વાત એવી પણ સામે આવી હતી કે સલમાન ખાને તેના પ્રોડકશન હાઉસમાં સુશાંતને બેન કરી દીધો હતો…

સુશાંત સિંહ રાજપૂતની હત્યા પાછળ જવાબદાર કોણ ? આ વાત પર હાલ ટ્વીટર પર રીતસરની જંગ ચાલી રહી છે. તેવામાં લોકો આલિયા ભટ્ટ અને કરણ જોહર પછી હવે સલમાન ખાનને પણ ટ્રોલ કરી રહ્યા છે. ટ્વિટર પર સલમાન ખાને સુશાંતને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી કે તુરંત જ લોકોએ તેને ટ્રોલ કર્યો અને તેને જૂના દિવસોની યાદ અપાવી.

image source

સલમાન ખાન એવા લોકોમાંથી એક છે જેણે સુશાંત સિંહ રાજપૂતની મજાક ઉડાવી હતી અને લોકોએ આ ઘટનાના સ્ક્રીનશોટ પણ શેર કર્યા.

image source

ડેક્કન ક્રોનિકલની ખબર અનુસાર સ્ક્રીનશોટ અનુસાર સલમાન ખાને એકવાર મીડિયા સામે પુછ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત કોણ છે. આ ઘટના 2016ની છે. સલમાન ખાનને મીડિયાએ પુછ્યું હતું કે શું તે સુશાંત સિંહ અને જૈકલીનની ફિલ્મ ડ્રાઈવને પ્રોડ્યુસ કરી રહ્યા છે. તો આ વાતના જવાબમાં સલમાને કહ્યું હતું કે કોણ સુશાંત ? લોકોએ કહ્યું કે ધોની બન્યા હતા તે સુશાંત. તો આ વાતના જવાબમાં સલમાને કહ્યું કે તો “ હું શા માટે તેની સાથે ફિલ્મ બનાવું ? “

image source

ખબરો એવી પણ છે કે સુશાંત સિંહ રાજપૂત અને સૂરજ પંચોલી વચ્ચે કોઈ ફિલ્મી પાર્ટીમાં બોલાચાલી થઈ હતી. જ્યારે આ વાત સલમાન સુધી પહોંચી તો તેને ગુસ્સો આવ્યો અને તેણે સુશાંત સિંહ રાજપૂતને પોતાના પ્રોડક્શન હાઉસમાંથી બેન કરી દીધો હતો.

image source

જો કે આ વાત બહાર આવતા બંનેએ આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તે સારા મિત્ર છે અને અવારનવાર મળે છે. પરંતુ હવે સુશાંતની આત્મહત્યા પછી લોકો સલમાન ખાનને પણ તેનો જવાબદાર ગણી રહ્યા છે. લોકો સલમાન ખાનને પણ કોમેન્ટ કરી ટ્રોલ કરી રહ્યા છે અને લખ્યું છે કે, “ આ મોત નથી તમારા પર ભાર છે. તમે લોકોએ જ સુશાંતને મોત તરફ ધકેલ્યો છે. એક હસતો વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી ગયો. પરંતુ આત્મહત્યાનું કોઈ કારણ હોય છે અને તમે લોકોએ તેમાં ભાગ ભજવ્યો છે. આ ઘટના પછી તમે આરામથી ઊંઘી પણ શકશો નહીં. “

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત