દુનિયાના 5 સૌથી ઝેરીલા વૃક્ષો, એક ઝાડનું ફળ તો પાક્યા બાદ થાય છે બ્લાસ્ટ

આમ તો વૃક્ષો અને વનસ્પતિઓ માણસ જાત સિવાય પણ અનેક જીવ-જંતુઓના જીવન માટે જરૂરી અને વાતાવરણને શુદ્ધ રાખનાર છે. પરંતુ શું તમે જાણો છો એક દુનિયામાં અમુક એવા પણ વૃક્ષો અને વનસ્પતિઓ છે જે એટલા ઝેરીલા છે કે તેના કારણે માણસનો જીવ પણ જઈ શકે છે. તો ચાલો આવા જ અમુક વૃક્ષો વિષે જાણીએ.

image source

1). આ વૃક્ષનું નામ ” પોષમવુડ ” છે અને તેની સૌથી નોંધનીય બાબત એ છે કે તેના પર ઉગેલા ફળ પાકી ગયા બાદ એવી રીતે ફાટે છે જાણે કે બૉમ્બ ન ફાટ્યો હોય. ત્યારબાદ ફળમાં રહેલા બીજ 257 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હવામાં ઉડે છે. જો કોઈ માણસ આ બીજની સામે આવી જાય તો તે ગંભીર રીતે ઘાયલ થઇ શકે છે. આ પ્રકારના વૃક્ષો ઉત્તર અને દક્ષિણ અમેરિકા સહીત અમેઝનના વર્ષાવનમાં જોવા મળે છે.

image source

2). ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા જીમપિ સ્ટીંગર ઝાડ તેના કાંટાઓને કારણે જોવામાં તો સુંદર અને મનમોહક લાગે છે પરંતુ તેના કાંટા એટલા જ ખતરનાક પણ છે. અસલમાં તેના કાંટાઓમાં ઝેર હોય છે અને આ ઝેર જો કોઈ માણસના શરીરમાં પ્રવેશે તો તેનું મૃત્યુ પણ થઇ શકે છે.

image source

3). શેરબેરા ઓડોલમ નામના આ વૃક્ષને સુસાઇટ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝાડ મુખ્યત્વે ભારત સહીત એશિયાના અનેક દેશોમાં જોવા મળે છે. આ ઝાડમાં એક ફળ ઉગે છે જે ઝેરીલું હોય છે અને આ
ફળ ખાવાથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે.

image source

4). આ વૃક્ષનું નામ ટેક્સસ બૈક્ક્ટા છે અને તે યુરોપ, આફ્રિકા અને એશિયામાં થાય છે. માત્ર બીજ સિવાય આ વૃક્ષના બધા ભાગમાં ટેક્સીન નામનું ઝેર ભરેલું હોય છે. આ ઝેર પણ માણસ માટે કાતિલ છે અને તેના સેવનથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે.

image source

5). ફ્લોરિડા, કેરેબિયન સમુદ્ર આસપાસ જોવા મળતા ” મેંચેલિન ” નામના વૃક્ષો દુનિયાના સૌથી ઝેરીલા ઝાડ મનાય છે અને તેને આ વિશેષતાને કારણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ ઝાડ પર સાવધાનના બોર્ડ પણ લગાવવામાં આવે છે જેથી લોકો આ ઝાડથી દૂર રહે. અસલમાં આ ઝાડનું ફળ બહુ ઝેરીલું હોય છે અને તેને જો કોઈ માણસ ખાઈ લે તો તેના જીવનું જોખમ ઉભું થઇ શકે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત