નહીં જાણતા હોવ આ 10 પ્રાચીન અને ઘાતક હથિયારોના નામ, છોડાવી હતા દુશ્મનનો પસીનો

સદીઓથી માણસ પોતાની સુરક્ષા માટે હથિયારોનો ઉપયોગ કરતો આવ્યો છે. ભલે આ આધુનિક હથિયારો જેટલા વિંધવસકારી ન હોય પણ એ એટલા ખતરનાક જરૂર હતા કે તમે એની આગળ ઉભા રહેવાનું વિચારી પણ ન શકો. એવામાં અમે તમને આજે પ્રાચીન ભારતના એવા જ હથિયાર વિશે જણાવીશું જેનો ઉપયોગ પહેલાના લોકો એમના દુશ્મનને મોતને ઘાટ ઉતારવા માટે કરતા હતા.

1. ચક્રમ.

image source

આ એક ખૂબ જ ધારદાર હથિયાર છે. એને લડાઈમાં ફોર્સની સાથે ફેકવામાં આવતું હતું. જો એને ચલાવનાર માહેર છે તો આ હથિયાર દુશ્મન માટે કોઈ કહેરથી ઓછું નહોતું. ચક્રમનો ઉપયોગ કરનાર સૈનિક હંમેશા બે ચક્ર પોતાની પાસે રાખતા હતા. ફેંકવાની સાથે જ એનો ઉપયોગ આમને સામનેની લડાઈમાં પણ કરવામાં આવતો હતો.

2. હલાદી

image source

ત્રણ બ્લેડ વાળા હલાદી રાજપૂતોમાં યુદ્ધના હથિયારથી વધુ એક સ્ટેટ્સ સિમ્બોલ તરીકે ઉપયોગ થતો હતો.જો કે કુશળ લડવૈયા એનો ઉપયોગ આજે પણ એક ઘાતક હથિયાર તરીકે કરી શકે છે.

3. પરશું કે ફરસી.

image source

આ એક પ્રકારની ભારતીય કુહાડી છે જેનો ઉપયોગ યુદ્ધમાં થતો હતો. એ લોખંડની બનેલી હોય છે અને સિંગલ કે ડબલ બ્લેડ વાળી હોઈ શકે. હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર એ ભગવાન શિવનું હથિયાર હતું જેને એમને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને સોંપી દીધું હતું.

4. ગદા.

image source

પ્રાચીન કાળમાં આ એક ખૂબ જ લોકપ્રિય હથિયાર હતું. એ ખૂબ જ ભારે હોતું હતું અને એનો ઉપયોગ એ ભારે રક્ષા કવચ વિરુદ્ધ કરવામાં આવતો હતો જેને ધારદાર હથિયારથી ભેદી નથી શકાતું. હનુમાનજીને આ હથિયાર સાથે બતાવવામાં આવે છે. તમને જણાવી દઈએ ગદાનો ઉપયોગ કરવાની એક પોતાની માર્શલ આર્ટ શૈલી છે.

5 વાઘ નખ.

image source

વાઘ નખનો અર્થ વાઘના નખ સાથે છે. ઝેરીલા વાઘ નખનો ઉપયોગ રાજપૂત કરતા હતા. સાથે જ આ એ જ હથિયાર છે જેનાથી શિવાજી મહારાજે અફઝલ ખાનને માર્યા હતા. નિહંગ શીખ પણ એને પોતાની પાઘડીની અંદર રાખે છે. આ હથિયારની ખાસિયત એ હતી કે એને સરળતાથી છુપાવી શકાય છે અને જરૂર પડે ત્યારે અચાનક હુમલો કરી શકાય છે.

6. ઉરુમી.

image soucre

આ એક ખૂબ જ અજીબ હથિયાર હતું અને એના નિશાન મૌર્ય સામ્રાજ્યમાં મળે છે. એની બ્લેડ ખૂબ જ તેજ અને લચીલા હોય છે. ખૂબ જ માહેર લોકો જ એનો ઉપયોગ કરતા હતા કારણ કે એને ચલાવવામાં જરા પણ ભૂલ કરી તો પોતાને જ ઇજા પહોચાડી લેશો. આ હથિયારના શ્રીલંકન વર્ઝનમાં દરેક હાથ બાજુ 32 બ્લેડ જોડાયેલા હોય છે.

7. દંડપટ્ટ.

image source

દંડપટ્ટ એકવારમાં ઘણા સૈનિકોના માથા ધડથી અલગ કરવાની કાબેલિયત રાખે છે. એના બે બ્લેડ જો એકબીજા સાથે જોડી લઈએ તો એ ખૂબ જ ખતરનાક હથિયાર બની જાય છે. મુગલ કાળમાં એનો ખૂબ જ ઉપયોગ થયો. એનો ઉપયોગ બખ્તરબંદ પૈદલ સૈનિકો વિરુદ્ધ કરવામાં આવતો હતો.શિવાજી મહારાજને આ હથિયાર ચલાવવામાં માહેર માનવામાં આવતા હતા.

8. ખુકરી.

image soucre

એ ખૂબ જ ધારદાર અને વળાંક વાળી બ્લેડ હોય છે. ખુકરી આખી દુનિયામાં ગોરખાઓનું હથિયાર તરીકે માનવામાં આવે છે. દરેક ગોરખા સેકીનના યુનિફોર્મમાં તમને ખુકરી મળી જશે. લગ્ન જેવા રીતરિવાજોમાં પણ ગોરખા એને સાથે રાખે છે.

9 કટાર.

image soucre

આ હથિયાર દક્ષિણ ભારતમાં બન્યું અને પછી એનો ઉપયોગ મુગલો અને રાજપૂતોએ પણ કર્યો. આ નાનું પણ બહુ જ તેજ હથિયાર હતું. એમાં ત્રણ તેજધાર બ્લેડ હોય છે જે ખૂબ જ ખતરનાક હોય છે. આ હથિયારથી વાઘ જેવા મોટા જાનવરનો શિકાર કરવો ખૂબ જ બહાદુરીનું કામ માનવામાં આવતું હતું.

10 કૃપાણ.

image source

કૃપાણની ઉતપત્તિ પંજાબ પર મુગલોના કબ્જા દરમિયાન થઈ. એ સમયે શીખ ધર્મ, હિન્દૂ અને મુસ્લિમ ધાર્મિક શિક્ષાઓને કાઉન્ટર કરવા માટે બનાવ્યું. અકબરના શાસનકાળ સુધી શીખો અને મુગલોનો સંબંધ સારો હતો પણ જહાંગીરના સમયમાં તકલીફ પેદા થઈ. એ પછી અંતિમ ગુરુ ગોવિંદ સિંહે શીખોને પોતાના બચાવ કરવા માટે કૃપાણ રાખવું અનિવાર્ય કરી દીધું.