જાણીતા વિલન રંજીતના પ્રેમમાં પાગલ હતી આ અભિનેત્રી, રાજેશ ખન્ના બન્યા હતા આ પ્રેમ કહાનીના અસલી વિલન

જાણીતા વિલન રંજીતના પ્રેમમાં પાગલ હતી આ અભિનેત્રી, રાજેશ ખન્ના બન્યા આ પ્રેમ કહાનીના અસલી વિલન.

બોલિવુડના જાણીતા વિલન રંજીતનો જન્મ 12 નવેમ્બર 1946માં થયો હતો. રંજીત આ વર્ષે પોતાનો 74મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. રંજીત બોલિવુડના સૌથી ચર્ચિત અને જાણીતા વિલન રહ્યા છે. એવા અભિનેતા જેમનાથી હિરોઇન પણ અસલ જીવનમાં ડરતી હતી. પણ એક અભિનેત્રી એવી પણ હતી જે આ ફેમસ વિલનના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. જો કે એમની પ્રેમ કહાની પુરી ન થઈ શકી.

image source

આ અભિનેત્રી હતી ડિમ્પલ કપાડીયાની બહેન સિમ્પલ કપાડીયા. સિમ્પલ કપાડીયા રંજીતની દરેક અદા પર ફિદા હતી. એમની હેર સ્ટાઇલ, એમનો અંદાજ, એમની એક્ટિંગ, એમના દરેક અંદાજ પર સિમ્પલ કપાડીયા ફિદા હતી. પણ આ વાત સિમ્પલ કપાડીયાના જીજાજી એટલે કે રાજેશ ખન્નાને નહોતી ગમી રહી. રાજેશ ખન્નાએ સિમ્પલ કપાડીયાની બહેન ડિમ્પલ કપાડીયા સાથે લગ્ન કર્યા હતા. અને એ પોતાની સાળી એટલે કે સિમ્પલ કપાડીયાને લોને ખૂબ જ પસેઝીવ પણ હતા.

image source

એવું કહેવામાં આવે છે કે રાજેશ ખન્ના રંજીતને પસંદ નહોતા કરતા. રણજિતની વિલન વાળી છબી રાજેશ ખન્નાના દિલ અને દિમાગ પર હાવી થઈ ગઈ હતી. જેના કારણે રાજેશ ખન્નાને બંનેનો સંબંધ પસંદ નહોતો આવી રહ્યો.

image source

રાજેશ ખન્નાએ ઘણા સમય સુધી આ વાત પોતાનામાં દબાવી રાખી પણ સિમ્પલ કપાડીયા અને રંજીતના અફેર અને ઇન્ટિમસીની ચર્ચાઓએ આખરે રાજેશ ખન્નાએ ભરી રાખેલા ઉભરાને બહાર લાવવા માટે મજબૂર કરી દીધા. જાણકારોનું માનીએ તો રાજેશ ખન્ના આ કારણે સિમ્પલ કપડિયાથી ખૂબ જ નારાજ હતા અને એમને ખૂબ જ લડ્યા પણ હતા.

image source

એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ છૈલા બાબુના શૂટિંગ દરમિયાન સિમ્પલ કપાડીયાના કારણે રાજેશ ખન્ના અને રંજીત વચ્ચે ખૂબ જ તણાવ જોવા મળ્યો હતો. બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી પણ થઈ હતી. અને પછી સમયની સાથે સિમ્પલ કપાડીયા અને રંજીતના અફેરની ચર્ચાઓ પણ ખતમ થઈ ગઈ. અને એ પછી બન્ને વચ્ચેનો સંબંધ પણ પૂરો થઈ ગયો.

image source

તમને જણાવી દઈએ કે રંજીતનું સાચું નામ ગોપાલ બેદી છે. રંજીતે 200 જેટલી ફિલ્મમાં વિલનનો રોલ કર્યો છે. પણ ફિલ્મ શર્મિલીથી રંજીતને વિલન તરીકે નામના મળી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે રંજીતે ફિલ્મોમાં 300થી વધુ રેપ સીન કર્યા છે. પણ એકવાર તો આ રેપ સીનના કારણે એમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. રંજીતે અમર અકબર એન્થેની, ધર્માત્મા, હાઉસફુલ 2, નમક હલાલ, પ્રેમ પ્રતિજ્ઞા, કરણ અર્જુન, લાવારીસ, કેદી, કોયલા, તેજા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત