શું તમે જાણો છો દુનિયાભરમાં વપરાય છે આ ચાર રંગના પાસપોર્ટ, દરેકની છે એક અલગ ઓળખ

પાસપોર્ટ વિષે સામાન્ય જ્ઞાન તો લગભગ સૌ કોઈને હોય છે છતાં જો આ લેખ કોઈ નવા નિશાળિયા વાંચી રહ્યા છે તો તેમના માટે જણાવી દઈએ કે પાસપોર્ટ એ કોઈપણ દેશ દ્વારા પોતાના નાગરિકોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર અન્ય દેશોમાં જવા માટે જે – તે દેશના નાગરિક હોવાની ઓળખ આપતો દસ્તાવેજ છે.

image source

જો કોઈ આ દસ્તાવેજ એટલે કે પાસપોર્ટ વિના પોતાના સિવાયના દેશમાં રહે છે તો તે ગુનાહિત કૃત્ય ગણાય છે અને તેની સજા પણ મળી શકે છે. આમ તો વિશ્વના દરેક દેશોના પોતાના અલગ અલગ પાસપોર્ટ હોય છે પરંતુ મુખ્યત્વે ચાર રંગના જ પાસપોર્ટ વૈશ્વિક સ્તરે ચલણમાં છે. આ ચાર રંગો અનુક્રમે લાલ, લીલા, વાદળી અને કાળો છે. વળી, આ રંગોના કારણે જે તે પાસપોર્ટની એક ખાસ ઓળખ પણ હોય છે. તો ચાલો પાસપોર્ટના રંગો વિષે જરા વિસ્તારથી જાણીએ.

લાલ રંગનો પાસપોર્ટ

image source

મોટાભાગના યુરોપીય દેશમાં લાલ રંગના પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આ યુરોપીય દેશોમાં રશિયા, ફ્રાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ, રોમાનિયા એની જર્મનીનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ચીનમાં પણ લાલ રંગના પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અસલમાં, એવું માનવામાં આવે છે કે જે દેશોમાં સામ્યવાદી ઇતિહાસનો ભૂતકાળ છે અને હાલમાં પણ સામ્યવાદી વ્યવસ્થા છે તેવા મોટાભાગના દેશોમાં લાલ રંગના પાસપોર્ટ જ વપરાય છે.

લીલા રંગનો પાસપોર્ટ

image source

ઘણા ખરા મુસ્લિમ દેશોમાં લીલા રંગના પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આ દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, સઉદી અરબ, અને મોરોક્કો જેવા દેશોમાં સમાવેશ થાય છે. આ રંગના એટલે કે લીલા રંગના પાસપોર્ટ પાછળનું એક કારણ એ પણ છે કે મુસ્લિમ દેશોમાં લીલા રંગને પવિત્ર માનવામાં આવે છે જેથી ત્યાં લીલા રંગના જ પાસપોર્ટ હોય છે. મુસ્લિમ દેશો ઉપરાંત અમુક આફ્રિકી દેશો પણ એવા છે જ્યાંની સરકારે પોતાના નાગરિકો માટે લીલા રંગના પાસપોર્ટ બહાર પાડ્યા છે. આ દેશોમાં બુર્કિના ફાંસો, નાઈજીરિયા, નાઈજર અને આઈવરી કોસ્ટ જેવા દેશો શામેલ છે. આ દેશોમાં લીલા રંગને પ્રકૃતિ અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે.

વાદળી રંગનો પાસપોર્ટ

image source

વાદળી રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને તે સિવાય વાદળી રંગને નવી દુનિયાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ માટે ભારત સહીત ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા, અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વાદળી રંગના પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત અફઘાનિસ્તાન અને ફીજી જેવા દેશોમાં આછા વાદળી રંગના પાસપોર્ટને માન્ય ગણવામાં આવે છે. કદાચ તમે નહિ જાણતા હોય કે ભારતમાં નાગરિકો માટેના પાસપોર્ટનો રંગ વાદળી હોય છે જ્યારે રાજનેતાઓના પાસપોર્ટનો રંગ લાલ હોય છે તથા સરકારના ખાસ પ્રતિનિધિના પાસપોર્ટનો રંગ સફેદ હોય છે.

કાળા રંગનો પાસપોર્ટ

image source

મોટાભાગના આફ્રિકી દેશો જેવા કે જામ્બિયા, બોત્સ્વાના, બુરૂંડી, અંગોલા, ગૈબન, કોંગો, મલાવીના પષ્પપોર્ટ કાળા રંગના હોય છે. એ સિવાય ન્યુઝીલેન્ડના નાગરિકો માટે પણ ત્યાંની સરકાર કાળા રંગનો પાસપોર્ટ ઇસ્યુ કરે છે. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડનો રાષ્ટ્રીય રંગ કાળો છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત