચારીઓની મદદ નહી મળવાથી મુશ્કેલી થશે, જેનાથી તેમની પદોન્નતિ તો થશે, પરંતુ એના માટે થોડીક રાહ જોવી પડશે. વેપારી વ્યક્તિઓ માટે સમય સારો રહેશે. પરંતુ કોઇપણ મોટી લેવડ-દેવડ કરતા સમયે ખાસ સાવધાની રાખવી.

આર્થિક જીવનમાં વર્ષની શરુઆત ઘણી સારી રહેશે વચ્ચે વચ્ચે આપને કેટલીક નિરાશા પ્રાપ્ત થઈ શકે છે કેમ કે, આપને ધનની હાનિ થવાના યોગ બનતા જોવામ્લી રહ્યા છે. વિદ્યાર્થીઓને આ વર્ષ મહેનત અને પ્રયત્નો પછી જ સફળતા મળશે. આવામાં પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા ફક્ત મહેનત કરો. નવા વર્ષમાં આપનું પારિવારિક જીવનમાં ઘરના બધા સભ્યોનો સહયોગ મળશે. જો આપ વિવાહિત છો તો જીવનસાથી અને આપની વચ્ચે પોતપોતાની વાતોને લઈને અભિમાનના ટકરાવ થશે. સંતાન તરફથી મિશ્રિત પરિણામ મળશે પરંતુ પ્રેમી જાતકોના જીવનમાં આ વર્ષે કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ચિંતાજનક છે એવામાં આપને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાની રાખવી.

કર્ક રાશિ:

કર્ક રાશિના જાતકો માટે નવા વર્ષની શરુઆતમાં મંગળ ગ્રહ આપના દશમ ભાવમાં રહેશે. ત્યાર બાદ તે પોતાનું ગોચર કરતા આપના અગિયારમા અને બારમા ભાવમાં થતા આપની જ રાશિમાં વિરાજમાન રહેશે. આની સાથે જ કર્મફળ દાતા શનિ ગ્રહ આપના સપ્તમ ભાવમાં આખું વર્ષ વિરાજમાન રહેતા, આપના ચતુર્થ ભાવમાં દ્રષ્ટિ નાખશે. ત્યાં જ રાહુ-કેતુ પણ આખું વર્ષ આ દરમિયાન ક્રમશ: આપના પાંચમા અને અગિયારમા ભાવને સક્રિય કરશે. આની સાથે જ વર્ષની શરુઆતમાં સૂર્ય અને બુધ આપના ષષ્ઠ ભાવમાં પોતાનું ગોચર કરતા, આપના અલગ અલગ ભાવોને પ્રભાવિત કરશે.

આ દરમિયાન શુક્રની ગોચરીય સ્થિતિ પણ આપની રાશિને આ આખા વર્ષ દરમિયાન પ્રભાવિત કરવાની છે. આવામાં આપનું પોતાના કરિયરમાં રફતારથી આગળ વધવાનો અવસર મળશે, જેનાથી આપની પ્રગતિ થશે અને આપની પદોન્નતિ પણ થવાની સંભાવના છે. નવા વર્ષનું રાશિફળ આ સંકેત આપે છે કે, વેપારી જાતકો માટે આ વર્ષ રોકાણ કરવા માટે સૌથી સફળ રહેવાનું છે. આર્થિક જીવનમાં કેટલીક તકલીફો આવશે, પરંતુ આપ પોતાની મહેનતના દમ પર દરેક મુશ્કેલી માંથી નીકળવામાં કારગત થશો.

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છે, આ વર્ષે તેમણે પોતાના દરેક વિષયને સમજવામાં સફળતા મળશે. પારિવારિક જીવનમાં મિશ્રિત પરિણામ મળશે, જેના મુજબ જ્યાં એક બાજુ આપને પરિવારનો સહયોગ મળશે તો ત્યાં બીજી બાજુ આપના કોઈ નિર્ણયના લીધે પરિવારના સભ્યો આપની વિરુદ્ધ ઉભા જોવા મળશે.

પરણિત જાતકો માટે પોતાના જીવનસાથી સાથે કોઈ કારણના લીધે ઝઘડો થઈ શકે છે. આ દરમિયાન આપના જીવનસાથી ધર્મ- કર્મના કાર્યમાં વધારે સમય પસાર કરતા જોવા મળશે. દંપત્તિ દામ્પત્ય જીવનમાં સ્થિતિઓ સારી જોઈ શકશે નહી, ત્યાં જ જો આપ કોઈને પ્રેમ કરો છો તો આપના માટે આ વર્ષ ઘણું સારું રહેવાનું છે. સ્વાસ્થ્યની બાબતમાં આપને કેટલીક સાવધાનીઓ રાખવાની સલાહ આપવામાં આવી છે.

સિંહ રાશિ:

સિંહ રાશિના જાતકોને આ આખું વર્ષ છાયા ગ્રહ રાહુ- કેતુ ક્રમશ: આપના દશમાં અને ચોથા ભાવને પ્રભાવિત કરશે. આની સાથે જ શનિ દેવ પણ આખું વર્ષ છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે. શરુઆતમાં શનિ દેવ બૃહસ્પતિની સાથે આપના છઠ્ઠા ભાવમાં હોવાથી એક અનોખી યુતિનું નિર્માણ કરશે. આ દરમિયાન મંગળ ગ્રહ આપના નવમા ભાવમાં હોવાથી, આપને ભાગ્યનો સાથ આપશે અને પછી એપ્રિલથી જુલાઈની વચ્ચે અગિયાર અને બારમા ભાવોમાં પ્રવેશ કરી જશે.

આ દરમિયાન આપને પોતાના કરિયરમાં શત્રુઓથી બચીને રહેવાની આવશ્યકતા છે. જો કે, આપ શત્રુઓ પર ભારે પડશો, જેનાથી બધા કાર્ય પુરા કરવામાં સફળતા મળશે. આર્થિક જીવનમાં ખર્ચ વધશે, જેની અસર આપના આર્થિક જીવન પર પડતા જોવા મળશે. રાશિફળ સંકેત આપી રહ્યું છે કે, વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે પહેલા કરતા વધારે મહેનત કરવાની રહેશે. વિદેશ અભ્યાસ માટે જવાની ઈચ્છા ધરાવતા વિશ્યર્થીઓએ આ વર્ષે ઘણા પ્રયત્ન કર્યા પછી જ સફળતા મળવાની સંભાવના બનશે.

પારિવારિક જીવન પ્રતિકુળ રહેશે, જેનાથી આપના કુટુંબમાં તણાવમાં વધારો થશે. પરણિત જાતકોને પોતાના જીવનસાથીનો સાથ મળશે અને તેઓ પોતાના વ્યવસાયિક જીવનમાં સારું કરવામાં સફળ થશે. દંપત્તિ માટે સંતાનના નબળા સ્વાસ્થ્યથી મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમી વ્યક્તિઓને પોતાના પ્રેમી વ્યક્તિની બેરુખીનો સામનો કરવો પડી શકે છે.

જો આપ અત્યાર સુધી સિંગલ છો તો આપની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આપે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે આ વર્ષે આપને સાવધાન રહેવાનું છે, નહિતર આપને કીડની સંબંધિત કોઈ રોગ થઈ શકે છે.

કન્યા રાશિ:

કન્યા રાશિના જાતકો માટે આ આખું વર્ષ શનિ ગ્રહ આપની રાશિના પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે. આની સાથે જ શરુઆતમાં મંગળ ગ્રહ આપના અષ્ટમ ભાવમાં થતા નવમા અને દશમાં ભાવને પ્રભાવિત કરશે. આ સાથે જ રાહુ અને કેતુ ગ્રહ ક્રમશ: નવમા ભાવમાં અને ત્રીજા ભાવમાં ઉપસ્થિત રહેશે. ગુરુ બૃહસ્પતિ પણ આપની રાશિના પાંચમા ભાવથી થતા આપના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે, અને આપને સૌથી વધારે પ્રભાવિત કરશે.

આવી પરિસ્થિતિ દરમિયાન આપને પોતાના કરિયરમાં ઘણા બધા ઉતાર- ચઢાવ ભરેલ પરિસ્થિતિઓ માંથી પસાર થવાનું રહેશે. આ સમય દરમિયાન નોકરિયાત વર્ગના સ્થાન પરિવર્તન સંભવ છે. તે જાતકો જેઓ વ્યવસાય કરે છે તેમના માટે સમય સારો રહેશે. જો કે, ધંધામાં ભાગીદારી કરી રહેલ જાતકોને દરેક સોદોને સમજી- વિચારીને કરવાની જરૂરિયાત રહેશે. ગ્રહો અને નક્ષત્રોના સંયોગથી આર્થિક જીવનમાં સમસ્યા થઈ શકે છે, પરંતુ રાહુ ગ્રહની શુભ દ્રષ્ટિ આપને શુભ ફળ આપતા ધન કમાવવાના અવસર આપશે.

વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે મહેનત કરવાની રહેશે,ત્યારે આપને મહેનત મુજબ સફળતા પ્રાપ્ત થશે. પરિવારિક જીવનમાં ઘરના સભ્યોનો સહયોગ નહી મળવાના લીધે તણાવમાં વધારો થશે. વિવાહિત જાતકોને જીવનસાથીની મદદથી કાર્યક્ષેત્રમાં ફાયદા મળશે, ત્યાં જ સંતાનને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોની સંભાવના છે. જો આપ અત્યાર સુધી સિંગલ છો તો આપના માટે આ સમય સારો છે, પરંતુ આપ પ્રેમમાં પડેલ જાતક છો તો આપના જીવનમાં આ વર્ષે કેટલાક ખાસ પરિવર્તન આવવાની સંભાવના રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે. આપના સાહસ અને પરાક્રમમાં વધારો થવાથી આપને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી મુશ્કેલી આવશે નહી.

તુલા રાશિ:

તુલા રાશિના જાતકો માટે નવું વર્ષ આપની રાશિમાં અષ્ટમ અને બીજા ભાવમાં ક્રમશ: રાહુ- કેતુની ઉપસ્થિતિ રહેશે. આની સાથે જ શનિ દેવ પણ વર્ષ દરમિયાન આપના ચોથા ભાવમાં વિરાજમાન રહેવાની સાથે જ આપના દશમ ભાવની દ્રષ્ટિ કરશે. મંગળ ગ્રહ શરુઆતમાં આપના સપ્તમ ભાવમાં રહેશે જે પોતાના ગોચર કરતા આપના અષ્ટમ, નવમ અને દશમ ભાવને સૌથી વધારે પ્રભાવિત કરશે.

આની સાથે જ શુક્ર, ગુરુ, સૂર્ય અને બુધનું ગોચર પણ આપની રાશિના અલગ અલગ ભાવોમાં આ વર્ષે થવાનું છે, જેના કારણે કરિયરમાં આપને અનુકુળ ફળ પ્રાપ્ત થશે. આપની પ્રગતિ થશે, સાથે જ વેપાર કરી રહેલ જાતકોને કોઈ ગુપ્ત સ્ત્રોતથી ધનલાભ થશે. આર્થિક જીવનમાં ધન પ્રાપ્તિ થશે, જેનાથી આપ ધાર્મિક કાર્યમાં આગળ વધીને પોતાનું ધન ખર્ચ કરશો. નવા વર્ષનું રાશિફળ સંકેત કરે છે કે, વિદ્યાર્થીઓ માટે આ વર્ષના મધ્ય ભાગ સૌથી સારો રહેશે. આ દરમિયાન વિદ્યાર્થી પોતાનું સારું પ્રદર્શન આપવામાં સફળ થશે. પારિવારિક જીવનમાં આપને ઓઈ કારણસર ઘરથી દુર જવું પડી શકે છે.

આવી પરિસ્થિતિમાં આપને ઘરના સભ્યોની ખામી હોવાનો અનુભવ થશે. જો આપ વિવાહિત છો તો આપની અને જીવનસાથીની વચ્ચે પ્રેમનો અભાવ આપને હેરાન કરશે. સંતાન માટે સારો સમય રહેશે. આપ અને આપના જીવનસાથી સંતાનના સારા ભવિષ્ય માટે કોઈ મોટો નિર્ણય લેશો.

જો આપ કોઈને સાચો પ્રેમ કરો છો તો, આ વર્ષ આપના માટે સારું રહેશે. આપના પ્રેમ વિવાહ થવાના યોગ બનતા જોવા મળી રહ્યા છે. જો કે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપને ખાસ સાવધાની રાખવાની આવશ્યકતા છે નહિતર રાહુ- કેતુની દ્રષ્ટિ આપને કોઈ મોટો રોગ આપી શકે છે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિના જાતકો માટે નવા વર્ષમાં શનિ દેવ, આપના ત્રીજા ભાવમાં આખા વર્ષ દરમિયાન વિરાજમાન રહેશે. આ સાથે જ રાહુ- કેતુ પણ આખું વર્ષ આપની રાશિના સપ્તમ અને પ્રથમ ભાવને પ્રભાવિત કરશે. આની સાથે જ મંગળ, શુક્ર, બુધ, ગુરુ બૃહસ્પતિ અને સૂર્ય દેવ પણ આપને નવા વર્ષમાં અલગ અલગ રીતે પ્રભાવિત કરતા જોવા મળશે.

એના લીધે કરિયરમાં આપને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન આપના કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવાની રહેશે. આ સાથે જ વેપાર કરી રહેલ જાતકોને, કોઈ યાત્રાથી લાભ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ અચાનક ખર્ચ વધવાથી આપને મુશ્કેલી આવી શકે છે. પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. એવામાં પોતાની મહેનત શરુ જ રાખવી.

નવા વર્ષનું રાશિફળ એ જ સંકેત કરે છે કે, આ વર્ષે આપને પારિવારિક સુખ મળશે. ત્યાં જ વિવાહિત જાતકોને જીવનસાથીના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આપને સંતાન પક્ષ સારો રહેશે, અને આની સાથે જ સંબંધ સારા થશે. પ્રેમમાં પડેલ જાતકોને એકબીજા પર વધારે વિશ્વાસ બતાવવાની જરૂરિયાત રહેશે, નહિતર સંબંધ તૂટી શકે છે. આપના સ્વાસ્થ્યને જોઈ તો આ વર્ષે આપને અચાનક કોઈ વિશેષ રોગ હેરાન કરી શકે છે.

ધનુ રાશિ:

ધનુ રાશિના જાતકો મુજબ આ નવા વર્ષમાં આખું વર્ષ શનિ ગ્રહ આપના ચોથા ભાવને દ્રષ્ટિ કરતા, આપના બીજા ભાવમાં વિરાજમાન રહેશે. આની સાથે જ છાયા ગ્રહ કેતુ આપના બારમા ભાવમાં અને રાહુ ગ્રહ આપના છઠ્ઠા ભાવને પ્રભાવિત કરશે. શરુઆતમાં ગુરુ બૃહસ્પતિ પણ આપની રાશિના બીજા ભાવમાં થતા, શનિની સાથે યુતિ બનાવશે. મંગળ ગ્રહ આપના પંચમ ભાવ અને છઠ્ઠા ભાવથી થતા એપ્રિલની મધ્યમા રાશિના સપ્તમ ભાવમાં ગોચર કરશે.

એવામાં આ બધા મુખ્ય ગ્રહોની સ્થિતિના લીધે આપને પોતાના કરિયરમાં સહકર્મચારીઓની મદદથી સારા ફળ પ્રાપ્ત થશે. વેપાર કરી રહેલ જાતકો માટે પણ આ વર્ષ સારું રહેશે. તેમને બિઝનેસમાં અપાર સફળતા મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબુત થશે. વિદ્યાર્થીઓને આ વર્ષે અભ્યાસમાં સફળતા મળશે.

આ સાથે જ વિદેશ જઈને અભ્યાસ કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે. પારિવારિક સુખમાં વધારો જોવા મળશે. નાના ભાઈ-બહેન આપને સહયોગ કરતા જોવા મળશે. વિવાહિત વ્યક્તિઓમાં જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી તેમના જીવનમાં તણાવનો વધારો થશે પરંતુ સંતાન પ્રત્યે આ વર્ષે આપે વધારે સાવધાન રહેતા નજર આવશો.

પ્રેમી જાતકો માટે આ વર્ષ ઘણું ભાવુક રહેશે, પરંતુ આપને પ્રિયતમની સાથે કોઈ રોમેન્ટિક યાત્રા કરવાનો અવસર મળશે. જો કે, સ્વાસ્થ્યમાં આપને સામાન્ય કરતા ઓછા સારા ફળ પ્રાપ્ત થશે, એટલા માટે તાવ જેવી નાની- મોટી સમસ્યાઓથી પોતાને બચાવીને રાખો.

મકર રાશિ:

મકર રાશિના જાતકોની રાશિમાં પોતાની રાશિના સ્વામી શનિ જ આપને રાશિમાં આખા વર્ષ દરમિયાન વિરાજમાન રહેશે. આ સાથે જ ગુરુ બૃહસ્પતિ પણ શરુઆતમાં આપની જ રાશિમાં વિરાજમાન રહેતા શનિ ગ્રહ સાથે યુતિ બનાવશે અને પછી આપના બીજા ભાવમાં પ્રસ્થાન કરી જશે. ત્યાં જ રાહુ ગ્રહ આપના પંચમ ભાવમાં અને કેતુ ગ્રહ આપના અગિયારમા ભાવમાં ગોચર કરશે. આ વર્ષે મંગળ ગ્રહ આપના ચોથા ભાવથી થતા આપના અલગ અલગ ભાવોને પ્રભાવિત કરશે. ત્યાં જ જાન્યુઆરીના અંતમાં શુક્ર ગ્રહ પણ ગોચર કરતા આપની જ રાશિમાં વિરાજમાન થઈ જશે.

આવામાં ગ્રહોની આ સ્થિતિના લીધે આપને પોતાના કરિયરમાં, આ વર્ષે મહેનત મુજબ સારા ફળ પ્રાપ્ત થશે. વેપારીઓ માટે પણ આ વર્ષ ખાસ કરીને શુભ રહેવાનું છે. આર્થિક જીવનમાં શરુઆતના મહિનાઓમાં મુશ્કેલી આવશે, પરંતુ પછીથી ધનની આવક થતા આપની આર્થિક તંગીને દુર કરશે. વિદ્યાર્થીઓને સારા ફળોની પ્રાપ્તિ થશે, જેનાથી તેમને પોતાના બધા વિષયને સમજવામાં મદદ મળશે.

નવા વર્ષમાં પારિવારિક જીવનમાં માતાના સ્વાસ્થ્યમાં કષ્ટ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઘરમાં ખુશીનો અબહ્વ જોવા મળશે. વિવાહિત જાતકોની જો વાત કરીએ તો, આપને પોતાના દાંપત્યજીવનમાં નીરસતાનો અનુભવ કરશો. જો કે, પછીથી જીવનસાથીની સાથે ફરવા જવાનો અવસર પ્રાપ્ત થશે. પ્રેમી જાતકોને પોતાના જીવનમાં સૌગાત મળવાના યોગ બનશે. આ સાથે જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ આપના માટે સારું જ રહેવાનું છે.

કુંભ રાશિ:

કુંભ રાશિના જાતકો માટે આ નવા વર્ષમાં આપની રાશિના બારમા ભાવમાં શનિ ગ્રહ વિરાજમાન રહેશે. આની સાથે જ ગુરુ બૃહસ્પતિ પણ, એપ્રિલ સુધી આપની જ રાશિમાં રહેશે અને ત્યાર બાદ આપના બારમા ભાવમાં ગોચર કરતા શનિની સાથે યુતિ બનાવશે. ત્યાં જ રાહુ ગ્રહ આપના ચોથા ભાવમાં અને કેતુ દશમ ભાવને પ્રભાવિત કરશે. શુક્ર ગ્રહ મહિનાની શરુઆતમાં આપના અગિયારમાં ભાવમાં રહેશે અને આપની બધી ઈચ્છાઓને પૂરી કરશે.

એવામાં આપને આ આખા વર્ષ મુખ્ય ગ્રહોના પ્રભાવ મુજબ જ ફળોની પ્રાપ્તિ થશે. કરિયર માટે આ વર્ષ વધારે સારું રહેશે નહી. ખાસ કરીને મધ્ય પછીનો અમય આપના માટે પ્રતિકુળ રહેશે. વેપાર કરનાર જાતકોને કાર્યક્ષેત્ર સાથે સંબંધિત કોઈ યાત્રા પર જવાનો અવસર મળશે. નવા વર્ષના રાશિફળ મુબ આર્થિક જીવનમાં અચાનક વૃદ્ધિ જોવા મ્લાહે, જેના લીધે કેટલાક સમય માટે આર્થિક તંગીનો અનુભવ થશે.

વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, તેમને પોતાની મહેનત મુજબ ફળની પ્રાપ્તિ થશે. ગ્રહોના ગોચરના ફળસ્વરૂપ પારિવારિક જીવનમાં કાર્યની વ્યસ્તતાના લીધે, ઘરના સભ્યોના પ્રેમની અનુભૂતિ ઓછી થશે. જો આપ વિવાહિત છો તો, આપને પોતાના જીવનસાથીની મદદથી લાભ મળશે. સંતાન પક્ષ માટે પણ આ વર્ષ સારું રહેવાનું છે. જો આપ કોઈને પ્રેમ કરો છો તો આ વર્ષે આપના પ્રિયતમ આપના પ્રત્યે ઘણા વધારે રોમાન્ટિક જોવા મળશે. જો કે, આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડાક અંશે નબળું રહી શકે છે. એવામાં ગેસ, એસીડીટી. સાંધામાં દુઃખાવો, શરદી, તાવ જેવી સમસ્યાઓથી પોતાને બચાવો.

મીન રાશિ:

મીન રાશિના જાતકો માટે આ નવું વર્ષ શનિ ગ્રહ આપના અગિયારમા ભાવમાં વિરાજમાન રહેતા આપના પંચમ ભાવ પર દ્રષ્ટિ રાખશે. આની સાથે જ મંગળ દેવ પણ વર્ષની શરુઆતમાં આપના બીજા ભાવમાં રહેશે અને પછી આપના ત્રીજા ભાવમાં અને ચોથા ભાવમાં ગોચર કરી જશે. ત્યાં જ ગુરુ બૃહસ્પતિ આપની રાશિના અગિયારમા ભાવમાં વિરાજમાન રહેશે અને શનિની જેમ પંચમ ભાવને દ્રષ્ટિ આપશે. છાયા ગ્રહ રાહુ આપના ત્રીજા ભાવને તો કેતુ આપના નવમ ભાવને સક્રિય કરશે. એવામાં આપને પોતાના કરિયરમાં સારા ફળોની પ્રાપ્તિ થશે.

આપનું કરિયર આ સમયે રફતારથી આગળ વધતું જોવા મળશે. આ સાથે જ વેપારી જાતકોને પણ પોતાના બિઝનેસને વધારવાનો સારો અવસર મળશે. આર્થિક જીવનમાં આવકના કેટલાક અવસર બનશે, પરંતુ એની સાથે જ આપના ખર્ચાઓમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓને આ વર્ષે પોતાના વિષયોને સમજવામાં ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નવા વર્ષના રાશિફળ મુજબ આપનું પારિવારિક જીવન સારું રહેશે. આપને પોતાના કોઈ પૈતૃક સંપત્તિના લાભ મળશે. વિવાહિત જાતકોના જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે અને એમાં પ્રેમ અને પોતાપણાનો વધારો થશે. સંતાન પક્ષને પણ પોતાના અભ્યાસમાં સારા પ્રદર્શન કરવાના અવસર પ્રાપ્ત થશે.
જો આપ કોઈને પ્રેમ કરો છો તો આપ આ વર્ષે પ્રેમીની સાથે મળીને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. સંભાવના છે કે, પ્રેમીની સાથે આપના પ્રેમ વિવાહ થાય. સ્વાસ્થ્ય માટે આ વર્ષ ખાસ ઉત્તમ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ