પોતાના પિતાના આ છેલ્લા શબ્દો સાંભળીને રડી પડી હતી રાખી સાવંત, જાણો ડ્રામા ક્વિને આ વિશે શું કહ્યું…

બોલીવુડની ડ્રામા કવિનના નામે જાણીતી બનેલી અભિનેત્રી રાખી સાવંત હમેશા પોતાની ટીપ્પણીના કારણે ચર્ચામાં રહે છે. હાલ એ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 14નો ભાગ છે. રાખી સાવંત આ શોમાં એક ચેલેન્જર તરીકે એન્ટ્રી લીધી છે. આ શોમાં રહીને એ ઘણીવાર પોતાના ખુલસાઓને લઈને ચર્ચામાં રહે છે. એમને પોતાના પિતા વિશે પણ એક મોટી વાત કહી છે.

image source

રાખી સાવંત બિગ બોસ 14ના ઘરમાં એની બયાન બાજી ઉપરાંત ખેલ અને રણનીતિ માટે પણ ચર્ચામાં છે. એમને શોમાં કહ્યું કે એ પોતાના પિતાના છેલ્લા શબ્દોને ક્યારેય નથી ભૂલતી. એ શબ્દો એને હમેશા યાદ રહે છે. એ વાત જણાવતા રાખી સાવંત ખૂબ જ ભાવુક પણ થઈ ગઈ હતી. એટલું જ નહીં રાખીએ એ પણ કહ્યું કે એમને અત્યાર સુધી જે પણ પ્રાપ્ત કર્યું છે એના માટે એમનો પરિવાર એમના પર ગર્વ કરે છે.

image source

પોતાના પિતાને યાદ કરતા રાખી સાવંતે કહ્યું કે “મારો પરિવાર મને ખૂબ જ પ્રેમ કરે છે. બધા લોકો કહે છે કે તે સારું કર્યું. મારા માટે એ ખુશીની વાત છે કે મરતા મરતા પણ મારા પિતાએ કહ્યું હતું કે તે સારું કર્યું. આ મારા માટે ખૂબ જ જરૂરી હતું. કારણ કે મેં બિગ બોસ કર્યું હતું પહેલા વાળું, એવું હોયને કે આખા ખાનદાનને એવુ લાગે કે દીકરો જ બધુ કરશે. દીકરી કઈ જ નહીં કરી શકે”

image source

રાખી સાવંતે આગળ કહ્યું કે “દીકરી ચંદ્ર પર પહોંચી ગઈ છે યાર, ભલે મેં ગમે તે કર્યું, લોકોને હસાવ્યા, કે પછી લોકો મને કોન્ટ્રોવર્સી કવીન કહેતા હોય, પણ મેં કઈક કર્યું તો ખરા ને? રોડ પર બેસીને હું ભીખ તો નહોતી માંગતી ને? કે પછી બીજું કંઈ ખોટું તો નથી જ કર્યું ને? બધા અલગ હોય છે, હું ક્યારેય રડતી નથી પણ આજ એટલે રડી કારણ કે આખરે મારા પિતાને લાગ્યું કે મેં કઈક કર્યું મારા જીવનમાં.”

image source

સોશિયલ મીડિયા પર રાખી સાવંતના આ ખુલાસાની ઘણી જ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે એ બિગ બોસના પહેલા સિઝનમક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ ચુકી છે.

image source

એ સમયે પણ રાખી સાવંતની રમત અને બયાનબાજીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. જો કે હવે એ ઘણા જુના કન્ટેસ્ટન્ટ સાથે બિગ બોસ 14માં પહોંચી છે. એ આ શોમાં એક મહેમાન તરીકે દેખાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત