ઘરમાં રહેલી ગંદકી પણ એલર્જીનું કારણ બની શકે છે, જાણો એલર્જીથી બચવા માટે શું કરવું જોઈએ

આજકાલ ધૂળ-માંટ્ટી અને પ્રદૂષણને કારણે મોટાભાગના લોકોને ત્વચાની એલર્જીની સમસ્યા હોય છે.આ સિવાય પ્રાણીઓને સ્પર્શ કરવા,પેઈન કિલરનું સેવન કરવાથી,ટેટૂઝ,ફ્રૂટ એલર્જી,શુષ્ક ત્વચા અને જંતુના કરડવાથી પણ ત્વચાની એલર્જી થાય છે.ત્વચાની એલર્જી તો સામાન્ય છે પણ તેને દૂર કરવી ઘણી મુશ્કેલ બની જાય છે.ઘણી દવાઓ અને ઘણા આયુર્વેદિક ઉપચારથી પણ આ સમસ્યા દૂર નથી થતી.આ સમસ્યા દૂર કરવા માટે આજે અમને તમને થોડી ચીજોનું સેવન કરવા માટે કહેશુ આ ચીજોનું સેવન કરવાથી તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓ ઝડપથી દૂર થશે.

image source

ત્વચાની એલર્જીમાં ફાયદાકારક ચીજો.

અનાનસ બ્રોમેલીન નામના એન્ઝાઇમથી ભરપુર હોય છે જે અસ્થમાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ અનાનસનું સેવન કરવાથી અસ્થમા અને ત્વચાની એલર્જીની સમસ્યા દૂર થાય છે.
કીવીમાં વિટામિન સી પુષ્કળ હોય છે.જે ત્વચાની એલર્જી દૂર કરવામાં મદદ કરે છે.જો તમે ઈચ્છો તો તમે કીવીના બદલે નારંગી અને મોસમી મોસંબીના ફળ પણ ખાઈ શકો છો.

નિયમિતપણે સફરજનનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.આ સિવાય જો તમે છાલ સાથે સફરજન ખાશો તો ત્વચાની એલર્જીની સમસ્યાથી પણ રાહત મળશે.

image source

જાણો એલર્જીની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ.

આપણા દેશમાં લોકોને એલર્જી વિશે ઓછી માહિતી છે.ઘણીવાર લોકોને ખબર હોતી નથી કે તેઓ વારંવાર બીમાર પડી રહ્યા છે,તે ખોરાક અથવા હવામાનને કારણે હોઈ શકે છે.ખરેખર જો કોઈ વસ્તુ વિશે શરીરમાં કોઈ પ્રતિક્રિયા થતી હોય તો તમારે તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ અને આ વસ્તુનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તેમને જરૂરી વસ્તુઓ પણ આપવી જોઈએ.બાળકોને ક્યારેક બાર ફરવા પણ લઈ જવા જોઈએ હંમેશા તેમને ઘરમાં ન રાખવા જોઈએ.

જો કોઈને ધૂળ અને ધૂમ્રપાનથી એલર્જી હોય,તો ઘરની બહાર નીકળતા પેહલા મોં પર માસ્ક લગાવવું જો કે કોરોનાના કારણે માસ્ક ફરજીયાત થઈ ગયા છે.તો પણ એલર્જીની સમસ્યાથી બચવા માટે પણ તમારે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

શરદીથી એલર્જી ધરાવતા લોકોએ ઠંડી અને ખાટી ચીજો જેવી કે અથાણાં,આમલી,આઈસ્ક્રીમ વગેરેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

image source

ગંદકીથી એલર્જી ધરાવતા લોકોએ સમયાંતરે ચાદર,ઓશીકું કવર અને પડધા પણ બદલવા જોઈએ.કાર્પેટનો ઉપયોગ ન કરો અથવા ઓછામાં ઓછા 6 મહિને તેને સાફ કરાવતા રહો.

તમને જે દવાથી એલર્જી છે તે દવા ખાવાનું ટાળો.તમારી એલર્જી વિશે પુરી માહિતી ડોક્ટરને જણાવ્યા પછી જ દવાઓનું સેવન કરો.

કેરોસીન સ્ટોવને બદલે ઘરે એલપીજી અથવા ઇલેક્ટ્રિક સ્ટોવનો ઉપયોગ કરો.રસોડામાં એક્ઝોસ્ટ ફેન રાખવાની ખાતરી કરો અને રાંધતી વખતે તેને ચલાવો.કારણ કે રસોઈ બનાવતા સમયે થતો ધુમાડો પણ એલર્જીની સમસ્યાનું કારણ બને છે.

ઘર હંમેશાં બંધ ન રાખવું.ઘરને ખુલ્લું અને વેન્ટિલેટેડ રાખો જેથી સ્વચ્છ હવા અંદર આવે અને ખરાબ હવા બહાર જાય.

ઘરની બારીઓમાં હંમેશા જાળી લગાવો,જેથી ખરાબ જીવ-જંતુઓ ઘરમાં ન પ્રવેશે.

તમારા ઘરની દીવાલો પર કરોળિયાના જાળા હોય,તો સમય સમય પર તેને સાફ કરતા રહો.

ફૂલોના છોડ વરસાદની ઋતુમાં ઘરની અંદર ન રાખશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત