ગુજરાતના દમણમાં આવ્યા અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડિઝ, શ્રીલંકામાં મંજૂરી ન મળતા દમણમાં કરશે રામસેતુનું શૂટિંગ

બોલિવુડના જાણીતા અભિનેતા ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પોતાની આવનારી ફિલ્મ રામસેતુ માટે ઉમરગામના નારગોલ અને દમણ બીચ ખાતે શૂટિંગ કરવા માટે સોમવારે મોડી સાંજે દમન એરપોર્ટ પર પહોંચ્યા હતા, તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની સાથે આ ફિલ્મની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ પણ દમણ આવી હતી.

image soucre

તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડિઝ અને અક્ષય કુમારની નવી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે પહેલા શ્રીલંકાના દરિયા કિનારાની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ શ્રીલંકાની કોવિડ ગાઈડલાઈન્સને લઈને પ્રોડક્શન હાઉસને ફિલ્મના શૂટિંગ માટે પરમિશન ન મળી. અને એ પછી ફિલ્મના શૂટિંગ માટે ઉમરગામ અને દમણના બીચની પસંદગી કરવામાં આવી હતી.

અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ માટે એક ગીત અને બાકીના મહત્ત્વના ભાગોનું શૂટિંગ દમણ અને ઉમરગામના બીચ પર કરવામાં આવશે, જેના માટે અક્ષય કુમાર અને જેક્લિન ફર્નાન્ડિઝ દમણ એરપોર્ટ પર શૂટિંગ ટીમ સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં દમણ કોસ્ટગાર્ડની ટીમે અક્ષય કુમાર અને જેક્લિન ફર્નાન્ડિઝનું સ્વાગત કર્યું હતું.

image socure

જેકલીન ફર્નાન્ડિઝ અને અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુ તૈયાર થવા જઈ રહી છે અને હવે આ ફિલ્મના એક ગીત અને કેટલાક મહત્ત્વના ભાગોનું શૂટિંગ કરવાનું જ બાકી રહ્યું છે. આ ભાગ પહેલા શ્રીલંકાના દરિયાકિનારે શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ફિલ્મના પ્રોડક્શન હાઉસને શ્રીલંકામાં શૂટિંગ માટે કોવિડ ગાઈડલાઈન દર્શાવી પરવાનગી આપવામાં નહોતી આવી

image socure

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ શૂટિંગ અક્ષય કુમાર અને તેમની ટીમ કોરોના સંક્રમિત જાહેર થતાં અધૂરું રહ્યું હતું, આથી અક્ષય કુમાર અને તેમની ટીમ આવ્યા બાદ ફિલ્મના શૂટિંગ માટે ઉમરગામ અને દમણના દરિયાકિનારાની શૂટિંગ માટે પસંદગી કરવામાં આવી છે. સોમવારે મોડી સાંજે અક્ષય કુમાર અને જેક્લિન ફર્નાન્ડિઝ તેમની શૂટિંગ ટીમ સાથે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં, જ્યાં દમણ કોસ્ટગાર્ડે તેમનું સ્વાગત કર્યું હતું.

image soucre

અગાઉ માર્ચ મહિનામાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા અક્ષય કુમારા રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ઉત્તરપ્રદેશ આવ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં થશે. દરમિયાન અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. રામ સેતુ ફિલ્મનું નિર્દેશન ‘પરમાણુ’ અને ‘તેરે બિન લાદેન’થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે.