વિદેશથી આવતા લોકો માટે કડક કરી દેવાયા નિયમો, સરકાર પણ નવા વેરિટંયને લઈને છે ચિંતામાં

કોરોના વાયરસના નવા વેરિયંટના કારણે દુનિયાભરમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે. ઘણા દેશોમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે. પરંતુ ત્યાં જ ફરીવાર એક નવો વેરિયંટ સામે આવ્યો છે જેના કારણે સરકાર સહિત દરેક વ્યક્તિ ચિંતામાં છે.

image soucre

આ નવો વેરિયંટ સાઉથ આફ્રિકામાં જોવા મળ્યો છે. કહેવાય છે કે આ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તેનું મ્યૂટેશન 30થી વધુ વખત થઈ ચુક્યું છે. આ વેરિયંટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. આ વેરિયંટને લઈને દુનિયાભરના દેશ સતર્ક થયા છે.

ભારત સરકારે પણ બધા જ રાજ્યોને સતર્ક રહેવા જણાવી દીધું છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડના નવા વેરિયંટથી પ્રભાવિત દેશથી આવતા લોકોના સ્ક્રીનિંગના આદેશ આપ્યા છે. ભારત આવતા બધા જ આંતરરાષ્ટ્રીય યાત્રીઓની કોરોનાની તપાસ કરાવવી પડશે.

image soucre

થોડા સમય પહેલા જ વીઝા પર જે પ્રતિબંધો હતા તેમાં છૂટછાટ આપવામાં આવી અને સાથે જ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલમાં પણ છૂટ આપવામાં આવી હતી. તેવામાં તેને લઈને ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. રેપિડ ટેસ્ટિંગ પર પણ પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ વેરિયંટ સતત મ્યૂટેટ થાય છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિકોનું પણ ટેન્શન વધી ગયું છે. 30 થી વધુ વખત મ્યૂટેશન એટલે કે સ્વરૂપ બદવાની વાત ખૂબ જ જોખમી છે. કારણ કે બીજી લહેર સમયે પણ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયંટ આ રીતે જ મ્યૂટેટ થયો હતો અને જીવલેણ સાબિત થયો હતો.

image soucre

સૌથી મોટી ચિંતાની વાત એ છે કે હાલમાં જે વેકસીન આપવામાં આવી છે તે આ વેરિયંટ વિરુદ્ધ કારગર છે કે નહીં તેના પર હજુ રીસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેના પરિણામ આવતા સમય લાગી શક છે. તેવામાં આશંકા છે કે આ વેરિયંટ ત્યાં સુધીમાં કહેર વર્તાવાનું શરુ ન કરી દે.

image soucre

હવે નક્કી કરવામાં આવ્યું છે કે જે દેશોમાં આ વેરિયંટ છે ત્યાંથી આવતા લોકોને કડક સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. આ આફ્રિકન દેશોને એટ રિસ્ક કેટેગરીમાં રાખવાની તૈયારી કરવામાં આવી છે. સાથે જ સરકાર સંપૂર્ણ સતર્કતાથી તેના પર નજર રાખી રહી છે.