પૈસા વધતા નીતા અંબાણીની ડ્રેસિંગ સ્ટાઇલ બદલાઇ ગઇ, 80-90 દાયકામાં જીવતા હતા સાવ સાદી જીંદગી, જોઇ લો before and after PHOTOS

નીતા અંબાણીના 80 અને 90ના દાયકાના ફોટા થયા વાયરલ, જાણી લો કઈ રીતે થયા હતા મુકેશ અંબાણી સાથે લગ્ન.

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીને કોઈ ઓળખાણની જરૂર નથી. મુકેશ અંબાણી જ નહીં અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ ભારત અને આખી દુનિયામાં એટલા જ જાણીતા છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ઘણી વાર ચર્ચામાં રહે છે.

image source

મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા એટલે કે આ વર્ષે આ અદભુત કપલ તેમની 35 મી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. જો કે આ બંનેના લગ્ન અરેન્જ મેરેજ હતા પણ એ લોકોનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો એ ઘટના ખૂબ જ રસપ્રદ છે.

image source

વાત જાણે એમ હતી કે ધીરૂભાઇ અંબાણીની પત્ની, કોકિલાબેને નીતાને પહેલી વાર એક કાર્યક્રમમાં જોયા જેમાં તેણે કથક નૃત્ય કર્યું હતું. કોકિલાબહેનને તરત નીતા ગમી ગઈ હતી અને તે તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી સાથે તેના લગ્નની કરવા માંગતા હતા.

image source

તે સમયે, ધીરુભાઇ અંબાણીએ પોતાની ઓળખ ભારતના અગ્રણી વ્યવસાયિક ઉદ્યોગપતિ તરીકે પોતાની ઓળખ બનાવી દીધી હતી, જ્યારે નીતા મધ્યમ વર્ગના પરિવારની હતી અને તે શાળાની શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.

image source

ભણાવવા ઉપરાંત નીતાને સંગીત અને ડાન્સ ગમે છે. જ્યારે તે 20 વર્ષની હતી ત્યારે તેણે બિરલા માતોશ્રી ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. જ્યારે નીતા આ કાર્યક્રમ રજૂ કરવાની હતી ત્યારે ધીરુભાઇ અંબાણી અને કોકિલાબેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બંને નીતા અંબાણીને તેમની વહુ બનાવવા માટે સંમત થયા હતા.

image source

બીજા દિવસે ધીરુભાઇ અંબાણીએ નીતા અંબાણીના ઘરે ફોન કર્યો. ફોન નીતાએ જ ઉપાડ્યો હતો. જ્યારે ધીરૂભાઇએ કહ્યું કે ‘હું ધીરુભાઇ અંબાણી છું’, ત્યારે નીતાએ વિચાર્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે અને એટલે જ એમને જવાબ આપ્યો ‘જો તમે ધીરૂભાઇ અંબાણી છો, હું એલિઝાબેથ છું’ અને વાત ત્યાં જ પુરી કરી દેવામાં આવી.

image source

ધીરુભાઈએ ફરી એકવાર ફોન કર્યો અને આ વખતે નીતાના પિતાનો ફોન ઉપાડ્યો. ફોનના સામે છેડે ખરેખર ધીરુભાઇ અંબાણી છે કે નહીં તેની ખાતરી કરવા માટે નીતાના પિતાએ નીતાને ફોન આપ્યો અને સારી રીતે વાત કરવાની સૂચના આપી. ધીરુભાઇએ તેમને તેમની ઓફિસે આવવા માટેનું આમંત્રણ આપ્યું.

image source

તે પછી મુકેશ અને નીતાએ એક બીજા સાથે ઓળખાણ મેળવી અને આખરે 1985 માં લગ્ન કરી લીધાં.રસપ્રદ વાત એ છે કે મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પછી પણ નીતા અંબાણીએ શિક્ષક તરીકેની નોકરી બે વર્ષ સુધી ચાલુ રાખી.

image source

આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી બે પુત્ર અને એક પુત્રીના માતા-પિતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *