ઓનલાઇન કાર ફ્રોડથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી છે આ બાબતો

ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ સેલ્સએ ઘણી સફળતા મેળવી છે. કોરોના મહામારી દરમિયાન લોકો પાસે ગાડી ખરીદવા માટે એક જ વિકલ્પ હતો અને તે ઓન ડિજિટલ. હવે આ રીત લોકોને પસંદ પડવા લાગી છે. ડિજિટલ સેલ્સને પહેલાથી જ સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ ઘણી વખત તમે છેતરપીંડીનો શિકાર પણ થઈ શકો છો. આવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પેમેન્ટ દરમિયાન ફાઇનાન્સિયલ સેફટી બહુ મહત્વની છે.

image soucre

છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કેસો સામે આવ્યા છે જેમાં ઓનલાઇન છેતરપીંડી દ્વારા લોકોને ઠગી લેવામાં આવ્યા હોય. આ બધું ઓટોમોટિવ રિલેટિવ ઇન્કવાયરી દરમિયાન થયું છે અથવા સીધી ઓનલાઇન ખરીદી કરતા સમયે. આવી સ્થિતિમાં OEMs હંમેશા ડિજિટલ સેફટી અને ગ્રાહકોની સિક્યુરિટી પર ધ્યાન આપે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપના માટે 5 જરૂરી ટિપ્સ લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે ઓનલાઇન ફ્રોડથી સુરક્ષિત રહી શકો છો.

સ્કિમ અને ડિસ્કાઉન્ટથી સાવધાન રહો

image soucre

ઘણી વખત એવું થાય છે કે જ્યારે કોઈ સ્કીમ જોઈને આપણે તેના તરફ આકર્ષિત થઈ જઈએ છીએ. પરંતુ આવી સ્કીમ નકલી પણ હોઈ શકે. એટલે ક્યારેય પણ ડિસ્કાઉન્ટ સ્કીમ દ્વારા ફાયદો મેળવવાની લ્હાયમાં ન આવીને ઉતાવળ ન કરવી જોઈએ પરંતુ સ્કીમ વિશે પુરી માહિતી લઈને જ આગળ વધવું જોઈએ.

વેન પોર્ટલની તપાસ કરો

image soucre

કોઈ વેબસાઈટ જો બિલકુલ ક્લીન હોય તો તેનો અર્થ એ નથી કે તે વેબસાઈટ નકલી ન હોય. તમારી ડ્રિમ કારનો ફોટો અને સાથે આપવામાં આવેલી માહિતી જોઈને તમારે એક્સાઇટેડ ન થવું. સૌથી પહેલા વેબસાઈટની URL ચેક કરો આ માટે તમે સોફ્ટવેરનો ઉપયોગ પણ કરી શકો છો. જ્યારે સોશ્યલ મીડિયા પર જઈને કંપનીનું હેન્ડલ પણ ચેક કરી શકો છો.

સ્પામ મેલથી દુર રહો

image soucre

પ્રોમોશનલ ઈમેલને વધુ ક્લિક ન કરવા. હમેશા તેને સ્પામ બોક્સમાં જ રહેવા દો. કારણ કે ઘણી વખત એવું બને છે કે જ્યારે તમારી ક્લિકને કારણે તમે ફિશિંગ એટેકમાં ફસાઈ જાવ છો.

પેમેન્ટ પોર્ટલની તપાસ કરો

image soucre

ઓનલાઇન પેમેન્ટ કરવું એ હવે સામાન્ય બની ચૂક્યું છે. આવી સ્થિતિમાં કાર્ડની માહિતી નાખતા પહેલા દરેક ચીજ ચેક કરો. જો પેમેન્ટમાં કઇંક નકલી જેવું દેખાય તો બ્રાન્ડ પાસે જાવ થવા તેના કસ્ટમર કેર વાળા નંબર પર કોલ કરો. એ સિવાય તમે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ કે નજીકના ડીલર પાસે જઈને તપાસ કરો.

image soucre

તમારો નિર્ણય સમજદારીથી લો. આ પ્રોસેસ ત્યારે બહુ સરળ થઈ જાય છે જ્યારે તમે કોઈ પ્રોડક્ટની તુલના કરો છો. આ માટે સ્ક્રીન પર શું દેખાઈ રહ્યું છે અને સાચું શું છે તેના પર ધ્યાન રાખવું. ઈન્ટરનેટ દ્વારા ભલે આપણું જીવન સરળ બની ગયું હોય પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ઓનલાઇન ફ્રોડનો શિકાર ન થઈ શકો. એટલા માટે હંમેશા સાવધાન રહેવું.