જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાયોથી કુંડળીમાં ગુરુની સ્થિતિને કરી દો મજબુત, ખૂબ અસરકારક છે આ ઉપાયો

શાસ્ત્રો અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ ની સ્થિતિ નબળી પડી જાય તો વ્યક્તિ ને અનેક પ્રકાર ની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ કોઈ ને કોઈ દિવસ ભગવાન ને સમર્પિત કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુવાર નો દિવસ ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે. ભગવાન વિષ્ણુ ગુરુ ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં બાર રાશિ ઓને નવ ગ્રહો નો અભ્યાસ કરવામાં આવ્યો છે. દરેક જાતક ની કુંડલી જન્મ તારીખ અને સમય દ્વારા નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કુંડળીમાં ગ્રહો ની સ્થિતિ મનુષ્યના જીવન પર શુભ અને અશુભ અસર કરે છે.

image source

શાસ્ત્રો અનુસાર જો વ્યક્તિ ની કુંડળીમાં ગુરુ ગ્રહ ની સ્થિતિ નબળી પડી જાય તો વ્યક્તિ ને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો ગુરુ કુંડળીના કેન્દ્રમાં બેઠો હોય તો તે જાતકો માં બીજો કોઈ ગ્રહ કંઈ પણ બગાડી શકતો નથી. પરંતુ જેની કુંડળીમાં ગુરુ નબળા છે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશું જેના દ્વારા કુંડળીમાં ગુરૂ ની સ્થિતિ મજબૂત થઈ શકે છે.

ગુરુ ગ્રહની ખામીઓ ઘટાડવાના પગલાં :

જેમની કુંડળીમાં ગુરુ દોષ હોય છે. તે ઘટાડવા માટે, જાતકોએ ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ. આ ઉપરાંત પીળા કપડાં પહેરી ને મીઠું વગર જમવું. ભોજનમાં તમે બેસન, લાડુ કે કેરી જેવી પીળી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

image source

કુંડળીમાં ગુરુ નો પ્રભાવ ન આવે તે માટે ભગવાન વિષ્ણુ ની પ્રતિમા પર પીળા વસ્ત્રો અર્પણ કરો. પૂજા કરતી વખતે ભોગમાં કેસર ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને પીળી વાનગીઓ અર્પણ કરો. સાથે જ પ્રભુ ને નિષ્ઠા પૂર્વક પ્રાર્થના કરો.

ગુરુવારે 108 વખત ‘ઓમબ્રિન બૃહસ્પતે નમઃ ‘ મંત્ર નો જાપ કરો. સાથે જ સોના, હળદર, ચણાની દાળ અને કેરી વગેરે પીળી વસ્તુઓ નું દાન કરો. આ દિવસે ભગવાન શિવને બેસન લાડુનો ભોગ અર્પણ કરો. આ ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરે છે. ગુરુવારે આ પગલાં લેવાથી તમારા જીવનમાં ધન, સંપત્તિ, લગ્ન અને ભાગ્યમાં અવરોધો દૂર થઈ શકે છે.

image source

જો તમે બૃહસ્પતીના દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરો છો, તો તેનાથી બૃહસ્પતી દેવના આશીર્વાદ મળે છે, જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમને આ ઉપાય કરવો લાભદાયક રહેશે, આ ઉપાય કરવાથી શિક્ષણમાં આવી રહેલી તકલીફો દુર થાય છે.

જો તમે રવીવારે વ્રત રાખો છો, અને કેળાના છોડમાં જળ અર્પણ કરો છો, તો તેનાથી વિવાહમાં આવનારી અડચણો દુર થાય છે, કોઈ વ્યક્તિના વિવાહમાં અડચણ ઉભી થઇ રહી છે. તો આ ઉપાય જરૂર કરવો જોઈએ, તેનાથી વિવાહ સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ