NCRBના રિપોર્ટમાં થયો ખુલાસો, ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે થાય છે સગીરોનો ઉપયોગ

ગુજરાતમાં દારૃબંધી હોવાની વાત કહેવામાં આવે છે જો કે તેની હકિકત શું છે તે તો બધા જાણે જ છે. પ્રતિબંધ હોવા છતા રાજ્યમાં મોટા પાયે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જો કે હવે સામે આવેલી વિગતો અનુસાર રાજ્યમાં બુટલેગરો દારૃની હેરાફેરી માટે સગીરોનો ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો NCRB (નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો)ના રિપોર્ટમાં થયો છે. જેને લઈને ચકચાર મચી ગઈ છે.

image soucre

નોંધિનય છે કે, પ્રોહીબીશનના 89 અને ડ્રગના એક કેસમાં સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યાનો રિપોર્ટમાં જણાવ્યું છે. જો કે રાજ્યમાં ગુનાઈત પ્રવૃત્તીમાં સગીરોનું પ્રમાણ ઘટયું પણ અન્ય મેટ્રો સીટીની તુલનામાં અમદાવાદ ટોપ પર હોવાનું NCRB ના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.આ ઉપરાંત રાજ્યમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોના કેસનો આંકડો 2020માં ઘટીને 1812 થયો છે. જો કે, ચોંકાવનારી વાત છે કે, રાજ્યમાં ગુનાઈત પ્રવૃતિમાં અમદાવાદી સગીરોનું પ્રમાણ વધ્યું છે જેના પગલે સમગ્ર દેશમાં મેટ્રો સીટીમાં દિલ્હી બાદ અમદાવાદનો નંબર છે.

image source

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચોરીના 400, હત્યાના 66, હત્યાની કોશિશના 66, પ્રોહીબીશનના 89 અને એનડીપીએસના એક કેસમાં સગીરોની સંડોવણી નોંધાઈ સામે આવી છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા 2171 બાળકોમાંથી 2099 બાળકો માતા-પિતાની છત્રછાયામાં રહેતાં હોવા છતાં પણ આવા ગુનાઈત કૃત્યમાં સંડોવાયા હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે ગુનાઈત કૃત્ય આચરી કાયદાના સંઘર્ષમાં આવેલા અભણ કિશોરો કરતાં પ્રાયમરી સુધી કે મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલા સગીરોની સંખ્યા વધુ હોવાની વાત સામે આવી છે.

image socure

નોંધનિય છેકે, ગુજરાતમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોનો આંકડો 2018માં 2040, 2019માં 2025 હતો. જો 2020માં આ આંકડો ઘટીને 1812નો થયો છે. ચોરી, ઘરફોડ ચોરી, ઘાડ, મહીલાઓ પર હુમલો, હત્યા, હત્યાની કોશિશ, અજાણતા થયેલો સાઅપરાધ મનુષ્યવધ, મારામારી, ઘાકધમકી, તોફાનો, આત્મહત્યા માટે દુષ્પ્રેરણ, દુષ્કર્મ, સૃષ્ટી વિરૃદ્ધનું કૃત્ય જેવા ગંભીર પ્રકારના ગુનામાં ગુજરાતના સગીરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના સગીરોનો નંબર કેટલાક પ્રકારના ગુનાઈત કૃત્યમાં આગળ પડતો હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, હત્યાના મામલામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ ગુજરાતનો નંબર આવે છે.

image source

આ ઉપરાંત આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અને હત્યાની કોશિષ જેવા ગુનાઓના મામલામાં સગીરોની સંડોવણી અંગે ગુજરાતનો દેશમાં પાંચમો ક્રમ છે. જ્યારે તોફાનો અને જાહેર શાંતિના ગુનાના કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો નંબર છે. નોંધનિય છે કે, ગુજરાતમાં 2020માં સગીરો લૂંટના 32, ઘાડના 12, બ્લેકમેઈલીંગ અને ખંડણીના 04, પ્રોર્પટીના 549, પ્રોર્પટી ફ્રોડના 13, ડોક્યુમેન્ટ ફ્રોડના 13, જાહેર સેવક દ્વારા જારી હુકમનો અનાદર 84, પુરઝડપે વાહન હંકારવાના 44, જાહેર રોડ પર અડચણના 22, ધાકધમકીના 142 જેટલા મામલામાં કાયદાના સંઘર્ષમાં આવેલા છે.