દુનિયાનો સૌથી રહસ્યમય પથ્થર, તોડો તો નીકળે છે લોહી, જાણી લો એ પાછળનું રહસ્ય

અત્યાર સુધી બધા લોકો એ જ માનતા હતા કે પથ્થરની અંદર કોઈ દિલ નથી હોતું. એટલે જ તો કોઈ નિર્દયી વ્યક્તિને લોકો પથ્થર દિલ કહે છે કારણ કે પથ્થરની અંદર કોઈ ઇમોશન નથી હોતા. પણ આ દુનિયામાં એક રહસ્યમય પથ્થર છે જેની અંદરથી ઇજા થવાથી લોહી નીકળે છે. તમને એ વાત જાણીને નવાઈ લાગી રહી હશે પણ આ એકદમ સાચું છે.।

image soucre

જો આ પથ્થર જમીન પર પડી જાય છે તો એના બે ટુકડા થઈ જાય છે અને એમાંથી લોહી વહેવા લાગે છે. આ પથ્થરમાં ઇજા થવાથી લોહી તો વહે જ છે પણ એમાંથી માંસ જેવી કોઈ વસ્તુ પણ નીકળે છે જેને લોકો ખાય છે. હવે એ બજારમાં પણ ખૂબ જ વેચાય છે. આ અનોખો પથ્થર ચીલી અને પેરુના સમુદ્રી તટમાં મોટી સંખ્યામાં મળી આવે છે. આ પથ્થરને જોશો તો પહેલી નજરે આ સામાન્ય પથ્થરની જેમ દેખાય છે. આ પથ્થરને દુનિયા ભરમાં પાયુરા ચીલીયાસિસના નામે ઓળખવામાં આવે છે.

image soucre

પથ્થર જેવો તોડવામાં આવે છે એની અંદરથી લોહી નીકળવા લાગે છે. આ પથ્થર ચટ્ટાનો સાથે હમેશા ચોંટીને રહે છે અને એને પિરિયડ રોક પણ કહે છે. ચોંકાવનારી વાત એ છે કે આ પથ્થરમાં લોહીની સાથે માંસ પણ હોય છે. ઉપરથી આ પથ્થર ખૂબ જ સખત દેખાય છે પણ અંદરથી બિલકુલ નરમ હોય છે.

image soucre

સૌથી મોટી વાત એ છે કે આ એક સમુદ્રી જીવ છે જે બિલકુલ પથ્થરની જેમ જ દેખાય છે. એના તૂટ્યા પછી એમાંથી લોહી વહેવા લાગે છે. આ પથ્થર શ્વાસ પણ લે છે અને ભોજન પણ કરે છે. કુદરતે એને એક અદભુત ક્ષમતા આપી છે. એ એનો પ્રાઇવેટ પાર્ટ પણ બદલી શકે છે. એની મદદથી એ બાળકો પણ પેદા કરે છે.

image soucre

આ પથ્થરમાંથી નીકળતા માંસથી ઘણા પ્રકારના ભોજન અને સલાડ બનાવવામાં આવે છે. સ્થાનીય લોકો આ પથ્થરને કાચો જ ખાય છે. આ પથ્થરની શોધમાં લોકો સમુદ્રના ઊંડાણ સુધી જતા રહે છે. આ પથ્થરના માંસને લોકો ખૂબ જ પસંદ કરે છે. જેના કારણે એની માંગ વધી ગઈ છે.
તેજ ચાકુની મદદથી આ પથ્થરના માંસને લોકો કાઢે છે. લોકોની માંગના કારણે હવે આ બજારમાં ખૂબ વેચાય છે.