ખુશખબરી! PM-SYM યોજનામાં મજુરોને દર વર્ષે મળશે ૩૬ હજાર રૂપિયા પેંશન! જાણીશું કેવી રીતે કરી શકાય અપ્લાય?

હવે મજુરોને વૃદ્ધાવસ્થાના ખર્ચ માટે ચિંતા કરવાની જરૂરિયાત રહેશે નહી. ખરેખરમાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM Shram Yogi Mandhan Yojana) અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે એક ઉત્તમ યોજના છે. આ યોજનાની હેઠળ રેકડી- પટરી લગાવનાર, રીક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજૂરો અને આવા પ્રકારના અનેક અન્ય કાર્યોમાં કામ કરી રહેલ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ મજુરોને પોતાની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ મળશે. સરકાર આ યોજના હેઠળ પેંશનની ગેરંટી આપે છે. આ યોજનામાં આપે રોજીંદા ફક્ત ૨ રૂપિયા બચાવીને વાર્ષિક ૩૬ હજાર રૂપિયા પેંશન તરીકે મેળવી શકે છે. ચાલો જાણીશું હવે આ યોજના વિષે.

રોજીંદા ફક્ત ૨ રૂપિયા જમા કરવાના રહેશે.

image soucre

આ સ્કીમને શરુ કરવા પર આપને પ્રતિ માસ ૫૫ રૂપિયા જમા કરાવવાના રહેશે. એટલે કે, ૧૮ વર્ષની ઉમર ધરાવનાર વ્યક્તિએ રોજીંદા અંદાજીત ૨ રૂપિયા બચાવીને આપ વાર્ષિક ૩૬ હજાર રૂપિયા પેંશન તરીકે મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ ૪૦ વર્ષની ઉમરથી આ સ્કીમને શરુ કરે છે તો પ્રતિ માસ તેમને ૨૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. ૬૦ વર્ષની ઉમર પુરા થયા બાદ આપને પેંશન મળવાનું શરુ થઈ જશે. ૬૦ વર્ષ પછી આપને 3 હજાર રૂપિયા પ્રતિ માસ એટલે કે, ૩૬ હજાર વાર્ષિક પેંશન મળશે.

આ છે જરૂરી દસ્તાવેજ.

image soucre

આ યોજનાના લાભ લેવા માટે આપની પાસે સેવિંગ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉમર ૧૮ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહી અને ૪૦ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.

સરળતાથી થઈ જશે રજીસ્ટ્રેશન.

image soucre

એના માટે આપને યોજના માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. CSC સેન્ટરમાં પોર્ટલ પર શ્રમિક પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ બનાવી છે. આ સેન્ટર્સ દ્વારા ઓનલાઈન તમામ જાણકારીઓ ભારત સરકારને મળી જશે.

આપવાની રહેશે આ જાણકારી.

image soucre

રજીસ્ટ્રેશન માટે આપે પોતાનું આધાર કાર્ડ, બચત કે પછી જનધન બેંક એકાઉન્ટની પાસબુક, મોબાઈલ નંબરની જરૂરિયાત રહેશે. એના સિવાય સહમતિ પત્ર આપવાનું રહેશે જે બેંક બ્રાંચમાં પણ આપવાનું રહેશે જ્યાં શ્રમિકનું બેંક એકાઉન્ટ હશે, જેથી તેમના બેંક એકાઉન્ટમાંથી સમયસર પેંશન માટે પૈસા કાપી લેવામાં આવી શકે.

આ ઉઠાવી શકે છે સ્કીમના ફાયદા.

image soucre

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેંશન સ્કીમ હેઠળ કોઈપણ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ મજુર જેમની ઉમર ૪૦ વર્ષ કરતા ઓછી હોય અને કોઈપણ સરકારી સ્કીમના લાભ ના લઈ રહ્યા હોય, તે લાભ લઈ શકે છે. આપને જણાવી દઈએ કે, આ સ્કીમમાં આવેદન કરનાર વ્યક્તિની માસિક આવક ૧૫ હજાર રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

ટોલ ફ્રી નંબર પરથી લઈ શકો છો જાણકારી.

image soucre

સરકારએ આ યોજના માટે શ્રમ વિભાગના કાર્યાલય, LIC, EPFO ના શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહિયાં જઇને શ્રમિક યોજનાની જાણકારી લઈ શકે છે. સરકારએ આ યોજના માટે ૧૮૦૦૨૬૭૬૮૮૮ટોલ ફ્રી નંબર લાગુ કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરીને પણ યોજનાની જાણકારી મેળવી શકાય છે.