વેસ્ટ પ્લાસ્ટિક બોટલોને રિસાયકલ કરી બનાવાયું આ ખાસ વસ્તુ, જાણો તમારા માટે પણ છે બહુ ઉપયોગી

વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક બોટલોને વેનીલા ફ્લેવરમાં વલબદલવા માટે જેનેટિકલી એન્જીનીયર્ડ બેક્ટેરિયાની મદદ લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે પ્લાસ્ટિકની બોટલમાંથી કોઈ મોંઘું કેમિકલ બનાવવામાં આવ્યું હોય. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આવા આકર્ષક ચીજવસ્તુઓમાં બદલવાની રીતો પ્લાસ્ટીક બોટલોની રિસાઈકલિંગ પ્રક્રિયામાં વધારો કરાવશે. આનાથી વિશ્વમાં વધી રહેલા પ્લાસ્ટિકના કચરાના પ્રદુષણ સામે લડવામાં પણ મદદ મળશે. હાલ પ્લાસ્ટિક બોટલોનું મટીરીયલ એક વખત ઉપયોગ કર્યા બાદ તેની 95 ટકા કિંમત ઘટી જાય છે. ત્યારે મોઘુ કેમિકલ બનાવીને તેની સારી એવી કિંમત મેળવી શકાય છે.

image source

ધ ગર્જીયાનમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ પહેલાં બોટલોના પોલીઇથાઈલિન ટેરેફથેલેટ પોલીમરથી બનેલ પ્લાસ્ટિક બોટલોથી મ્યુટેન્ટ એન્જાઇમ બનાવી લીધા હતા. આ પ્લાસ્ટિકને ટેરેફથેલીક એસિડ એટલે કે TA પણ કહેવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકોએ આને વેનેલીનમાં બદલવા માટે બગનો ઉપયોગ કર્યો છે. વેનેલીન કમ્પાઉન્ડની ખુશ્બુ વેનીલા જેવી જ છે અને તેનો સ્વાદ પણ એવો જ છે. વિશ્વભરમાં આ ફ્લેવરની ભારે માંગ છે. 2018 ની વાત કરીએ તો વિશ્વમાં 37,000 ટન વેનીલા ફ્લેવરની માંગ હતી જે પ્રાકૃતિક વેનીલા બીન્સના ઉત્પાદન કરતા ક્યાંય વધુ છે.

79 ટકા TA ને વેનિલીનમાં બદલવામાં આવી

image source

ગ્રીન કેમિસ્ટ્રી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચ પેપર અનુસાર TA ને વેનેલીનમાં બદલવા માટે એન્જીનીયર્ડ ઇ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણે 79 ટકા TA ને વેનેલીનમાં બદલી દીધુ જે ઘણું જ સારું પરિણામ કહી શકાય.

રિસાઈકલિંગમાં પ્રથમ વખત બાયોલોજીકલ સિસ્ટમનો ઉપયોગ

આ શોધ કરનારા વૈજ્ઞાનિકોની ટીમના પ્રમુખ અને એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર જોઆના સેડલર કહે છે કે, આ પ્રથમ વખત છે જે જ્યારે પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરવામાં બાયોલોજિકલ સિસ્ટમનો ઉપયોગ કરીને તેને મોંઘા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલમાં બદલવામાં આવ્યો હોય. આના ઘણા સારા પરિણામો પણ મળી શકે છે.

image source

વિશ્વમાં દર એક મિનિટ વેંચાય છે 10 લાખ બોટલો

વિશ્વભરમાં દર એક મિનિટે લગભગ 10 લાખ પ્લાસ્ટિકની બોટલોનું વેંચાણ કરવામાં આવે છે. પરંતુ તેમાંથી ફક્ત 14 ટકા બોટલોને જ રિસાયકલ કરવામાં આવે છે. હવે રિસાયકલ દ્વારા તેને કપડાં અને ચાદર બનાવવામાં ઉપયોગમાં આવતા પારદર્શી ફાઈબરમાં બદલવામાં આવે છે.

મહાસાગરોમાં બીજું સૌથી મોટું પ્રદુષણ છે પ્લાસ્ટિક બોટલો

તાજેતરમાં જ થયેલી એક રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે વિશ્વના મહાસાગરોમાં બીજું સૌથી મોટું પ્રદૂષણ પ્લાસ્ટિક બોટલોનું છે. જ્યારે સૌથી મોટું પ્રદુષણ પ્લાસ્ટિકની બેગથી થઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!