રાતે ડ્રાઈવિંગ કરવાની આદત છે તો જાણી લો આ ખાસ સેફ્ટી ટિપ્સ

અનેક લોકો લાંબી મુસાફરીએ જતા હોય છે તો તેઓ સમયની બચત કરવા માટે રાતના સમયે ડ્રાઈવિંગ કરવાનું પસંદ કરે છે. રાતના સમયે જ્યારે પણ તમે ડ્રાઈવિંગ કરો છો તો તમારે પહેલા તો કાચને સાફ કરી લેવો જરૂરી રહે છે. વિંડશીલ્ડના સાફ ન હોવાના કારણે ડ્રાઈવિંગમાં પણ મુશ્કેલી આવી શકે છે. તો જાણો રાતના સમયે મુસાફરી અને ડ્રાઈવિંગમાં કઈ સાવધાની રાખી લેવી જરૂરી છે.

image source

અનેકવાર એવું પણ બને છે કે આપણે રાતના સમયે ક્યારેક અચાનક કારથી બહાર જવું પડે છે. આ સમયે ધ્યાન રાખો કે દિવસ કરતા રાતની મુસાફરી થોડી વધારે મુશ્કેલ હોઈ શકે છે. રાતના સમયે કારથી મુસાફરી કરતી સમયે તમે અનેક વાતોને ઈગ્નોર કરો છો તો દુર્ઘટનાઓ તમને પરેશાન કરી શકે છે. એવામાં તમે આ વાતનું ધ્યાન રાખી લો તે ખાસ જરૂરી છે. આજે અમે આપને આવી જ વાતો જણાવી રહ્યા છીએ.

જો તમે રાતના સમયે ડ્રાઈવિંગ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા કન્ફર્મ કરી લો કે હેડલાઈટ સહિત દરેક લાઈટ્સ સારી રીતે કામ કરી રહી છે કે નહીં. લાઈટ્સ સારી રીતે કામ ન કરે તો તેને મિકેનિકને બતાવી લો . જેથી તમને ડ્રાઇવિંગમાં પરેશાની ન રહે.

image source

મિરરને સાફ કરીને યોગ્ય રીતે કરો સેટ

રાતના સમયે ડ્રાઈવ પહેલા દરેક મિરરને સારી રીતે સાફ કરો. ખાસ કરીને વિંડશીલ્ડને સાફ ન કરવાથી કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સામેની લાઈટને કારણે તેમાં મુશ્કેલી આવી શકે છે. આ માટે ડ્રાઈવિંગ શરૂ કરતા પહેલા દરેક કાચનું સાફ હોવું જરૂરી છે. આ સાથે અંદર અને બહારના કાચને સારી રીતે સેટ કરી લેવા જોઈએ.

ગાડીની અંદરની લાઈટ બંધ કરો

ગાડીમાં ડ્રાઈવ કરતી સમયે અંદરની લાઈટ ઓન ન રાખશો. આ સાથે જ ડ્રાઈવિંગ સમયે ડેશબોર્ડની લાઈટની બ્રાઈટનેસને ઓછી કરીને રાખવી જોઈએ. ગાડીમાં લાઈટ વધારે હોવાથી સામેની વિઝિબિલિટી પર અસર થાય છે અને ક્લિયર દેખાતું નથી. આ માટે અંદરની લાઈટને હંમેશા બંધ કરીને રાખો તે યોગ્ય છે.

image source

હાઈ બિમ્બ લાઈટનો હાઈવે પર જ કરો ઉપયોગ

જો તમે સીટીમાં ગાડી ચલાવો છો તો ખાસ કરીને હાઈ બિમ્બ લાઈટને ઓફ કરીને રાખો. હાઈ બિમ્બ લાઈટને હાઈવે પર જ ઉપયોગમાં લો અથવા તો એવી જગ્યાએ લાઈટનો ઉપયોગ કરો જ્યાં અંધારું વધારે હોય કે પછી સ્ટ્રીટ લાઈન ન હોય. હાઈ બિમ્બ લાઈટનો ઉપયોગ ત્યારે કરાય છે જ્યારે દૂર સુધી જોવું હોય પરંતુ સિટીમાં સ્ટ્રીટ લાઈટ હોય છે અને સામેથી દેખાય છે. આ માટે અહીં લો બિમ્બ લાઈટનો ઉપયોગ યોગ્ય છે.

ડ્રાઈવિંગના સમયે મેન્ટેન કરો ડિસ્ટન્સ

ગાડીને ડ્રાઈવ કરતી સમયે ડિસ્ટન્સ મેન્ટેન કરીને રાખવું. આગળની ગાડી અને તમારી ગાડીની વચ્ચે ડિસ્ટન્સ બની રહે તે જરૂરી છે. તેનાથી તમારી ગાડીને રોકવી પડે તો તમને પૂરતો સમય અને અંતર મળી રહેશે. હાઈવે પર અને રાતના સમયે ડ્રાઈવિંગ કરતી સમયે આ વાતનું ધ્યાન રાખી લેવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!