છેડછાડના લીધે સ્કુલ માંથી કાઢી મુકવામાં આવ્યા રામ રહીમની સ્ટાર બાબા બનવાથી લઈને જેલ જવા સુધીની કહાની.

બાબા રામ રહીમ (Baba Ram Rahim)ને સીબીઆઈ કોર્ટ (CBI Court)એ ત્રીજા કેસમાં ગુનેગાર સાબિત થયા છે. આ કેસ રણજીત સિંહ હત્યાકાંડ સાથે સંબંધિત છે. સજાનું એલાન તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ કરવામાં આવશે. વિવાદસ્પદ બાબા પહેલેથી જ બે કેસની સજા કાપી રહ્યા છે. બાબાની અસલી કહાની ગ્લેમર, સેક્સ અને અઢળક ધનથી લઈને જાતે બનાવેલ ફિલ્મોમાં હીરો બનવા સુધીની પણ છે.

image soucre

બાબા રામ રહીમને અદાલતએ રણજીત સિંહ હત્યાકાંડમાં પણ ૫ લોકોની સાથે દોશી માને છે. આ રીતે ત્રીજકેસમાં બાબાને સજા થવાની છે. આની પહેલા તેઓ પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસની સાથે સાધ્વીઓના યૌનશોષણ કેસમાં અલગ અલગ સજાઓ મળી ગઈ છે. રામ રહીમની અસલી કહાની ખુબ જ રસપ્રદ છે. સ્કુલના દિવસોમાં તેમની ગણતરી બગડી ગયેલ બાળકોમાં કરવામાં આવતી હતી. છોકરીઓની છેડતી કરવાના લીધે તેમને સજા કરવામાં આવી પરંતુ ત્યાર બાદ પણ તેઓ સ્ટાર બાબા બની ગયા. જો કે, તેઓ એવા બાબા રહ્યા જેમની ગતિવિધિઓ હંમેશા વિવાદોમાં રહી.

image soucre

રામ રહીમ પહેલેથી સાધ્વીઓના યૌન શોષણના કેસમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહ્યા છે. જયારે પત્રકાર રામચંદ્રની હત્યાના કેસમાં તેમને ઉમરકેદ થઈ ગઈ છે. હાલમાં તેઓ સુનારિયા જેલમાં છે.

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમનું જીવન નાનપણથી જ વિવાદોમાં રહ્યા છે. નાનપણમાં રામ રહીમએ કેટલાક એવા કાંડ કર્યા હતા, જેના કારણે એમના પરિવારને ખુબ જ શરમિંદગીનો સામનો કરવો પડ્યો હતો. રામ રહીમ દસમાની પરીક્ષામાં ફેલ થઈ ગયા હતા. નાનપણમાં છોકરીઓની સાથે છેડતી કરવાથી તેમને સ્કુલ માંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

image soucre

આ બધું જોતા ગુરમીત રામ રહીમનો વિવાદોની સાથે જુના સંબંધ રહ્યા છે. એમના મજબુત રાજનીતિક સંપર્ક હતા. તેઓ પોતાને હીરો તરીકે પ્રસ્તુત કરીને કેટલીક ફિલ્મો બનાવી લીધી હતી. ડેરા સચ્ચા સૌદા હજી પણ તેને પોતાના પ્રમુખ માને છે. તેમની ગેરહાજરીમાં તેમના નામે ત્યાં ગતિવિધિઓ ચાલી રહી છે. કહેવા માટે તો એમને દાવો કર્યો છે કે, બાબા બનતા જ એમણે પોતાના પરિવારની સાથે અંતર બનાવી લીધું પરંતુ એમનો પરિવાર હમેશા એમની સાથે રહ્યો. એમની જિંદગીની કહાની ફિલ્મોની જેમ જ રંગીન અને આશ્ચર્યજનક છે.

રામ રહીમને બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરીનું નામ ચરણપ્રીત અને નાની દીકરીનું નામ અમરપ્રીત છે. દીકરાના લગ્ન ભટીંડાના પૂર્વ એમએલએ હરમિન્દર સિંહ જસ્સીની દીકરી સાથે થયા છે. બધા બાળકોનો અભ્યાસ ડેરા તરફથી ચાલી રહેલ શાળામાં થયો છે. છોકરીઓના લગ્ન પણ થઈ ગયા છે.

ક્યારે બન્યા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ.

image source

ડેરાની સ્થાપના વર્ષ ૧૯૪૮માં શાહ મસ્તાનાએ કરી હતી. દેશની આઝાદીના અંદાજીત એક વર્ષ પછી અસ્તિત્વમાં આવી ડેરા સચ્ચા સૌદા આશ્રમોની એક શ્રુંખલા છે. સંત મતના અનુસરણ કરનાર આ આશ્રમનું મુખ્યાલય હરિયાણાના સિરસા જીલ્લામાં છે. ડેરા સચ્ચા સૌદાનું સામ્રાજ્ય વિદેશો સુધી ફેલાયેલું છે. દેશમાં ડેરાના અંદાજીત કેટલાક આશ્રમ છે અને એમની શાખાઓ અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડથી લઈને ઓસ્ટ્રેલિયા અને યુએઈ સુધી ફેલાયેલી છે.

તા. ૩૧ માર્ચ, ૧૯૭૪માં તત્કાલીન ડેરાના પ્રમુખ શાહ સતનામ સિંહજીએ એમનું નામ રામ રહીમ રાખ્યું. તા. ૨૩ સપ્ટેમ્બર, ૧૦૯૦ન રોજ શાહ સતનામ સિંહએ આખા દેશ માંથી અનુયાયીઓના સત્સંગ બોલાવ્યા અને ગુરમીત રામ રહીમ સિંહને પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરી દીધા.

જન્મદિવસને લઈને પણ વિવાદ.

ગુરમીત રામ રહીમ સિંહનો જન્મ તા. ૧૫ ઓગસ્ટ, ૧૯૬૭ના રોજ રાજસ્થાન રાજ્યના શ્રીગંગાનગર જીલ્લાના ગુરુસર મોદીયામાં જાટ શીખ પરિવારમાં થયો હતો. જો કે, આ પણ કહેવામાં આવે છે કે, તેમનું અસલી નામ હરપાલ સિંહ અને જન્મતિથિ તા. ૧૫ ઓગસ્ટ નહી હોઈને તા. ૧૦ જુલાઈ છે. આમ બાબા હંમેશા પોતાનો જન્મદિન તા. ૧૫ ઓગસ્ટના જ ઉજવતા હતા.

કેવી રીતે સામે આવવા લાગ્યા આરોપ.

image soucre

ક્યારેક તે ગુરુ ગોવિંદ સિંહની જેમ વેશ રાખીને વિવાદોમાં આવ્યા છે તો ક્યારેક પોતાને ભગવાન વિષ્ણુ જણાવવાના કારણે પરંતુ તેમના કેસ ત્યારે ગંભીર થવાના શરુ થઈ ગયા જયારે તેમના આશ્રમમાં સાધ્વીઓના યૌન શોષણ અને અત્યાચારની વાતો બહાર આવવા લાગી. એમની વિરુદ્ધ કેટલીક હત્યાના કેસ પણ ઉછળવા લાગ્યા. આ આરોપ એમના જ આશ્રમના જ લોકો દ્વારા બહાર આવી રહ્યા હતા.

બાબાનું ચર્ચિત હરમ.

image soucre

ધ્યાન લગાવવા અને છોકરીઓના યૌનશોષણ કરવા માટે ગુરમીતએ ડેરાની અંદર એક ગુફા જેવું અન્ડરગ્રાઊંડ ઘર બનાવ્યું હતું. રાજાઓના મહેલોમાં હોય તેવા હરમની તર્જ પર તેઓ પોતાની શિષ્યાઓ માંથી કોઈ છોકરીને પસંદ અને પછી તેને પોતાના દેહને સમર્પિત કરવા માટે કહે છે. આ છોકરીઓને ડેરામાં જ રાખવામાં આવતી હતી. તેમને રાહ જોવી પડતી હતી કે, ક્યારે તેમના લગ્ન ડેરાની અંદર રહેતા પુરુષ શ્રદ્ધાળુ સાથે કરાવી દેવામાં આવશે. તેઓ પુરુષ શ્રદ્ધાળુ જે ગુલામોની જેમ ગુરમીતના આદેશ માનતા હતા.

ડેરાના સાધુઓને નપુંસક બનાવવાનો આરોપ.

image soucre

ફતેહાબાદ જીલ્લાના કસ્બા ટોહાનાના રહેનાર હંસરાજ ચૌહાણ (પૂર્વ ડેરા સાધુ)એ જુલાઈ, ૨૦૧૨માં ઉચ્ચ ન્યાયાલયમાં યાચિકા દર્જ કરીને ડેરા સચ્ચા સૌદા પ્રમુખ પર ડેરાના ૪૦૦ સાધુઓને નપુંસક બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અદાલતની સામે ૧૬૬ સાધુઓના નામ સહિત વિવરણ પ્રસ્તુત કરવામાં આવ્યું. આ કેસ પણ અદાલતમાં વિચારધીન છે.

અરબોની સંપત્તિ છે બાબાની પાસે.

બાબા રામ રહીમની પાસે હરિયાણાના સિરસામાં અંદાજીત ૭૦૦ એકરની એગ્રીકલ્ચર લેન્ડ છે. રાજસ્થાન રાજ્યના ગંગાનગરમાં ૧૭૫ બેડની એમની એક હોસ્પિટલ પણ છે. એના સિવાય એમના નામે એક ગેસ સ્ટેશન અને એક માર્કેટ કોમ્પ્લેક્સ પણ છે. ડેરા સચ્ચા સૌદાની જમીન અને જાયદાદની સાર- સંભાળ એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેના મુખિયા હજી પણ બાબા રામ રહીમ છે.

જેલમાં કામ કરી રહ્યા છે અને વજન પણ થયું ઓછું.

image source

છેલ્લા ૪ વર્ષથી બાબા રામ રહીમ હરિયાણાના સુનારિયા જેલમાં બંધ છે. કેદી નંબર ૮૬૪૭ તરીકે રામ રહીમને અહિયાં સખ્ત મહેનત કરવી પડે છે. તેઓ અહિયાં શાકભાજી ઉગાડવા સિવાય અન્ય કામ પણ કરે છે. સખ્ત મહેનત કરવાથી એમનું વજન પણ ખુબ જ ઓછું થયું છે. સુનારિયા જેલ બાબાના રહેવાના કારણે હાઈ સિક્યોરીટી ઝોનમાં બદલાઈ ગઈ છે. જેલની સુરક્ષામાં પૈરા મિલીટ્રીને પણ તૈનાત કરવામાં આવી છે.