પોલીસે વિકસાવી નવી જ સિસ્ટમ, જો સ્પીડમાં કાર ચલાવી તો સમજો ખિસ્સા થશે ખાલી, નુકસાન ન થવા દેવું હોય તો જાણી લો આ

ભારતમાં વાહનોની ઝડપ ઘણી વધારે છે. લોકો કેમેરા જોયા બાદ કારને ધીમી તો કરે છે પરંતુ કેમેરા પાસેથી પસાર થઈ ગયા બાદ ફરી ઝડપ પકડે છે. આવી સ્થિતિમાં હવે આ નવી સિસ્ટમ તેમને આ ઘણી મોંઘી પડી શકે છે. હવે પોલીસ માર્ગ અકસ્માતોને નિયંત્રિત કરવા માટે નવા પગલાં લઈ રહી છે. હવે તેજ ગતીથી દોડતા વાહનો દ્વારા થતી ઘટનાઓ પર કાબુ કરવા માટે ઓર્થોરિટી અને પોલીસ રસ્તાઓ અને રાજમાર્ગો પર સ્પીડ ડિટેક્ટિંગ કેમેરા લગાવી રહ્યા છે. આ હાઇટેક કેમેરા કાયમ માટે પોલ પર ફિક્સ્ડ કરી દેવામા આવશે. આ દરમિયાન જો કોઈ વાહન ઝડપથી આવી રહ્યુ હશે તો આ હાઇટેક કેમેરા તેને શોધી કાઢશે અને પોલીસને માહિતી આપશે. તેની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ રસ્તા પર ગમે ત્યાં થઈ શકે છે.

હિડન કેમેરા:

image soucre

આ સિસ્ટમ દિલ્હી હરિયાણાના માર્ગ પર જોવા મળી છે. અહીં પોલીસે તેમની સ્પીડ ડિટેક્શન સિસ્ટમ કારની પાછળ મૂકી છે. અહીં કેમેરાની મદદથી જે પણ વાહન આવી રહ્યું છે તેની ઝડપ શોધીને તેને રોકી લેવામાં આવશે અને ચલણ કાપવામા આવશે. મારુતિ સુઝુકી એરટીંગામાં પોલીસ દ્વારા સ્પીડ ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન ઓપરેટર સતત કેમેરાને ચલાવતુ રહે છે.

2000 રૂપિયાનું ચલણ અને ડીએલ રદ કરવામાં આવશે:

image soucre

ઓપરેટર જે વાહનની હાઇ સ્પીડ જુએ છે તેના વિશે તે વરિષ્ઠ અધિકારીને તે વાહનને રોકવાની સૂચના આપે છે. આ પછી સ્પીડથી વાહન ચલાવતા ડ્રાઈવર પર 2000 રૂપિયાનું ચલણ કાપવામા આવશે. આ સિવાય તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ત્રણ મહિના માટે રદ થઇ શકે છે.

સ્પીડ ટ્રેપ કેમેરા કેવી રીતે કામ કરે છે?

image soucre

આ કેમેરા રડાર આધારિત કેમેરા છે. આ કેમેરા કોઈ પણ વાહનની ઝડપ પકડવા માટે ડોપ્લર અસરનો ઉપયોગ કરે છે. આ રડાર કેમેરા રેડિયો તરંગો બહાર કાઢે છે જે પ્રકાશની ઝડપે મુસાફરી કરે છે. ત્યારબાદ રેડિયો તરંગો કાર સાથે અથડાય છે અને અથડામણ પછી તેઓ સિસ્ટમમાં પાછા આવે છે જ્યાં તેના વાસ્તવિક સમયની ગણતરી કરવામાં આવે છે.

લેસર ગનની જેમ કરે છે કામ:

image soucre

આ સિસ્ટમ લેસર ગનની જેમ કામ કરે છે. પરંતુ લેસર ગન ઘણી મોંઘી છે. આધુનિક રડાર આધારિત સિસ્ટમો ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ સાથે આવે છે. તેઓ વાહનનો નંબર પણ નોંધે છે. આવી સ્થિતિમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ સિસ્ટમ્સ આવ્યા બાદ પોલીસને ઘણી મદદ મળવાની છે જ્યારે ડ્રાઈવરોને હવે વાહનની ગતીનુ ધ્યાન નહી રાખે તો મોટો દંડ ફટકારવામાં આવશે.