રેલ્વેએ તૈયાર કર્યો છે જોરદાર પ્લાન! બંધ થઈ જશે ૧૨૦૦ કરોડ રૂપિયાનો ફાલતુ ખર્ચ.

રેલ્વે ટ્રેનથી મુસાફરી કરનાર મુસાફરો માટે આવશ્યક જાણકારી છે. કોરોના કાળમાં થયેલ સખ્તી છતાં પણ રેલ્વે સ્ટેશન અને પ્લેટફોર્મ કે પછી કોઈપણ સાર્વજનિક જગ્યાઓ પર લોકોના થુક્વાની આદતને કંટ્રોલ થઈ છે નહી. પરંતુ હવે રેલ્વે આ આદતોને કંટ્રોલ કરવા માટે એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે.

image source

રેલ્વે સ્ટેશન અને પ્લેટફોર્મ પર લોકોની આ આદત પર રોક લગાવવા માટે રેલ્વે એક અનોખું ઇનોવેશન લઈને આવ્યું છે. આપ જાણીને દંગ રહી જશો કે, પ્રતિ વર્ષ ભારતીય રેલ્વે પાન અને તંબાકુનું સેવન કરનાર વ્યક્તિઓની થૂંકવાની આદતના કારણે બની જતા દાગ- ધબ્બા અને નિશાનોને સાફ કરવા માટે ૧૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરે છે એટલે કે, એક ખરાબ આદતના કારણે ૧૨૦૦ કરોડ રૂપિયા બેકાર જ ખર્ચ થઈ જાય છે.

૪૨ રેલ્વે સ્ટેશનો પર લગાવવામાં આવશે વેન્ડિંગ મશીન.

image soucre

રેલ્વે હવે દર વર્ષે બરબાદ થતા આ ૧૨૦૦ કરોડ રૂપિયા બચાવવાનો એક જોરદાર પ્લાન તૈયાર કરી લીધો છે. એની હેઠળ મુસાફરોને રેલ્વે પરિસરમાં થૂંકતા અટકાવવા માટે હવે ૪૨ રેલ્વે સ્ટેશન્સ પર વેન્ડિંગ મશીન અને કિયોસ્ક લગાવવામાં આવશે. પીટીઆઈની ખબર મુજબ, રેલ્વે તરફથી આ વેન્ડિંગ મશીનમાં ૫ રૂપિયા અને ૧૦ રૂપિયા સુધીના સ્પિટુન પાઉચ (પાઉચ વાળું થુક્દાન) આપવામાં આવશે.

પાઉચ વાળું થૂકદાન કેવી રીતે કરશે કામ?

રેલ્વેના 3 ઝોન- પશ્ચિમ, ઉત્તર અને મધ્ય રેલ્વેએ એના માટે નાગપુરના એક સ્ટાર્ટઅપ ઈજીપીસ્ટને કોન્ટ્રેક્ટ આપ્યો છે. આ પિકદાનની વિશેષતા એ છે કે, એને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના ખિસ્સામાં રાખી શકે છે. આ પાઉચની મદદથી મુસાફરો વગર કોઈ દાગ કર્યા વિના ક્યારેય પણ થુંકી શકે છે. એટલે કે, હવે ૧૨૦૦ કરોડ રૂપિયા બરબાદ થશે નહી.

કેવી રીતે કામ કરે છે આ પાઉચ?

image soucre

આપને જણાવી દઈએ કે, આ બાયોડીગ્રેડેબલ પાઉચને ૧૫ થી ૨૦ વાર ઉપયોગ કરવામાં આવી શકે છે. ખરેખરમાં આ થૂકને સખ્ત પદાર્થમાં બદલી દે છે. એક વાર પૂરી રીતે ઉપયોગ કરી લીધા બાદ આ પાઉચોને માટીમાં નાખી દેવામાં આવે છે, ત્યાર બાદ આ પાઉચ પૂરી રીતે ધૂળ થઈ જાય છે. એટલે કે, એનાથી પ્રદુષણનો પણ ખતરો રહેતો નથી. આપને જણાવી દઈએ કે, નાગપુરની સ્ટાર્ટઅપ કંપનીએ સ્ટેશન્સ પર આ વેન્ડિંગ મશીનને લગાવવાના શરુ કરી દેવામાં આવ્યા છે. તેમણે નાગપુર નગર નિગમ અને ઔરંગાબાદ નગર નિગમની સાથે કરાર કર્યો છે.