જર્મનીના વૈજ્ઞાનિકોએ કરી કમાલ, લેબોરેટરીમાં બનાવ્યું કૃત્રિમ હ્યૂમન બ્રેન

માનવ શરીર ભગવાનની શ્રેષ્ઠ શોધ હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો સતત માનવ અવયવોની વિશિષ્ટતાઓ અને અવયવોની કામગીરી વિશે નવા સંશોધન કરી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં એક નાનું કૃત્રિમ માનવ મગજ (મિનિ બ્રેઇન) વિકસાવ્યું છે. જો કે, આ સમય દરમિયાન તેમાં ઉદ્ભવેલી આંખોનો આકાર ચોક્કસપણે વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરે છે.

image socure

જર્મનીમાં વૈજ્ઞાનિકોએ લેબમાં કૃત્રિમ માનવ મગજ બનાવ્યું છે. આ મીની મગજ પાસે આંખો પણ છે. જોકે આંખોનો સંપૂર્ણ વિકાસ થયો નથી. આ મિની બ્રેઇન માનવ સ્ટેમ સેલમાંથી વિકસાવવામાં આવ્યુ છે. તે જર્મનીના માનવ જિનેટિક્સ સંસ્થાના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 5 અઠવાડિયાના ગર્ભની જેમ મીની મગજમાં આંખો વિકસી છે. ભવિષ્યમાં, આમાંથી ઘણી નવી વસ્તુઓ બહાર આવશે જે ઘણા રોગોની સારવારમાં મદદ કરશે.

image socure

પુખ્ત વ્યક્તિના સ્ટેમ સેલનો ઉપયોગ કરીને મગજ વિકસાવવામાં આવ્યું હતું. તેને યોગ્ય તાપમાન અને યોગ્ય વાતાવરણમાં લેબમાં ઉછેરવામાં આવી રહ્યુ હતુ. નોંધપાત્ર રીતે, સ્ટેમ સેલ્સમાં ઘણા પ્રકારના ટિશ્યૂ ઉગાડવાની ક્ષમતા હોય છે, તેથી આ વખતે તેમની પાસેથી મગજ ઉગાડવામાં આવ્યું. પ્રયોગ દરમિયાન, તે સ્ટેમ સેલ્સની મદદથી વાસ્તવિક મગજની જેમ વધતુ જોવા મળ્યુ હતુ.

મગજ પર અચાનક આંખો ઉભરી આવી

આ પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકો તે સમયે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે વધતા જતા માનવ મગજ પર અચાનક આંખ ઉભરી આવી હતી. વૈજ્ઞાનિકોએ હવે તેની તપાસ શરૂ કરી છે. તેમના રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે લેબના બાઉલમાં બે માનવ મગજ ઉગાડવામાં આવ્યા હતા, તેઓ સતત તેની બારીકાઈનું નિરીક્ષણ કરી રહ્યા હતા, તે દરમિયાન તેના પર આંખ જેવો આકાર ઉભો થયો, જે પ્રકાશથી પ્રભાવિત થતો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આંખોની વૃદ્ધિને કારણે હવે અમે મગજ અને આંખના રોગો વચ્ચેની કડી પર કામ શરૂ કરીશું.

આંખના રોગોને સારી રીતે સમજવામાં મદદરૂપ

આંખનો વિકાસ એક જટિલ પ્રક્રિયા છે અને તેને સમજવાથી પ્રારંભિક રેટિનાના આણવિક આધારને ઓછુ કરવાની પરવાનગી મળી શકે છે. તેમના રિપોર્ટમાં માહિતી આપતા, સંશોધકોએ કહ્યું કે આ અકલ્પનીય પરિણામ અમને આંખના તફાવત અને વિકાસની પ્રક્રિયા તેમજ આંખના રોગોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. આ શોધ સંબંધિત રિસર્ચ પેપર જર્નલ સ્ટેમ સેલમાં પ્રકાશિત થયું છે.

મીની મગજ 3 મીમી. પહોળું છે. તેમાં હાજર આંખોમાં કોર્નિયા, લેન્સ અને રેટિના ધરાવે છે, જેની મદદથી તે પ્રકાશ જોઈ શકે છે. આ આંખો ન્યુરોન અને નર્વ કોશિકાઓની મદદથી બ્રેન સાથે કમ્યૂનિકેટ પણ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લેબમાં તૈયાર થયેલ આ રેટિના ભવિષ્યમાં તે લોકો માટે ઉપયોગી થશે જે વસ્તુઓ જોઈ શકતા નથી.

સેલ સ્ટેમ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, જ્યારે આ આંખો પર પ્રકાશ કિરણો ફેંકવામાં આવ્યા હતા, ત્યારે સંકેતો મગજ સુધી પહોંચ્યા હતા. આ સાબિત કરે છે કે આંખો જે જોઈ રહી છે તે મગજ સુધી પહોંચી રહ્યું છે. લેબમાં વિકસિત મગજમાં આવું પહેલી વખત જોવા મળ્યું છે.

સંશોધક ગોપાલકૃષ્ણન કહે છે કે, મીની બ્રેઇનની મદદથી, ગર્ભના વિકાસ દરમિયાન આંખ અને મગજ કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જન્મજાત રેટિના ડિસઓર્ડર્સમાં અને રેટિના પર અમુક દવાઓનું પરીક્ષણ કરીને તે જાણી શકાશે.

લગભગ 314 મિની મગજ 60 દિવસમાં તૈયાર કરવામાં આવ્યા

image socure

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 60 દિવસમાં લગભગ 314 આવા મીની મગજ તૈયાર કરવામાં આવ્યા હતા. આમાંથી ત્રણ ક્વાર્ટર સંપૂર્ણપણે વિકસિત હતા. તેઓ દેખાવમાં માનવ ભ્રૂણ જેવા હતા. તેઓ રક્ત પુરવઠા વગર લાંબા સમય સુધી ટકી શકતા ન હતા. રક્ત પુરવઠાના અભાવને કારણે, તે ધીમે ધીમે અઢી મહિનામાં ખતમ થઈ ગયા.