સુરતનો પિતા અને પુત્રીનો આ વિડીયો થયો વાઇરલ, પુત્રીએ શીખવાડ્યા પિતાને ટ્રાફિકના નિયમો

માતા-પિતા હંમેશાં પોતાના બાળકોના સારા ઘડતર માટે તેમને અનેક વસ્તુઓ વિશે માહિતી આપીને શીખવતા હોય છે. માતા-પિતા બાળકોના માનસિક વિકાસમાં એક ખુબ જ મોટી ભૂમિકા ભજવે છે. માતાપિતા બાળપણથી જ બાળકોને ઘણી બાબતો વિશે શીખવે છે. રસ્તા પર ચાલવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુઓ. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વાયરલ થયેલો પિતા-પુત્રીનો વિડીયો એક અલગ જ શીખ આપી રહ્યો છે.

જ્યારે નાની છોકરીએ તેના પિતાને સમજાવ્યું :

સુરત સિટી પોલીસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી એક વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ તેની પુત્રીને ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઠપકો આપી રહ્યો હોય છે. તે કહે છે કે, વિચાર્યા વિના નિયમો તોડવાથી અનેકે પ્રકારના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. નિયમો એ દરેક વ્યક્તિની સલામતી માટે છે. હું તારી સાથે કડક નથી એટલે તું વધારે પડતી બગડી રહી છે. આ સમય દરમિયાન યુવતીના પિતા રોંગ સાઇડથી ગાડી ચલાવે છે, જેના પર યુવતી કહે છે કે, હવે તમારી ભૂલ માટે તમને કોણ સજા કરશે.

તમારા બાળકો તમને જોઈને શીખી રહ્યા છે :

જેના પર તેના પિતા કહે છે કે મારો શું વાંક છે, જેના જવાબમાં છોકરી કહે છે કે તમે શોર્ટકટ માટે ખોટી બાજુએ જે ચલાવી રહ્યા છો તે તમારી ભૂલ નથી. તે નિયમોની વિરુદ્ધ નથી. આ શબ્દોએ તેના પિતાને વિચારવા માટે મજબૂર કરે છે.

વીડિયોના અંતે બાળક કહે છે કે, તમારા બાળકો તમને જોઈ રહ્યા છે અને તમારી પાસેથી શીખી રહ્યા છે. આ વીડિયો શેર કરતાં સુરત ટ્રાફિક પોલીસે લખ્યું હતું કે ખોટી દિશામાં વાહન ચલાવવાથી તમને જ નહીં પરંતુ તમારા સાથી નાગરિકોને પણ નુકસાન થાય છે. જ્યારે આપણે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું ત્યારે જ યુવા પેઢી તેનું મહત્વ સમજશે અને ભવિષ્યમાં સલામત ડ્રાઇવર બનશે.