Parle-G બિસ્કીટ બનાવતી કંપની વિરુદ્ધ ફરિયાદ, આ કારણે સમગ્ર મામલો વધુ ગૂંચાયો

નાના અને મધ્યમ ઉદ્યોગો પર કેન્દ્રિત બીટુબી બિઝનેસ પ્લેટફોર્મ ઉડાનએ લોકપ્રિય પાર્લે-જી બિસ્કિટ ઉત્પાદક પાર્લે પ્રોડક્ટ્સ સામે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. સંગઠનનો આરોપ છે કે કંપની તેની મજબૂત સ્થિતિનો ખોટો લાભ લઈ રહી છે. તે ઉડાનને તેના પાર્લે-જી બિસ્કિટ જેવા ઉત્પાદનોનો આપવાની ના કહી રહી છે.

image soucre

આ વિશે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરિયાદમાં ઉડાને કહ્યું છે કે પાર્લે કંપની તેના પાર્લે બિસ્કિટ જેવા ઝડપી ઉપડતા ઉત્પાદનોની સપ્લાય કરવાનો ઇનકાર કરીને ગ્લુકોઝ બિસ્કિટમાં તેની મજબૂત સ્થિતિનો ગેરવાજબી લાભ લઈ રહી છે. તે કોઈપણ માન્ય તર્ક વગર પ્લેટફોર્મને પાર્લે-જી બિસ્કિટ સપ્લાય કરવાનો ઇનકાર કરે છે.

image soucre

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉડાનને આ કારણે બજારમાંથી બિસ્કિટ ખરીદવા પડે છે, જે કંપની પાસેથી સીધી પ્રોડક્ટ ખરીદનારા અને વેચનારની સરખામણીમાં સ્પર્ધાને પ્રતિકૂળ અસર કરે છે. પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે કંપનીને આ મામલે અત્યાર સુધી પંચ તરફથી કોઈ નોટિસ મળી નથી..

શું છે ઉડાન ?

image soucre

ઉડાન એક બીટુબી ટ્રેડ માર્કેટ પ્લેસ છે, જે ખાસ કરીને નાના દુકાનદારો, જથ્થાબંધ વેપારીઓ, ફેક્ટરીના લોકોને એકબીજા સાથે જોડે છે. ઉડાનને હાઇવલૂપ ટેકનોલોજી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જે ખાસ કરીને નાના વેપારીઓને આગળ વધારવાનું કામ કરે છે. તે હોલસેલર્સ, વેપારીઓ, રિટેલરો અને ઉત્પાદકોને એક જ પ્લેટફોર્મ પર મોબાઇલ એપ દ્વારા જોડે છે.

900 શહેરોમાં વેપાર

image soucre

ઉડાન ઝડપથી આગળ વધતા વેપારીઓને સામાન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેની સપ્લાય ચેઇન દેશના 50 શહેરોમાં ફેલાયેલી છે. જ્યારે તેનું નેટવર્ક દેશભરના 900 શહેરોમાં સ્થાપિત થયેલ છે જે 12 હજાર પિનકોડને આવરી લે છે. તે ખરીદદારો અને ગ્રાહકોને સમયસર માલ પહોંચાડે છે.

શું છે સીસીઆઈનું કામ ?

image soucre

સીસીઆઈનું કામ એ તપાસવાનું છે કે કોઈ પણ કંપની તેની સ્થિતિ અને કદનો દુરુપયોગ કરી રહી છે કે કેમ. તાજેતરમાં તેણે મારુતિ સુઝુકી ઇન્ડિયાને 200 કરોડનો દંડ ફટકાર્યો છે. મારુતિ પર આરોપ હતો કે તેણે તેના ડીલરોને ડિસ્કાઉન્ટમાં કાર વેચવા માટે દબાણ કર્યું હતું. સીસીઆઈએ તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મારુતિ દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાં કંપનીનું વધુ નિયંત્રણ છે અને કોઈ ડીલરોનું નહીં.