કચ્છના આ ગામ ખાતે મંદિરના કળશમાં રાખવામાં આવેલો 75 વર્ષ જૂનો શીરાનો પ્રસાદ મળ્યો

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તેમાના ઘણા તેમની બનાવટ ઉપરાંત તેમની સાથે જોડાયલ રહસ્યોથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતના કેટલાય એવા મંદિરો છે જેમા બનતી રહસ્યમયી ઘટનાઓ આજ સુધી ઉકેલાય નથી. આવી એક ઘટના સામે આવી છે ગુજરાતમાં કે જ્યાં આજથી 75 વર્ષ પહેલા માટીના વાસણનાં રાખેલો શીરાનો પ્રસાદ. એ પણ તાજો.

image source

આ અંગે વિગતે વાત કરીએ તો, કચ્છના અંજાર નજીક ખેડોઈ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડાઈ ગામે આવેલા 75 વર્ષ જુના લક્ષ્મીનારાયણ મંદિરના શિખર પર કળશ રાખવામાં આવ્યો હતો જેમા શીરારૂપી પ્રસાદી પણ રાખવામાં આવી હતી. હાલમાં જ્યારે આ કળશ ખોલવામાં આવ્યો ત્યારે તેમાથી શીરા રૂપી પ્રસાદી નિકળી અને પણ તાજી. જેને જોઈને તમને લાગે કે આ શીરો થોડા સમય પહેલા જ બનાવ્યો હશે. આમ જોવા જઈએ તો કોઈ આવી વસ્તુ આપણે જ્યારે ઘરે બનાવી ત્યારે લાબો સમય સારી રહેતી નથી. તેમા બેક્ટેરિયા જાય છે અને તે બગડી જાય છે. પરંતુ આ મંદિરનાં 75 વર્ષ થવા આવ્યા છતા શીરાનો પ્રસાદ તાજો રહેતા ગ્રામજનોમાં માટે આશ્ચર્ય થયું હતું.

image source

તમને જણાવી દઈએ કે, ખેડોઈ ગામના પટેલવાસમાં વર્ષ 1945માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આ મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હોવાથી એનું શિખર બદલાવવા માટે બે દિવસ પહેલાની સવારે આ મંદિર ખાતે એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કળશને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. એ કુંભના માથે એક તાંબાનો સિક્કો મળ્યો હતો, જેમાં માગસર સુદ છઠ, સોમવાર સંવત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં લખ્યું હતું. જ્યારે આ કળશને ખોલી જોવામાં આવ્યો ત્યારે જે-તે સમયે કળશની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ધરાવવામાં આવેલો શીરા રૂપી પ્રસાદ મળ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, આ શીરો જાણે તાજો બનાવેલો હોય એવો અને ઘીની સુગંદવાળો હતો. તેને જોઈને ત્યા હાજર સૌ કોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

image source

જેવી આ વાતાની ગામમાં ખબર પડી કે સૌ કોઈ આ પ્રસાદ લેવા મંદિરે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત આ પ્રસાદરૂપી શીરો લોકો જોઈ શકે એ રીતે બહાર રાખવામાં આવ્યો હતો. હાલમાં આ શીરના ફોટા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. લોકો આને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.