હવે તમારા ફોનની સ્ક્રીન તૂટી જાય તો ટેન્શન ન લેશો, આ ટેક્નોલોજીથી જાતે જ થશે રીપેર, તમે પણ કરશો કમાલ

મોબાઈલ ફોનમાં ભાંગતુટ થવી એ કોઈ નવી વાત નથી. લગભગ બધાંબી સાથે આવી ઘટના ઓછામાં ઓછી એકાદ વખત તો બની જ હોય છે. મોબાઈલ ફોનની આ ક્ષતિને રીપેર કરાવવા મોબાઈલ રિપેરરની દુકાને જવું પડે છે. એટલું જ નહીં પણ મોબાઈલ સ્ક્રીનને લગતા સ્પેરપાર્ટ પણ મોંઘા મળતા હોય છે. ટૂંકમાં કહીએ તો મોબાઇલની સ્ક્રીન તૂટવી અને તેને રીપેર કરાવવી એ સરળ કામ તો નથી જ. ત્યારે બે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનોના વૈજ્ઞાનિકોની એક ટીમે એવી શોધ કરી છે કે જેના દ્વારા તમારા મોબાઇલની સ્ક્રીન તૂટી જાય તો તેને બદલવાની જરૂર નહીં રહે અને પૈસા પણ નહિ ખર્ચવા પડે.

image source

જાણો શું છે આ નવી શોધ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (IIT) ખડગપુર અને ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન (IIER) કોલકત્તાના વૈજ્ઞાનિકોનું એક ટીમે તાજેતરમાં જ એક પેપર પ્રકાશિત કર્યું હતું. આ પેપરમાં નવી સેલ્ફ હિલિંગ ક્રિસ્ટલાઈન મટીરીયલ ટેક્નિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ટેક્નિક દ્વારા તૂટેલા ગ્લાસને ફરીથી તેના ઓરિજિનલ ફોર્મમાં લાવી શકાશે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ જીવીત ઉતક અને હાડકામાં ઘા ભરવા માટે છેલ્લા એક દશકાથી અનેક સિન્થેટિક સેલ્ફ હિલિંગ પોલીમર, જેલ અને અન્ય સોફ્ટ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે ક્રિસ્ટલાઈન સામગ્રીમાં આ પ્રકારના રીપેરીંગની નકલ કરવી એક પડકાર સમાન છે અને તેનું કારણ એ છે કે તે બહુ સખત હોય છે.

આ પ્રકારનો છે કોન્સેપ્ટ

image source

પ્રોફેસર સી મલ્લા રેડ્ડીની આગેવાનીમાં કરવામાં આવેલા સંશોધન એ કોન્સેપ્ટ પર આધારિત છે જે મિકેનિકલ ઈંપેક્ટના પ્રોનામ સ્વરૂપ અપૂર્ણિય ક્ષતિ નથી હોતી. ટીમના પોલર અરેન્જમેન્ટ સાથે સોલિડ મટીરીયલ વિકસિત કર્યું. મટીરીયલ પીજોઇલેક્ટ્રિક છે જેનો અર્થ એ છે જે આ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં પરિવર્તિત કરી શકે છે.

સેલ્ફ હિલિંગ ટેક્નિકના છે મોટા ફાયદા

image source

વૈજ્ઞાનિકોએ આ સંશોધનને પ્રેક્ટિકલ રીતે પણ કરી બતાવ્યું. પ્રયોગ દરમિયાન સોયના આકારના ક્રિસ્ટલથી બનેલા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો જે લગભગ 2 mm લાંબો અને 0.2 mm પહોળો હતો. તેમાંથી કેટલાક પોતાની સપાટી વચ્ચે શક્તિશાળી અને આકર્ષક બળના કારણે અરસ પરસ જોડાયેલા હતા. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અસ કોન્સેપ્ટ કોઈ નવો કોન્સેપ્ટ નથી. સેલ્ફ હિલિંગ ટેક્નિકનો મોટો ફાયદો તેની મજબૂતી પણ છે. તે સામાન્ય મટીરીયલની સરખામણીએ 10 ગણું વધુ સખત છે. જો કે એ સ્પષ્ટ નથી કે આપણે બજરમાં આ ટેક્નિકનો ઉપયોગ મોબાઈલમાં ક્યારે જોઈ શકીશું.