લાઈમલાઈટથી દૂર રહે છે ટીના અંબાણી અને અનિલ અંબાણીનો મોટો દીકરો, લકઝરી કાર અને પ્રાઇવેટ જેટમાં ફરવાનો છે જબરો શોખ

દેશના મોટા મોટા બિઝનેસ મેનમાં સામેલ અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા જય અનમોલનો જન્મ 12 ડિસેમ્બર 1991માં મુંબઈમાં થયો હતો. વર્ષ 1991માં જ અનિલ અંબાણીએ અભિનેત્રી ટીના મુનિમના લગ્ન થયા હતા.તેમને 2 પુત્રો છે જેમના નામ છે અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

image source

ટીના અંબાણી અને અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણી 29 વર્ષના છે અને એમને બ્રિટનના વારવિક બિઝનેસ સ્કૂલમાં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. એ રિલાયન્સ કેપિટલમાં પહેલેથી જ એક્ઝિક્યુટિવ નિર્દેશકના પદ પર છે. વર્ષ 2016માં ઓગસ્ટ મહિનામાં એ બોર્ડમાં સામેલ થયા હતા. જો કે મુકેશ અંબાણીના બાળકોની જેમ અનમોલ અંબાણી લાઈમલાઈટમાં નથી રહેતા.

image source

અનમોલ અંબાણી ઘણા જ શરમાળ સ્વભાવના છે અને એટલે જ એ મીડિયાની સામે આવવાનું પસંદ નથી કરતા. કદાચ આ જ કારણ છે કે એમને કોઈ ખાસ ઓળખતું નથી. સાયન્સનો અભ્યાસ કરવાની સાથે સાથે અનમોલ અંબાણીનો ઇન્ટરેસ્ટ ઇકોનોમિકસમાં પણ હતો.

image source

18 વર્ષની ઉંમરમાં જ અનમોલ અંબાણીએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી અનમોલ અંબાણીએ રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં બે મહિના સુધી ઇન્ટરનશીપ કરી.જય અનમોલ અંબાણીએ પિતા અનિલ અંબાણી પાસેથી બિઝનેસની ટ્રેનિંગ લીધી છે. અનમોલ વર્કોહોલિક છે અને તેમનુ કામ પૂરી રીતે કરવામાં માને છે.

image source

અનિલ અંબાણીએ જ એમના દીકરાને ટ્રેન્ડ કર્યો. પોતાના પિતાની શીખમણથી જ અનમોલ અંબાણીએ જાપાનની મોટી કંપની Nipponને રિલાયન્સ કેપિટલમાં ઇન્વેસ્ટ કરવા માટે મનાવી લીધી હતી. જે હવે રિલાયન્સ નિપોન લાઈફ ઇન્શ્યોરન્સના નામે ચાલી રહી છે. અનમોલ અંબાણી પોતાની દાદી કોકિલાબેનના ઘણી જ નજીક છે.

image source

અનમોલ અંબાણી પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મોડલ માને છે. અનમોલ અંબાણી પોતાની પર્સનલ લાઈફ વિશે ક્યારેય કોઈ જ વાત નથી કરતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એ એક લકઝરી લાઈફ જીવે છે. એમની પાસે ઘણી બધી શાનદાર ગાડીઓ છે જેની કિંમત કરોડોમાં છે. તો એમની પાસે પ્રીમિયમ જેટ કલેક્શનમાં બોમ્બરડીયર ગ્લોબલ એક્સપ્રેસ XRS, ફાલકન 7X, બેલ412 હેલિકોપ્ટર અને ગ્લોબલ એક્સપ્રેસ જેવા એરક્રાફ્ટ પણ છે.

image source

તમને જણાવી દઈએ કે રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ તેમજ મ્યુચ્યુઅલ ફંડ, પેંસન ફંડ, વીમો, વિત્ત, સ્ટોક બ્રોકિંગ,વિત્તીય ઉત્પાદોનું વિતરણ, પ્રોપર્ટી નિવેશ અને ઘણી અન્ય વિત્તિય સેવાઓમાં વેપાર છે. તમને જણાવી દઈએ કે કંપની પર લગભગ 20000 કરોડ રૂપિયાનો કરજ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત