સરકારી કર્મચારીઓ માટે ખૂબ મોટો નિર્ણય. આનંદો, પગારમાં થશે અધધ વધારો

સરકારી કર્મચારીઓ અને પેંશનરો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે.. દિવાળી પૂર્વે આવેલા આ સમાચારે સરકારી કર્મચારીઓની દિવાળી સુધારી નાંખી છે.. 7.5 લાખ સરકારી કર્મચારીઓને ઓડિશા સરકારની ભેટ મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 7માં પગાર પંચની જાહેરાત કરી દીધી છે.. તહેવારો પહેલા સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે..

image source

સરકારની આ જાહેરાતથી ઓડિસાના 7.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેંશનરોને ફાયદો થશે. તહેવારો પહેલા તેમના મોંઘવારી ભથ્થા એટલે કે Dearness Allowance જેને ટુંકમાં DAના નામે ઓળખાય છે, અને મોંઘવારી રાહત એટલે કે Dearness Relief જેને ટુંકમા DRના નામે ઓળખાય છે તે બંન્નેમાં વૃદ્ધિની જાહેરાત થઇ ગઇ છે. રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઇ 2021થી લાગુ થશે.

સરકારી કર્મચારીઓને 3 મહિનાનુ એરિયસ મળશે

image source

મુખ્યમંત્રી કાર્યાલયથી મળતી જાણકારી અનુસાર, સરકારી કર્મચારીઓ અને પેંશનરોના DA અને DRમાં વૃદ્ધિ પર લાગેલી રોકને હટાવી લેવામાં આવી છે. હવે તેમને પણ DA અને DR મળશે. જેની ચૂકવણી ઓક્ટોબરમાં થવાનું અનુમાન છે. સીએમ ઓફિસ અનુસાર, સરકારી કર્મચારીઓને 3 મહિનાનું એરિયર્સ કેશમાં મળશે. આ નિર્ણયથી સાડા ત્રણ લાખ કર્મચારીઓને લાભ મળશે.

image source

AG ઓફિસ બ્રધરહુડના પૂર્વ અધ્યક્ષ અને ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ અને ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારી અનુસાર, મોંઘવારી ભથ્થામાં તેમનું મકાન ભાડું એટલે કે House Rent Allowance જેને ટુંકમાં HRAના નામે ઓળખીએ છીએ તે, યાત્રા ભથ્થુ એટલે કે Transport Allowance જેને ટુંકમાં TAના નામે ઓળખીએ છીએ તે પણ વધી જશે. 7માં પગાર પંચના Pay Matrix અનુસાર દરેક સ્તરના કર્મચારીના પગારમાં અલગ-અલગ વધારો થશે.

સેલેરીમાં 9000 રૂપિયા મહિનાનો વધારો

image source

હરિશંકર તિવારી અનુસાર, જેમની બેઝિક સેલેરી 20 હજાર રૂપિયા છે. તેમના Da, Hra, Ta મેળવી સેલેરીમાં રૂપિયા 9000 મહિનાનો વધારો થશે. જેમા DAનું કેલકુલેશન 28 ટકાના હિસાબે કરવામાં આવ્યું છે. HRA અને TA પણ આ દરે નીકાળવામાં આવ્યા છે. હરિશંકર તિવારી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓને 7th Pay Commission અંતર્ગત Dearness allowance, Travel allowance, House rent allowance, Medical Allowance, Education Allowance અને બીજા અન્ય ભથ્થા મળશે. હરિશંકર તિવારી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016થી 7માં વેતન આયોગનો ફાયદો મળી રહ્યો છે.