રાજસ્થાન ફરવા માટે જવાનું થાય તો આ જગ્યાઓએ અચૂક જજો ફરવા

રાજસ્થાન ભારત નું એક એવું રાજ્ય છે. જે ફરવા લાયક સ્થળો ની દ્રષ્ટિએ સારો વિકલ્પ માનવામાં આવે છે. પહેલા આ રાજ્યને રાજાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવતું હતું. અહીં અનેક રાજા-મહારાજાઓ નું રાજ રહ્યું છે. જેમના ભવ્ય મહેલો અને રાજાશાહી કિલ્લાઓ આજે પણ ઊભા છે. પોતાના આકર્ષક પર્યટન સ્થળો ના કારણે રાજસ્થાન વિશ્વભરના પર્યટકો માટે બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન બન્યું છે. કહેવાય છે કે રાજસ્થાનમાં કોઈપણ એવો જિલ્લો નથી જ્યાં ફરવા લાયક સ્થળ ના હોય. આ રાજ્યમાં મોટાભાગની જગ્યાએ અદભુત અને ફરવા લાયક સ્થાનો આવેલા છે.

image soucre

આ રાજ્યમાં આવેલા મહેલો અને કિલ્લાઓ એટલા પ્રસિદ્ધ છે એટલા જ પ્રસિદ્ધ અહીંના ઊંટ અને રણપ્રદેશ છે. જો તમે ક્યારેય રાજસ્થાન ફરવા માટે જાવ અને ત્યાં ઊંટ સવારી ન કરો તો તમારો ધક્કો વ્યર્થ ગણાય. જો તમે પણ આ રાજ્યમાં ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો આજના આ આર્ટીકલમાં અમે આપને રાજસ્થાનના પ્રમુખ પર્યટન સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ફરવા લાયક અને માણવાલાયક છે.

જયપુર

image soucre

પિંક સીટીના નામથી પ્રસિદ્ધ જયપુર પોતાના શાહી કિલ્લાઓ, મહેલો, પ્રાચીન ઈમારતો અને આકર્ષક હોટલો ને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને હવા મહેલ, અંબર ફોર્ટ, નાહરગઢ કિલ્લો, જયગઢનો કિલ્લો, જલ મહેલ અને સિટી પેલેસ જયપુરના પ્રમુખ પર્યટન સ્થળ છે. જો તમે જયપુર આવીને આ બધી જગ્યાઓએ ફરવા જશો તો તે તમારા જીવનનો એક યાદગાર પ્રસંગ બની જશે.

જોધપુર

image source

જોધપુરમાં મોટી સંખ્યામાં દુધિયા રંગની ઇમારતો હોવાથી આ શહેરની બ્લુ સીટીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. જેમાં મેહરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, ખેજડલા કિલ્લો, બાલસમંદ તળાવ, મોતી મહેલ, મંડોર ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. મેહરાનગઢ કિલ્લા વિશે એવું કહેવામાં આવે છે કે આ કિલ્લો લગભગ 500 વર્ષ જૂનો છે અને 120 મીટર ઊંચી એક પહાડી પર બનેલો છે. ત્યાંથી આખું પાકિસ્તાન દેખાય છે.

માઉન્ટ આબુ

image soucre

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન એટલે કે માઉન્ટ આબુ. ઉંચી પહાડીઓ પર આવેલા આ સ્થાને હજારોની સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. ગીચ જંગલોથી ઘેરાયેલી આ જગ્યા લોકોનું મન મોહી લે છે. જો તમે પણ માઉન્ટ આબુ ફરવા જાવ તો અહીંના અચલગઢ કિલ્લા, ટોડ રોક, નક્કી તળાવ વગેરે જગ્યાઓએ પણ ફરવા જજો.

પુષ્કર

image soucre

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલ પુષ્કર એક ફરવા લાયક શહેર છે. આ શહેરને ભારતના સૌથી પ્રાચીન શહેરો પૈકી એક શહેર ગણવામાં આવે છે. આ શહેરમાં અનેક પ્રાચીન ઈમારતો આવેલી છે જે ઇતિહાસમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓ માટે આકર્ષણ અને માહિતીપ્રદ બની રહે છે. જો તમે રાજસ્થાન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમારા પ્લાનમાં ઘરે જવાનું લખી રાખજો.